જો તમે ભારતના ઇતિહાસમાં પાછળ વળીને જુઓ તો જાણવા મળશે કે આ પરંપરાઓ અને રીત-રિવાજોથી ભરેલું છે. આ પરંપરાઓ સામાન્ય જરૂર લાગશે પણ તેની સાથે અનેક સ્વાસ્થ્ય લાભ જોડાયેલા છે. આ પરંપરાઓ અત્યારે પણ વિખ્યાત છે અને આવી જ ચાલી રહી છે, જેવી પ્રાચીન સમયમાં ચાલતી હતી. અહીં કેટલીક ભારતીય પરંપરાઓ છે જે વાસ્તવમાં તમારા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. આ ભારતીય પરંપરાઓ અપનાવી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત. મોટાભાગના લોકોને તેના સ્વાસ્થ્ય માટે સકારાત્મક પહેલૂ વિશે ખરબ નથી હોતી. આજે અહીં ડોક્ટર વિનાયક બીએએમએસ, અને ડોક્ટર ગુરપ્રીત કૌર બીએચએમએસથી જાણો કેવી રીતે આ પરંપરાઓ તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
કાન વિંધવા : કાન વિંધવાની પ્રથા સદીઓ જૂની છે. પ્રાચીન સમયમાં મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ કાન વિંધી કાનમાં કુંડલ પહેરતા હતાં. આ પરંપરાને આપણી સાંસ્કૃતિક વિરાસતથી પણ જોડીને જોવામાં આવે છે. આયુર્વેદમાં કાન વિંધવાનો ખ્યાલ રોગપ્રતિકારક શક્તિ અથવા વ્યાધિશામત્વના અધ્યાય હેઠળ સમજાવવામાં આવ્યું છે. તે બાળકની પ્રતિરક્ષા પ્રતિભામાં સુધારો કરે છે અને કુદરતી રીતે વિવિધ ચેપ સામે રક્ષણ આપે છે.
લીમડાનું દાતણ ચાવવુ : પહેલા લીમડાનુ દાતણ ચાવવાની જૂની પરંપરા હતી. હવે આજના યુગમાં પણ આ પ્રથા ખૂબ લાભદાયી સાબિત થઇ રહી છે. ડોક્ટર વિનાયક કહે છે કે ઝેરી પદાર્થોને ઓછા કરવા માટે, દાંત અને જીભને પણ સાફ અને સ્વસ્થ રાખવા માટે લીમડાનું દાતણ ચાવવાની સલાહ આપવામાં આવે છે. લીમડાના પાન અથવા દાતણ શરીરની ગરમીને ઘટાડવા માટે સૌથી ઉત્તમ મનાય છે. ખરેખર લીમડાનું દાતણ ચાવવાથી પણ તમારા ભૂખમાં સુધારો થઈ શકે છે.
ઉપવાસ કરવો : આયુર્વેદ ઉપવાસ મહત્વ આપે છે. ઉપવાસને સારવાર અથવા ઉપચારનો એક ભાગ હોવાનું કહેવાય છે. ઉપવાસ તમારા પાચનમાં સુધારો કરી શકે છે. શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાંઢવામાં મદદ કરે છે. ઉપવાસ રાખવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. આ કારણથી શરીરમાં બીમારીઓથી લડવાની શક્તિ વધે છે. ઉપવાસ રાખવાથી તમારી યાદશક્તિ તેજ બને છે. જો તમારૂ ખાવાનું-પીવાનું સારૂ છે અને તમે અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખશો તો તેનાથી તમારી વિચારવાની ક્ષમતા અને યાદશક્તિમાં વધારો થશે.
તાંબાના વાસણમાં પાણી પીવું : આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી તથા વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. માટે જ પ્રાચીન સમયથી તાંબાના વાસણમાં પાણી પીવાનું યોગ્ય માનવામાં આવે છે.
ઘાસ પર ખુલ્લા પગે ચાલવું : ડોક્ટર ગુરપ્રીત કૌરનું કહેવું છે કે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આપણે તે માહોલથી ફરી જોડાયે છે જે આપણાં મૂડને ઉપર ઉઠાવે છે. આ તણાવથી લડવામાં મદદ કરે છે. અમે દર્દીને પ્રકૃતિની વધુ નજીક રહેવાની સલાહ આપીએ છીએ અને ઘાસ પર ઉઘાડા પગે ચાલવું એ હતાશ દર્દીઓ માટે ખરેખર મદદરૂપ છે.
સૂર્ય નમસ્કાર : સૂર્ય નમસ્કારની ઉત્પત્તિ, જે તંદુરસ્ત કલ્યાણ માટે 12 યોગ મુદ્રાઓથી બનાવવામાં આવ્યું છે, દરેક આસનનું પોતાનું મહત્વ છે. તે ભારતમાં ખૂબ વિખ્યાત છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી વજન ઓછું કરવામાં, પાચનમાં સુધારો થાય છે, ચમકતી ત્વચા પ્રાપ્ત થાય છે, નિંદ્રાના ચક્રમાં સુધારો થાય છે અને બ્લડ શુગર પણ ઓછું થઈ શકે છે. સૂર્ય નમસ્કાર કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને નર્વસ સિસ્ટમ શાંત થાય છે જેથી તમારી ચિંતા દૂર થાય છે. સૂર્ય નમસ્કારથી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ ખાસ કરીને થાઇરોયડ ગ્લેન્ડની ક્રિયા સામાન્ય થાય છે.
આંખમાં કાજલ લાગાવવું : કાજલ લગાવવું દરેક યુવતીને સારૂ લાગે છે. તેથી આંખ સુંદર, આકર્ષક અને મોટી નજર આવે છે. રોજ ગુલાબની પાંખડીઓથી બનેલું શુદ્ધ આંજણ અથવા કાજલ સારી દ્રષ્ટિ જાળવી શકે છે. દ્રષ્ટિ અને વિવિધ રોગોથી આપણી આંખોનું રક્ષણ કરે છે. આંખો પર કાજલ લગાવવાથી તડકાનો પ્રભાવ ઓછો થાય છે. વધું સમય માટે તડકામાં રહેવાથી ઘણી બધી યુવતીઓની આંખોથી પાણી આવવું, બળતરા, ખંજવાળ અને રેડનેસની ફરિયાદ રહેતી હોય છે. એવામાં કાજલ લગાવવાથી આ પરેશાનીઓથી રાહત મળે છે.
આમ,આ પ્રાચીન ભારતીય પરંપરાઓને અનુસરવાથી ખુબ જ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.