કોળું એ તરબૂચ અને સાકર ટેટી પ્રજાતિનું વેલાવાળું એક ફળ છે. કોળાની છાલ જાડી અને ચીકણી હોય છે. તેમજ તેનો ગર્ભ પીળો, ઘેરા લીલા રંગનો અને નારંગી રંગથી લઈને લાલ રંગનો હોય છે. કોળાનો ઉપયોગ સૂપ એન શાકભાજી બનાવવા માટે કરવામાં આવે છે. વધારે પોષ્ટિક હોવાને કારણે કાચા કોલાનું જ્યુસ પીવામાં આવે છે. અમે અહિયાં આ લેખના માધ્યમથી કોળાના ફાયદાઓ વિશે જણાવીશું.
કોળાનું વાનસ્પતિક નામ કુકુરબિટા મેક્સીમાં Cucurbita maxima Duch. Ex Lam. છે. જેને સંસ્કૃતમાં પીતકૂષ્માંડ, કાશીફળ, ગ્રામ્યા કે ક્દીમા છે. જેને હિન્દીમાં લાલ કુમઢા, કોહડા કે કદ્દુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જેનું અંગ્રેજી નામ Pumpkin છે.
રોગપ્રતિકારક શક્તિ: કોળામાં મેગ્નેશિયમની સારી માત્રા હોય છે, જે માંસપેશીઓ અને રોગપ્રતિકારક પ્રણાલીને મજબુત રાખવામાં મદદ કરે છે. તે શરીરમાં સફેદ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને રોગ પ્રતિકારક પ્રણાલીને મજબુત કરે છે. જે તાવ, ફ્લૂ, શરદી અને ઉધરસ જેવા વિભિન્ન પ્રકારના સંક્રમણ સાથે લડવામાં ખુબ જ લાભકારી છે.
હ્રદય સ્વાસ્થ્ય: કોળાનું સેવન ધમનીઓમાં ગંદકી જમા થવાની રોકે છે જેનાથી હ્રદય રોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો હોય થાય છે. કોળામાં આવેલા એન્ટીઓક્સીડેન્ટની માત્રા ધમનીઓ સખ્ત થવી રોકે છે. તે ઉચ્ચ બ્લડપ્રેશરના ખતરાને ઘટાડે છે. તે કોલેસ્ટ્રોલના શ્રેષ્ઠ પ્રમાણને જાળવી રાખે છે.
ચામડીના રોગ: જો તમારી ચામડી તૈલી હોય તો 1 ચમચી સફરજનના સરકામાં 1 ચમચી કોળાનો ફેસ પેક તૈયાર કરો. આ પછી તેને તમારા ચહેરામાં 30 મિનીટ સુધી લગાવીને રાખો. આ બાદ તેને ચહેરાનો ગરમ પાણીમાં ધોઈ લો અને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમારી ચામડી શુષ્ક હોય તો 2 ચમચી પાકા કોળાના ગર્ભને અડધી ચમચી મધ અને ચમચીના ચોથા ભાગનું દૂધ મિક્સ કરો. આ પછી તેને ચહેરા પર લગાવો અને પછી 10-15 મિનીટ બાદ ગરમ પાણીથી ધોઈ લો.
કાળા ડાઘ: કાળા ડાઘને હટાવવા માટે કોળાનો ઉપયોગ કરી શકાય છે. જેમાં 1 મોટી ચમચી કોળાનો પેસ્ટ,1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી તેલ લઈને તે બધાને મીલાવીને ફેસ પેક તૈયાર કરો. આ ફેસ પેકને ચહેરા પર 30 મિનીટ સુધી લગાવીને રાખો. જયારે આ પાણી સુકાઈ જાય ત્યારે ગરમ પાણીથી ધોઈ લો. આ ફેસ પેકને અઠવાડિયામાં 2 વાર ઉપયોગમાં લઈ શકાય છે.
વાળની સમસ્યા: કોળું પોટેશિયમ અને જિંક જેવા ખનીજ ઓ નો એક ભરપુર સ્ત્રોત છે. પોટેશિયમ વાળને સ્વસ્થ રાખવામાં અને તેને વધવામાં મદદ કરે છે. જિંક કોલેજનને વધારી રાખવામાં મદદ કરે છે, જે વાળને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો તમારા વાળ સુકા થઇ ગયા હોય તો કોળાનો ઉપયોગ કરીને વાળનું હેયર કન્ડીશનર તૈયાર કરી શકાય છે. આ માટે તમારે 2 કપ પાકેલા કોળા, 1 ચમચો કોપરેલ તેલ, 1 ચમચો મધ અને 1 ચમચો દહી લઈને બધાને મિક્સ કરીને આ વસ્તુનો પેસ્ટ તૈયાર કરી વાળ ઉપર લગાવો. આ પછી એક ટોપી પહેરીને 15 મિનીટ પર માથામાં લગાવી રાખ્યા બાદ વાળને સરખી રીતે ધોઈ લો.
વજન ઘટાડે: કોળું ખુબ જ સારી કેલરી વાળું ફળ છે. 100 ગ્રામ કોળામાં માત્ર 26 કેલોરી હોય છે. જેથી શરીરમાં વજન વધારનારી ચરબી જમા થતી નથી અને જમા થયેલી ચરબીનો ઉપયોગ થવા લાગે છે. કોળામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે સંક્રમણથી શ્વસન પ્રણાલીનું રક્ષણ કરે છે. જે અસ્થમાના હુમલાને રોકવામાં મદદ કરે છે. કોળાનું નિયમિત રૂપથી સેવન સોજા સંબંધિત રોગ જેવા કે રૂમેટાઈડ આર્થરાઈટીસ થવાના જોખમને ઓછુ કરે છે.
