આહાર એક જીવનનો અગત્યનો ભાગ હોય છે, તેના વગર જીવન જીવવું જ અશક્ય હોય છે. ત્યારે તમે પણ દરરોજ તંદુરસ્ત ભોજન લો છો, વ્યાયામ, કરો છો, ફળ અને શાકભાજી પણ ખાવ છો, પ્રોટીન વગેરે પણ દિવસભરની ડાયટમાં સામેલ કરો છો, પરંતુ આ છતાં જો તમે બીમાર પડી રહ્યાં છે તો તેનું કારણ તમારી તે કેટલીક આદતોં હોય શકે છે, જેના લીધે તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂતની જગ્યાએ નબળી થઈ રહી છે. અહીં તમને તમારી જીવન શૈલીની એ ટેવો અંગે જણાવી રહ્યાં છીએ જેને તમે છોડી દેશો તો તમે અનેક બીમારીઓથી પોતાને બચાવી શકો છો. ચાલો જાણીએ કઈ છે આ ખરાબ આદતો.
જરૂરથી વધું ભોજન કરવું : જો તમે તંદુરસ્ત રહેવાની આડમાં જરૂરીયાતથી વધું ભોજન કરો છો તો આ તમારી આદત પણ તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. ઓછું ખાવું અને પ્રયત્ન કરો કે જે પણ ખાઓ તે શરીરમાં પોષક તત્વની ઉણપને પૂરૂ કરતું હોય. ખોરાકમાં એવી વસ્તુ સામેલ કરો જેમાં વધું પ્રમાણમાં વિટામિન અને પ્રોટીન હોય. વધું ભોજન કરવું તમારા આરોગ્ય માટે હાનિકારક હોય છે. સવારનો નાસ્તો હંમેશા તંદુરસ્ત કરો, બપોરમાં હળવું ભોજન લો અને રાતનું ભોજન જ્યાં સુધી બની શકે સાદુ અને ઓછું તેલ-મસાલાવાળું ભોજન કરો.
ઓછુ પાણી પીવાની ટેવ : આપણે હંમેશાથી સાંભળતા આવ્યાં છે કે પાણી પીવું આરોગ્ય માટે સારૂ હોય છે. અપણા શરીર માટે ખોરાકની જેમ પાણી પણ ખુબ જ આવશ્યક વસ્તુ છે. ઓછુ પાણી પીવાથી શરીર ડીહાઈડ્રેટીંગ થાય છે, પાણીના અભાવથી શરીરમાં અનેક અસર થાય છે જેમ કે થાક લાગે, ચિડીયાપણું, ત્વચા શુષ્ક થવા લાગે છે. ઓછુ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર આવતા નથી તેના કારણે કીડની અને રોગપ્રતિકારક ક્ષમતા પણ અસર પડે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી અનેક બીમારી થવાની સંભાવના રહે છે.
સવારે નાસ્તો ન કરવાની ટેવ : ઘણા લોકોને સવારમાં નાસ્તો કરવાની ટેવ હોતી નથી. સવારનો આહાર એ દિવસભરની એનેર્જી ઉત્પન્ન કરનારો કહેવાય. દિવસભરના તમામ ભોજનમાં સૌથી અગત્યનું ભોજન સવારનો નાસ્તો છે. શું તમે જાણો છોસવારનો નાસ્તો ન કરવાથી તમારા સ્વાસ્થ્યને કેટલું નુકશાન થાય છે. આવું સતત કરવાથી તમારું વજન, મેમરી, તમારું મુડ, સ્વાસ્થ્ય વગેરે પર અસર પડે છે. સવારનો નાસ્તો ન કરવાથી તમારા શરીરનો મેટાબોલિક ડીપ્રેસન તરફ દોરી જાય છે જેના કારણે તમારું વજન વધવાની શક્યતા રહે છે.
દિવસમાં સુવાની ટેવ : તમને જણાવી દઈએ કે જો તમે દિવસે ઉંઘ લો છો તો આ આદત અનેક બીમારીઓનું કારણ બને છે. ઘણાં લોકોને બપોરનું ભોજન લીધા બાદ 2 થી 3 કલાક સુવાની ટેવ હોય છે જે ખતરનાક છે. જોકે તમે ભોજન લીધા બાદ થાક દૂર કરવા માટે થોડા સમયની ઉંઘ લો છો તો આ નુકસાનકારક નથી હોતું, પરંતુ જમ્યા બાદ 2 થી 3 કલાકનો આરામ નુકસાન કરે છે.
વધારે પડતી પેઈન કીલર્સ દવા લેવાની ટેવ : ઘણા લોકોને નાની નાની સમસ્યામાં પેઈન કીલર્સ દવા લેવાની આદત પડી ગઈ હોય છે. આ દવાઓનો ખુબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ, લાંબા સમયે આ દવાઓ ઉપયોગ શરીર માટે અનેક રોગોને આમંત્રણ આપે છે જેમ કે બ્લડપ્રેશર, હદયની બીમારી, રક્સ્ત્રાવ અને અલ્સર જેવી સમસ્યા થાય છે. માટે પેઈન કીલર્સ જેવી દવાઓના વ્યસનને નિયંત્રણમાં રાખવું જોઈએ.
મોડી રાત સુધી જાગતા રહેવાની ટેવ : જો તમે રાત્રે મોડી રાત સુધી જાગો છો તો આથી તમારી સ્લીપિંગ પેટર્ન બગડી શકે છે અને રાતભર જાગવાથી શરીરનું સર્કલ બગડી જાય છે આથી તમે ઘણી બીમારીઓની ઝપેટમાં આવી શકો છો. સ્લીપિંગ પેટર્ન બગવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નીબળી પડી જાય છે અને તમે તાત્કાલિક માથું ભારે થવું, ખાંસી, શરદી, તાવ વગેરેની ઝપેટમાં આવી શકો છો.
હાથ નહીં ધોવાની ટેવ : તમારી ત્વચા પર હંમેશા અનેક બેકટેરિયા રહે છે તે જો પેટમાં જતા રહે તો ડાયરિયા, ફૂડ પોઈજનિંગનું કારણ બને છે, પરંતુ જો તમે ખાતા પહેલા 20 સેકેન્ડ સુધી યોગ્ય રીતે સાબુથી હાથને સાફ કરીને ખાવ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો, એટલું જ નહીં, જો તમે દિવસભરમાં ઘણીવાર હાથને સાબુથી સ્વચ્છ કરતા રહેશો તો તમારી આંખ, નાક પણ બેક્ટેરિયાના સંપર્કમાં તરત નથી આવતાં.
બહારનો જંક ફૂડ ખાવાની ટેવ : બજારમાં મળતા જંક ફૂડ તમને સ્વાદમાં જીભને સંતોષ આપે પણ એ તમારા શરીરને ખુબ જ નુકશાન કરે છે, અને અનેક રોગોને આમંત્રણ આપે છે. વધારે પડતા જંક ફૂડના સેવનથી અનેક બીમારીઓ ઘર કરી જાય છે જેમ કે ડાયાબીટીસ, હદયરોગ, વજનમાં વધારો, એસીડીટી, પેટનો દુખાવો જેવી અનેક સમસ્યા થાય છે. બને ત્યાં સુધી બહારના જંક ફૂડ ખાવાનું ટાળવું સ્વાથ્ય માટે ખુબ જ હિતાવહ છે.
આમ, તમારી આ ખરાબ ટેવને સુધારીને તમે ઘણી બધી બીમારીથી બચી શકો છો. આ ખરાબ આદતોને સુધારવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે અનેક બીમારીથી મુક્ત રહો.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com