પુરુષની પર્સનાલીટી મોટે ભાગે દાઢી અને ચહેરાને લીધે હોય છે, પર્સનાલીટી માટે ચહેરો ભરાવદાર અને આકર્ષક રાખવા માટે અને યોગ્ય દેખાવ માટે દાઢીને યોગ્ય ઘાટ આપીને સુંદર બનાવી શકાય છે. મહિલાઓને સજાવટ માટે કેટલીય બધી શણગારની વસ્તું ઓ બજારમાં મળે છે, પરંતુ પુરુષો માટે સુંદર દેખાડનારા પ્રસાધનો ખુબ ઓછા મળે છે. પુરુષને દાઢી એટલે કે બીયરડ લુક બરાબર ના હોય તો ખરાબ લાગે છે. એટલા માટે અમે તમને થોડાક એવા ઉપાયો બતાવીશું જે તમને ભરાવદાર દાઢી ઉગાડવામાં મદદ કરશે.
વિટામીન : વિટામીનવાળો ખોરાક લેવો જોઈએ. દાઢીના વાળ વધારવા માટે વિટામીન B1, B6, અને B12 ઉપયોગી છે. આ માટે નિયમિત રીતે બાયોટિન યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. આ બાયોટીન વાળ અને નખ વધવારમાં મદદ કરે છે. દાઢીને ઝડપથી વધારવા માટે દરરોજ 2.5 મીલીગ્રામ બાયોટીન લેવું જોઈએ. આ બાયોટીન આયુર્વેદિક ફૂડ સેન્ટર અથવા તો વિટામીનમાંથી મળી રહે છે જેમ કે કઠોળ, બદામ, ગાજર, દૂધ. પોતાના શરીરના ખોરાકમાં પ્રોટીનવાળા ખોરાક ખાવાનું વધારી દો. જેમાં માસ, માછલી, ઈંડા અને બદામમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે.
ફળો અને શાકભાજી ઉપર ધ્યાન આપવું જોઈએ. શરીરમાં જરૂરી પોષક તત્વો વગર દાઢી અને વાળોને વધારવા મુશ્કેલ છે. ફળોમાંથી અને શાકભાજીમાંથી વિટામીન મળી રહે છે જેનાથી વાળને વધારી શકાય છે. ટમાટર અને પાલક નો જ્યુસ દાઢી વધારવા ઉપયોગી છે. આ બંને જ્યુસને મિક્ષ કરીને પીવાથી દાઢીના વાળ વધારે છે.
સરસવ તેલ : સરસવનું તેલ પણ દાઢી વધારવા મદદ કરે છે. સરસવના પાંદડાને ચોળીને આમળાના તેલના 1 કે 2 ટીપા સાથે ભેળવીને દાઢી ઉપર લગાડવા અને 15 મિનીટ પછી ચહેરાને ધોઈ લો. આ અખતરો અઠવાડિયામાં 2 થી ૩ વખત કરો. દાઢી ઉગવાની શરૂ થઈ જશે.
નાળિયેરનું તેલ : મીઠા લીમડાના પાંદડા નાળીયેરના તેલમાં નાખીને ગરમ કરો. જયારે ઠંડુ પડી જાય પછી દાઢી પર માલીશ કરો. જ્યારે તમે તમારી દાઢીનું સેવિંગ કરવો ત્યારે ગરમા ગરમ પાણીમાં નારિયેળનું તેલ નાખી ધોવાનું રાખો.
આમળાનું તેલ : જડપથી દાઢી ઉગાડવા આમળાનું તેલ ખુબ જ ઉપયોગી છે. દાઢીના વાળ વધારવા માટે દરરોજ 15 મિનીટ સુધી આમળાના તેલથી ચહેરા પર મસાજ કરવો જોઈએ. મસાજ કર્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. આમ કરવાથી ચહેરા પર લોહીની હેરાફેરી વધી જશે અને દાઢી ઉગાડવામાં પોષણ મળશે.
તજ અને લીંબુ: તજના પાવડરમાં લીંબુનો રસ ભેળવી મલમ બનાવી લો. આ મલમ ચહેરા પર 15 મિનીટ સુધી લગાડો ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાખો. કોટનના કપડાથી લુછી લ્યો, પરંતુ તમને લીંબુથી એલર્જી હોય તો પ્રયોગ ના કરશો. આમ કરવાથી તમારા ચેહરા પર બળતરા થાય છે. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં 2 વાર આ પ્રયોગ કરો.
