સળેખમ એટલે કે સાયનસ અથવા પીનસ રોગ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. આ રોગમાં રાહત મેળવવા માટે આયુર્વેદિક ઔષધીઓ ખુબ જ અસરકારક પરિણામ આપે છે. સળેખમ નાક અને શ્વસન તંત્ર સાથે જોડાયેલો હોવાથી નાક શ્વસન તંત્ર સંબંધી બીમારીના ઇલાજના ઘણા ઉપાયો કારગર નીવડે છે. સાયનસ પ્રક્રિયા નાકથી લેવામાં આવેલી હવાને હળવી બનાવવા અને માથાને હલકું કરવાનું કાર્ય કરે છે. આ તમામ પ્રક્રિયા માથામાં કાર્ય કરે છે.
સળેખમના લક્ષણો: નાકમાંથી પાણી પડે છે, નાક બંધ થાય છે. દર્દી સુગંધ કે દુર્ગંધ અનુભવી શકતો નથી. નાક અંદરથી ફૂલે છે, માથું- કપાળ ભારે રહે, દુઃખે છે, નબળાઈ આવે છે, થાક લાગે છે તેમજ ઉધરસ અને ખાંસી રહે છે. નાકમાંથી બહાર નીકળતા પાણીમાં લોહી દેખાય, નાકમાં સડો થાય ત્યારે દુર્ગંધ આવે, નાકનું હાડકું સડીને બહાર આવે. શરીર નબળું પડે, તાવ રહે, નાક સુકું-છોડ જેવું થઈ જાય.
સળેખમ કારણો: વારંવાર થતી શરદી કે જૂની શરદી ન મટતા આ રોગ થાય, બહારથી ઈજા, સીફીલસ તથા કેન્સરના કારણે આ રોગ થાય છે. વાયરસ, ફૂગ કે બેક્ટેરિયાના સંક્રમણથી પણ આ રોગ થાય છે. અમે સળેખમ મટાડવાના ઉપચારો અહિયાં બતાવીએ છીએ જેનાથી આ રોગમાં રાહત મેળવી શકાય છે.
ગાજર: ગાજરના રસમાં ઉત્તમ ચિકિત્સા ગુણો આવેલા છે જે સળેખમના ઈલાજમાં ખુબ જ ઉત્તમ છે. આ ઉપાય માટે ગાજરને મિક્સરમાં પીસીને તેનો એક ગ્લાસ રસ કાઢો. આ રસને બીટ, કાકડી અથવા પાલકના રસ સાથે સેવન કરવાથી સળેખમમાં ફાયદો થાય છે, તે સળેખમના લક્ષણોને મટાડે છે.
હળદર અને આદું: જો તમે સળેખમથી તરત જ છુટકારો મેળવવા માંગો છો તો હળદર અને આદુના મૂળથી બનેલી ચાનું સેવન કરો. હળદરમાં ઘણા ઔષધીય ગુણો હોય છે તેમાં આવેલા તત્વો બળતરા અને દાહ વિરોધી અસર ઉભી કરે છે, જેથી એલેર્જી અને ચિડીયાપણું દુર કરે છે, આદુંના મૂળ નાક ખોલવામાં મદદ કરે છે અને અંદરની ગરમીને સાફ કરે છે. જેના માટે 1 ઈંચ હળદર અને 11 ઈંચ આદુના મૂળ લો. આ બંને ને મસળીને એક કપ ઉકળતા ગરમ પાણીમાં નાખો અને ઉપરથી ઢાકણ લગાવી દો. તેને 10 મિનીટ સુધી આંચ પર રાખો અને પછી ગાળી લો. આ ચાનું સેવન કરવાથી સળેખમના દર્દથી છુટકારો મળશે.
તુલસી: તુલસીના પાંદડા, લસણ, ડુંગળીના રસ સાથે ખાંડીને ઉકાળેલા ગરમ પાણીમાં નાખીને નાક મોઢાથી નાસ લો. તુલસીના પાંદડા, લસણ, ડુંગળીના વિક્સથી બનેલી નાસ દિવસમાં વારંવાર લેવાથી તે એક ઔષધી તરીકે કાર્ય કરે છે. તુલસી, લસણ, ડુંગળીની વરાળ સળેખમની બીમારીને જલ્દીથી ઠીક કરે છે.
