આ વનસ્પતિ ઘણી જાગ્યાએ જોવા મળે છે. આ વનસ્પતિ સાધારણ દેખાતી આ વનસ્પતિ ખુબ જ ઔષધી છે. આયુર્વેદ અનુસાર આ ઉપલેટ ઘણાબધા રોગોની રામબાણ જડીબુટ્ટી છે. આ છોડનું વાનસ્પતિક નામ Saussurea costus (Falc.) Lipsch. (સોસ્શુરિયા કોસ્ટસ) છે. જેને અંગ્રેજીમાં Saussurea lappa તેમજ Kuth root તરીકે ઓળખવામાં આવે છે. જેનું સંસ્કૃત નામ કુષ્ઠ, પરીભાવ્ય, વ્યાપ્ય, ઉત્પલ, કાશ્મીરજા, પાકલ વગેરે નામોથી પણ તે ઓળખાય છે. આ વનસ્પતિના આયુર્વેદિક ફાયદાઓને પરિણામે અમે તેના વિશે અહિયાં જણાવી રહ્યા છીએ.
આ ઉપલેટ મજબુત અને સીધો છોડ છે. જેની લંબાઈ એક મીટરથી 2 મીટર સુધીની હોય છે. તેની ડાળખીઓ મોટી અને રેસાયુક્ત હોય છે. તેના મૂળ ગાજરની જેમ અંદર હોય છે. ખેડૂતો આ છોડની ખેતી કરવા માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં તેની ખેતી કરે છે. શિયાળામાં આ છોડનો વિકાસ ખુબ જ થાય છે. આ છોડ બારમાસી છોડ છે. આ પાકની ખેતી ગઢવાલ વિસ્તારમાં વધારે થાય છે. આ વનસ્પતિની ખેતી કરવા માટે બીજ અને મૂળનો ઉપયોગ કરી શકાય છે.
જળોદર : ઉપલેટને ઈલાયચી સાથે સવારે અને સાંજે સેવન કરવાથી પેટમાં ભરાયેલું પાણી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. તેનાથી પાચન તંત્રમાં સુધારો આવે છે અને હ્રદયની કમજોરી દુર થાય છે. ઉપલેટને ગુલાબ જળમાં વાટીને પેટ અને હાથપગ પર લેપ કરવાથી જળોદર પેટમાં પાણી ભરાવાનો રોગ ઠીક થાય છે.
માથાનો દુખાવો : કાંજી સાથે ઉપલેટ અને એરંડાના મૂળને વાટીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો દુર થાય છે, માથાનો દુખાવો થવા પર ઉપલેટને ગુલાબજળમાં વાટીને માથા પર લેપ કરવાથી અસ્થમા અને દમના રોગમા પણ લાભ થાય છે.
સોજો: ઉપલેટને ગુલાબજળમાં ભેળવીને લેપ કરવાથી હાથપગ અને પેટનો સોજો ઉતરી જાય છે. 1 થી 2 ટીપા ઉપલેટનું તેલ નાકમાં નાખવાથી છીંકની પરેશાનીમાં લાભ થાય છે. વાની બીમારીના સોજા પણ આ ઔષધીથી ઉતરે છે.
મેલેરિયા: ઉપલેટના 180 થી 240 મીલીગ્રામની માત્રામાં ઘી અને મધ સાથે ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી થોડા જ દિવસમાં મેલેરિયા મટી જાય છે. ઉપલેટના આયુર્વેદિક ગુણના કારણે તે મેલેરિયાનો રોગ મટાડે છે. જેથી મેલેરિયા માટે તે ખુબ જ ઉપયોગી છે.
ખાંસી: 10 થી 15 મિલી ઉપલેટના મૂળનો ઉકાળો બનાવી લો. 500 મીલીગ્રામ નાની ઈલાયચીનું ચૂર્ણ ભેળવી દો. તેનું સેવન કરવાથી ખાંસીમાં લાભ થાય છે. ઉપલેટના ચૂર્ણને પાનમાં રાખીને ચાવવાથી ખાંસીનો ઈલાજ થાય છે. ઉપલેટનો ધુમાડો લેવાથી શરદી અને ઉધરસમાં લાભ થાય છે.