એરંડાનું તેલ: શરીરમાં દાઢીના વાળ વધારવા માટે એરંડાનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ. જેમાં મોનો સંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ માત્રા ખુબ જ વધારે હોય છે. એરંડાના તેલમાં 80 થી 90 ટકા રેસીનોલીક એસીડ હોય છે. જેનાથી ચહેરામાં રોકાયેલા વાળનો વિકાસ વધારે છે. ૩ થી 4 ચમચી નારીયેળનું તેલ 1 મિનીટ જેટલા સમય સુધી ગરમ કરો ત્યારબાદ 8 થી 10 મીઠા લીમડાના પાંદડા નાખી 2 થી ૩ મિનીટ સુધી મૂકી રાખો. એના પછી મીઠા લીમડાના પાંદડા સારી રીતે ગરમ થવા દો. ત્યારબાદ તેને ઉતારી ઠંડુ પડવા દો. ઠંડુ થયા બાદ તેમાંથી મીઠા લીમડાના પાંદડા કાઢી નાખો. તમારા ચહેરા પર ગરમ પાણીની વરાળથી ચેક લો અથવા તો 5 મિનીટ સુધી તમારા ચહેરા પર 5 મિનીટ સુધી ગરમ કપડું ઢાકી રાખો. ત્યારબાદ જ આ મિશ્રણમાં ૩ થી 4 ચમચી એરંડાનું તેલ ભેળવી દાઢી પર 10 થી 15 મિનીટ સુધી મસાજ કરો.
કોળાના બીજ: કોળાના છાલ વગરના બીજ, મીઠાવાળા કોળામાં ઝીંક ભરપુર હોય છે. ઝીંક એક શક્તિશાળી માઈક્રો ન્યુટ્રીએન્ટ છે જે વાળ વધારવામાં બધાથી વધારે ભુમીકા ભજવે છે. કોળાના બીજને સુકવીને, છાલ ઉખાડીને, આખે આખા ખાઈ શકાય છે.
ટ્યુના માછલી: ટયુના માછલીમાં ઓમેગા ૩ ફેટી એસીડ સૌથી વધારે ઉપલબ્ધ હોય છે. આ એક એવું તત્વ છે જે શરીરમાં સીધું ઉત્પન્ન થઇ શકતું નથી, ચામડી અને વાળની ચમક વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. આને સારી રીતે ઉપયોગ કરવાથી નવા રોમ છીદ્રો એટલે કે વાળ ઉત્પન્ન કરનારા છીદ્રો સક્રિય થાય છે. જો તમે માંસાહાર કરતા હો તો તમારે ટ્યુના માછલીનો ઉપયોગ કરવો જોઈએ.
નીલગીરીનું તેલ : નીલગીરીના પાંદડા લઈને તેને વાટીને મલમ અથવા છુંદો કરીને તેનો લેપ ચહેરા ઉપર લગાવવાથી દાઢી ઉગે છે, આ ઉપરાંત આ માટે બજારમાં નીલગીરીનું તેલ મળે છે અથવા તો ક્રીમ પણ મળે છે, જે દાઢી પર લગાડવાથી ફાયદો થાય છે.
દૂધ : દૂધ પણ દાઢી વધારવા માટે ઉપયોગી છે. દુધમાં રહેલા લેકટીક એસિડના કારણે દાઢી વધારવામાં ઉપયોગી છે. દરરોજ સુતી વખતે દાઢી પર દૂધ લગાવીને સુવાથી દાઢીમાં વધારો થાય છે. સાથે દૂધ પીવાથી પણ દાઢીમાં વધારો થાય છે માટે રોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ.
ગાજર : ગાજરમાં રહેલા બીટા કેરોટીનના કારણે દાઢીના વાળમાં વધારો થાય છે, રોજબરોજના ખોરાકમાં ગાજરનું પ્રમાણ વધારવું જોઈએ, આ સીવાય ગાજરનો મુરબ્બો તેમજ જ્યુસ કરીને પણ પી શકાય છે. આમ કરવાથી દાઢી ઘેરાવદાર તેમજ જલ્દી વધે છે.
કાળા મરી : કળા મરીનો પાવડર લો. તેમાં મધ અને લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણ કર્યા પછી તેને ચહેરા પર લગાવો. 5 મિનીટ રાખ્યા પછી તેને ધોઈ લો. આમ રોજ કરવાથી દાઢી પર નષ્ટ થઈ ગયેલા વાળના કોષો સક્રિય થશે અને તેમાં વાળ ઉગવાનું શરૂ થશે જેનાથી તમારી દાઢી ઘેરાવદાર બનશે.
દોસ્તો, અમે બતાવેલી આ અસરકારક ઘરેલું ઉપાય દ્વારા તમે દાઢી ઉગાડી શકો છો, આ સાથે પૂરતી નિંદ્રા, તણાવમૂકત શરીર, બીડી સીગરેટ દૂર અને દાઢીની યોગ્ય સાર-સંભાળ રાખવાથી ભરાવદાર દાઢી ઉગાડી શકાય છે, અમે આશા રાખીએ છીએ કે અમારી આ માહિતી તમારી દાઢી ઉગાડવામાં ઉપયોગી થાય અને તમારા ચહેરાનો મનપસંદ દેખાવ લાવી શકો અને તમેં યોગ્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉભું કરી શકો.
“દોસ્તો તમને આ આર્ટીકલ પયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરવા વિનંતી”
Image Source : www.google.com