જાયફળ: જાયફળ, પુષ્કર મૂળ, કાકડાશીંગી, સુંઠ, મરી, ધમાસો અને વરીયાળીનો ઉકાળો કરી પીવો અથવા એ દવાનું ચૂર્ણ આદુના રસ તથા મધ સાથે દરરોજ પીવું તેમજ નાકમાં ગરમ દિવેલના ટીપા નાખવાથી પીનસ રોગ એટલે કે સળેખમ મટે છે.
લીંડી પીપર: સુંઠ, લીંડી પીપર અને નાની એલચીના બીજ સરખા ભાગે લઈને ચૂર્ણ કરી, દરરોજ 2 થી ૩ ગ્રામ આ દવા 1 વર્ષ જૂના ગોળમાં કે મધમાં દિવસમાં બે વખત લેવાથી સળેખમમાં ખુબ જ અસરકારક ઉપાયથી કાર્ય કરે છે. લીંડી પીપરનું ચૂર્ણ દરરોજ 1 વર્ષ જૂના ગોળ કે મધમાં દિવસમાં 2 વખત લેવાથી સળેખમ મટે છે.
એળિયો: એળિયો અને લવિંગનું ચૂર્ણ કરી ગોળ કે મધમાં મરી જેવડી ગોળીઓ વાળી લઈ, તે રોજ 2-2 ગોળી ગરમ કરી પાણીમાં પી જવી. સાથે નાકમાં સરસીયા તેલના ૩ થી 4 ટીપા પાડવા કે કાયફળ ચૂર્ણ અથવા છીંકણી સુંઘવાથી જુનો સળેખમમાં લાભ થાય છે. અથવા રોજ ગોમૂત્રના નાકમાં ટીપા પાડવા.
ભાંગરો: ભાંગરાના રસના 250 મિલીલીટર, તલના તેલને 250 મીલીલીટર, સિંધવ મીઠું 10 ગ્રામ, ત્રણેયને ભેળવીને ધીમી આગ પર પકાવીને તેલ ગરમ કરી લો. આ તેલના લગભગ 10 જેટલા ટીપા સુધી નાકના બંને નસકોરામાં પાડવાથી, અંદર દુષિત કફ તથા કીડા બહાર નીકળી જાય છે. જેના લીધે સળેખમમાં રાહત થાય છે.
મેથી: મેથીના અને અળસીના ૩ ગ્રામ દાણાને 175 ગ્રામ પાણીમાં પકાવીને થોડુક વધે ત્યારે ઉતારીને ગાળી લો. આ મિશ્રણ ૩ થી 4 ટીપા પીવાથી દરેક પ્રકારે બગડેલા કફ, શરદી કફના કારણે થયેલો તાવ વગેરેમાં આરામ મળે છે.
આ સિવાય કાળા મરી 2 ગ્રામને ગોળ અને દહી સાથે સેવન કરવાથી સળેખમ રોગમાં લાભ થાય છે. તુલસીના પાંદડાના ચૂર્ણને સુંઘવાથી જુનો સળેખમ મટે છે. જીરાનું ચૂર્ણ અને ઘી તથા સાકરમાં ભેળવીને ખાવાથી સળેખમ મટે છે. હરડેનો ઉકાળો બનાવીને નાકમાં નાખવાથી સળેખમમાં આરામ મળે છે.
આમ, આ ઔષધિઓના ઉપયોગ દ્વારા સળેખમમાં ખુબ જ ફાયદો મેળવી શકાય છે. સળેખમ નાક અને શ્વસન તંત્ર સાથે જોડાયેલો હોવાથી નાક શ્વસન તંત્ર સંબંધી બીમારીના ઇલાજના આ ઉપાયો ખુબ જ કારગર નીવડે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ ઉપયોગી થાય અને સળેખમમા રાહત મેળવી શકો.
Image Source : www.google.com