પેટના રોગો: દેવદાર, હેમવતી, વચા, ઉપલેટ, શતપુષ્પા, હિંગુ અને સિંધવ મીઠું લો. તેને કાંજી વગેરે અમ્લ દ્ર્વ્યથી વાટીને પેટ પર લેપ કરવાથી ગેસની સમસ્યાથી લાભ થાય છે. 60 મીલીગ્રામ પાપડાખારમાં 1 થી 2 ગ્રામ ઉપલેટ તથા 60 મિલી ગ્રામ નવસારને તેલ સાથે ભેળવીને સેવન કરો. તેનાથી વાના કારણે થનારી પેટની સમસ્યામાં લાભ થાય છે. 60 મીલીગ્રામ પાપડાખાર, 1 થી 2 ગ્રામ ઉપલેટ તથા સિંધવ મીઠું ભેળવી દો. તેનાથી ગરમ પાણીમાં સાથે સેવન કરવાથી ગેસની તકલીફ દુર થાય છે.
ગઠીયો વા: 10 થી 30 મિલી ઉપલેટના મૂળનો ઉકાળો બનાવી લો. તેમાં 500 મીલીગ્રામ નાની ઈલાયચીનું ચૂર્ણ ભેળવી દો. તેનું સેવન કરવાથી ગઠીયો વા ગંભીર અવસ્થામાં હોય તો પણ લાભ થાય છે. ઉપલેટના તેલથી માલીશ કરવાથી ગઠીયો વામાં લાભ થાય છે.
શ્વાસ બીમારી : 10 થી 15 મિલી ઉપલેટના ઉકાળાનું સેવન કરવાથી અને તેમાં 500 મિલીગ્રામ નાની ઈલાયચીનું ચૂર્ણ ભેળવી તેનું સેવન કરવાથી શ્વાસના રોગોમાં લાભ મળે છે. 1 થી 2 ગ્રામ ઉપલેટના ચૂર્ણમાં મધ ભેળવીને રોગીઓને ચટાડવાથી શ્વાસોની બીમારીમાં લાભ થાય છે.
ચહેરાના ચમક : બીજોરાના રસમાં ઉપલેટનો પેસ્ટને 7 દિવસ સુધી પલાળી દો. આ પછી તેમાં મધ ભેળવી દો. તેનો ચહેરા પર લેપ કરવાથી ચહેરા પર થનારા વિકારો નાબુદ થઇ જાય છે. જેનાથી ચહેરાની રોનક વધે છે. ઉપલેટ, સરસવ, તલ, હળદર તથા દારૂ હળદરને પાણીમાં વાટી લો. તેનો લેપ કરવાથી રંગ ઉઘડે છે અને ચહેરાના ચમક વધે છે.
શરીરની દુર્ગંધ: જાંબુના પાંદડા, અર્જુનના પાંદડા તથા ઉપલેટના બારીક ચૂર્ણને દરરોજ મસળીને તેનાથી શરીરમાં પરસેવામાંથી દુર્ગંધ બંધ થઇ જશે. પાન, ઉપલેટ તથા હરડેને સમાન માત્રામાં લઈને વાટી લો. તેનો લેપ કરવાથી શરીરમાંથી આવનારી દુર્ગંધ નાબુદ થાય છે.
સાપ-વીંછીનું ઝેર: બરાબર માત્રામાં મનશીલા, ઉપલેટ, કણજી બીજ, સરસેડોના બીજ તથા સવણના બીજ વાટી લો. તેના 250-500 મીલીગ્રામની ગોળીઓ બનાવી લો. તેને ખવડાવવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે. 50-50 સુગંધબલા અને ઉપલેટનું ચૂર્ણ 200 ગ્રામ ઘી તથા મધમાં ભેળવી દો. તેને થોડુ થોડું કરીને 5 થી 10 ગ્રામ કરીને પીવડાવવાથી સાપના ઝેરનો પ્રભાવ ઓછો થાય છે.
આ ઔષધી દ્વારા છીંક, ખાંસીનો રોગ, પેટની બીમારી, હરસમસા, ગોનોરિયા, ગઠીયો વા, નાભી પાકવી, લકવો રોગ, કમળો રોગ, ઘાવ સૂકવવા, ચામડીનો રોગ, તાવ, હિસ્ટીરિયા, વાળની સફેદી, ધાધર, શરીરની સ્વસ્થતા, સફેદ ડાઘ, ડાયાબીટીસ વગેરે રોગોમાં ખુબ જ ફાયદો થાય છે.
આમ, ઉપલેટ ખુબ જ ઉપયોગી ઔષધી છે, જે ઉપરોક્ત રોગો સિવાય બીજા પણ રોગોમાં ઈલાજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ જડીબુટ્ટીનું આયુર્વેદમાં ખુબ જ મહત્વ છે બીજી જડીબુટ્ટીઓમાં મિશ્રણ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
Image Source : www.google .com