પેપ્ટિક અલ્સર: કોળું એક ખુબ જ સારું ભોજન છે જે ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જે એક મૂત્રવર્ધકની જેમ કાર્ય કરે છે, જે શરીરથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવા માટે ખુબ જ ઉપયોગી છે. કોળાના ઔષધીય ગુણ પેટના અલ્સર થવાને રોકે છે.
તણાવ: શરીરમાં ટ્રીપ્ટોફૈન એક પ્રકારના એમીનો એસિડના અભાવ અક્સર અવસાદનું કારણ બને છે. કોળું એલ-ટ્રીપ્ટોફૈનમાં પરિપૂર્ણ હોય છે, જે એક એમીનો એસિડ છે જો અવસાદ અને તણાવને ઓછો કરે છે. કોળાના મગજ શાંત રાખનારા ગુણ અનિંદ્રાના ઈલાજમાં ખુબ જ પ્રભાવી હોય છે. ઊંઘની સમસ્યાથી પરેશાન વ્યક્તિએ સુતા પહેલા કોળાના થોડા બીજ લેવા જરૂરી છે. તેને બીજા ફળ સાથે લઇ શકાય છે. કામના તણાવ અને જીવનની સમસ્યાને કારણે માથાના દુખાવાની તકલીફ હોય તો કોળાનો ઘરેલું ઉપચાર ખુબ જ ઉપયોગી છે. કોળું તથા આમલીનો ઉકાળો બનાવીને 10 થી 20 મિલી ઉકાળામાં સાકર ભેળવીને પીવાથી માથાનો દુખાવો મટી જાય છે.
ફાટેલા હોઠ: શરીરમાં કોઇપણ બીમારીઓને કારણે અથવા ગરમી કે શરદીના કારણે હોઠ ફાટેલા રહે છે. એવામાં કોળાના બીજોને આવી રીતે ઉપયોગ કરવા પર ફાટેલા હોઠોમાં મુસ્કાન આવી જાય છે. કોળાના બીજોને વાટીને હોઠો પર લગાવવાથી ફાટેલા હોઠો ઠીક થઇ જાય છે.
કૃમિ કાઢવા માટે: જો કોઈ બીમારીથી બાળકો ખુબ જ પરેશાન રહે છે. તો તેનાથી રાહત મેળવવા માટે કોળાના પ્રયોગ આવી રીતે કરવાથી લાભ મળશે. 1-૩ ગ્રામ પીળા કોળાના બીજના ચૂર્ણનું સેવન કરવાથી પેટથી સંબંધિત પેટના કૃમિ કાઢવામાં મદદ કરે છે.
આંખોનું સ્વાસ્થ્ય: કોળું વિટામીન એ(A) નો ખુબ જ સારો સ્ત્રોત છે. જે વિટામીન એ આંખોને સ્વસ્થ રાખવામાં અને સારી દ્રષ્ટિ બનાવી રાખવામાં આવશ્યક છે. કોળામાં આવેલા જીયેજેન્થીન આંખો માટે લાભકારી પ્રાકૃતિક તત્વ છે જે આંખોમાં રેટીનાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવાના ગુણ હોય છે. તે વડીલોની ઉમરથી સંબંધિત આંખોની બીમારીઓને થતી રોકવામાં મદદ કરે છે.
એસીડીટી: કોઈ મસાલેદાર ભોજન કરવાથી અથવા કોઈ આડઅસરના કારણે પેટમાં એસીડીટ સ્ત્રાવનું પ્રમાણ વધી જાય છે. જેના લીધે પેટમાં જલન થવા લાગે છે કે જેનાથી બચવા માટે કોળું ખુબ જ ઉપયોગી છે. એસીડીટના અંદર બળે છે અને ખાટા ઓડકારો આવે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે કોળાના નાના ફળોને તળીને તેનો રસ કાઢીને પીવાથી યકૃત અથવા લીવર, હ્રદય તથા આમાશયમાં બળવાની સમસ્યાથી છુટકારો મળે છે.
હરસમસા: વધારે મસાલેદાર ભોજન, તીખું ભોજન વધારે પ્રમાણમાં ખાવાથી હરસમસાની બીમારી થવાની સમભાવના વધી જાય છે. તેમાં કોળાનો ઘરેલું ઉપચાર ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કોળાની છાલોને સુકાવીને, વાટીને ખાવાથી હરસમસામાં અત્યંત લાભ થાય છે.
લોહીનો વધારે સ્ત્રાવ: જો હરસમસાના કારણે વધારે પ્રમાણમાં લોહી નીકળી રહ્યું હોય તો કોળાના ઔષધિય ગુણ ખુબ જ ઉપયોગી થાય છે. કોળાના ફળના ગર્ભને ખાંડની ચાસણીમાં પકાવીને, 5 થી 10 ગ્રામની માત્રામાં સેવન ક્ર્વાથું હરસમસાને લીધે થતો લોહીનો સ્ત્રાવ અટકે છે.
આમ, કોળું ખુબ જ ઉપયોગી ફળ છે, જેનો ખાસ કરીને યજ્ઞ સમયે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે ઔષધીય ગુણોથી ભરપુર છે તેમજ મગજની બીમારી, ગાંડપણ, વળગાડ, જેવા મગજના રોગો માટે ખુબ જ ઉપયોગી છે. સાથે તે ઉપરોક્ત બીમારીઓ સહીત અનેક બીમાંરીઓને પણ ઠીક કરે છે. માટે આ ઉપયોગોને કારણે તેને ઔષધી ગણીને ઉપયોગ કરવો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.