આયુર્વેદિક જડીબુટ્ટીઓમાં અમુક ઔષધી એવી છે કે જેનો આહારમાં સમાવેશ કરીને ઝડપથી વજન ઘટાડી શકાય છે. આ જડીબુડ્ડીઓ કુદરતી રીતે પેટની ચરબી ઓગાળવાનું કાર્ય કરે છે. સાથે તે શરીરમાં મેટાબોલીઝમને કાર્યરત કરીને પાચનક્રીયાને સુધારે છે. આજે વજન વધવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન છે. પરંતુ પેટની ચરબીને દુર કરવી કોઈ સરળ કામ નથી. ખાસ કરીને કમર વધવી આરોગ્ય માટે ખુબ જ નુકશાનકારક છે. જેના લીધે બીજી ઘણી બીમારીઓ પણ આવે છે.
વજન વધવાના કારણો: ગતિશીલ જીવન શૈલી, વધારે ઊંઘ, અસ્વસ્થ આહાર, હાઈપોથાઈરોઈડ, અનિંદ્રા, પીસીઓડી, કુશિંગ સિન્ડ્રોમ, કિડનીની બીમારી, લીવર સોરાયસીસ, ઓવેરિયન કેન્સર, સ્ટ્રેસ, દવાઓનું વધારે સેવન, કફ વધારનારા ખોરાક, ચયાપચય ક્રિયામાં ખામી, આનુવંશિક રીતે વારસાગત વગેરે કારણે વજન વધે છે.
વજન વધારાના લક્ષણો: શ્વાસ ફૂલવા લાગે, વધારે પરસેવો થાય, સુતી વખતે નસકોરા ગાંજે, થાક મહેસુસ થાય, કમર અને સાંધામાં દુખાવો થાય, શરીરના અલગ અલગ ભાગોમાં સોજો આવી જાય, માનસિક અને મનોવિજ્ઞાનિક લક્ષણ જેવા કે આત્મ સન્માન, આત્મ વિશ્વાસમાં ઉણપ વગેરે વજન વધારાના લક્ષણો જોવા મળે છે. અમે આહિયા એવી કુદરતી ઔષધી વિશે બતાવીશું કે જેનાથી વજન ઘટાડી શકાય છે. ચાલો જાણીએ શરીરના વજનને ઓછુ કરવાની આયુર્વેદિક ચીજો વિષે.
મેથી: મેથીને પાચન અને વજન ઓછું કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મેથીમાં મળી આવનારા ગેલેક્ટોમેનન, જે એક પાણીમાં ઘુસનશીલ ઘટક છે. તમારી ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નહિ થવા દે. તે તમારા શરીરમાં મેટાબોલીઝમ દરને વધારી શકે છે. માટે મેથી શરીરનું વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ ઉપાય છે, તેને વાટીને પાવડર બનાવી શકાય છે. તમે આ પાવડરને ખાલી પેટ સેવન શકો છો. આમ મેથીના પાવડરના નિયમિત સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.
ત્રિફળા: પ્રાચીન સમયથી વજન ઓછુ કરવા માટે ત્રિફળા ઉપયોગમાં લેવામાં આવે છે. આમળા, હરડે અને બહેડા ત્રણેય ભેળવીને બનાવવામાં આવેલુ ચૂર્ણ ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે, તેનું સેવનથી શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. રાત્રે ખાવાના 2 કલાક પહેલા અને નાસ્તાથી અડધા કલાક પહેલા ગરમ પાણી સાથે એક અથવા અડધી ચમચી ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી પેટની વધારાની ચરબીથી છુટકારો મળી શકે છે.
અજમાંનું પાણી : અજમાના સેવનથી ઝડપથી વજન ઘટાડી શકાય છે, નિયમિત સવારે અજમાનું પાણી પીવાથી શરીરમાં મેટાબોલિજમ તેજ બને છે સાથે તેનાથી ચરબી ઘટાડવા મદદરૂપ થાય છે. 20 ગ્રામ જેટલા અજમાને 1 ગ્લાસ પાણીમાં રાતભર પલાળી દો, સવારે તેને ગાળી અને તેમાં મધ નાખીને પીવાથી વજન ઘટે છે. આ ઉપાય 15 થી 20 દિવસ સુધી કરવાથી વજન ઘટે છે. અજમાંની તાસીર ગરમ હોવાથી સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
મલબાર આમલી : વજન ઓછું કરવા માટે પહેલો પ્રાકૃતિક ઉપચાર છે મલબાર આમલી. તે આમલી આજના સમયે વજન ઘટાડવામાં બેહદ કારગર સાબિત થાય છે. તે પેટ પર ચરબી જામવાની ક્રિયાને ઓછી કરે છે. એમાં હાઈડ્રોકસીસિટ્રીક એસિડ મળી આવે છે જે મેટાબોલીઝમને વધારવામાં મદદ કરે છે અને ભૂખને ઓછી કરે છે. તેના સેવનથી 30 દિવસની અંદર વજન ઓછું થઈ જાય છે.
વિજયસાર: વિજયસારના વૃક્ષની છાલ વજન ઓછું કરવા માટે અને ડાયાબીટીસને પ્રબંધન માટે ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર વિજયસારની છાલ રાળ છોડે છે, જે સ્વસ્થ પાચન તંત્ર બનાવી રાખવામાં મદદ કરે છે. હર્બલ ચા ની જેમ વિજયસારનું જલ્દી જ સેવન ચરબીથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે.
તજ: તજ આપણા ભોજનની સુગંધ અને સ્વાદ વધારે છે, સાથે તેના ઔષધીય ગુણ છે. તજ પાચનને ઠીક કરે છે અને વજનને કન્ટ્રોલ કરે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને મેટાબોલીઝ્મમાં પણ સુધારો કરે છે. તજનો ઉપયોગ તમે ચામાં પણ કરી શકો છો. તજ ચાનો સ્વાદ વધારે છે અને સાથે તે લોહીમાં સુગરને પણ કન્ટ્રોલ કરે છે.
જીરાનું પાણી: જીરાનું પાણી કોઈ સામાન્ય પાણી નથી પરંતુ એક જાદુઈ ચમત્કારિક પાણી છે. જીરાનું પાણી વજન ઘટાડે છે અને સાથે તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેનું આ પાણી બનાવવું ખુબ જ આસાન છે. એલ ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું નાખીને તેને 10 મિનીટ સુધી ઉકાળો. આ પછી ઉકાળીને તેને ઠંડું પડવા દો. માટે જીરાનું પાણી વજન ઘટાડવા માટે કારગર ઉપચાર સાબિત થાય છે.
એલોવીરા: એલોવીરા એટલે કે કુવારપાઠું શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે મેટાબોલીઝમને વધારે છે જેનાથી પાચનક્રિયા ઠીક થાય છે અને વજન ઓછુ કરવામાં મદદ મળે છે. કુવારપાઠાના રસનું આ મિશ્રણ દરરોજ સેવન કરવાથી વજન ઘટે છે.
મીઠા લીમડો: મીઠા લીમડાના પાંદડા ચરબીને બાળવામાં ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં આ વચ્ચે બતાવવામાં આવે છે, વજન ઓછુ કરવાની સાથે લીમડાના પાંદડા સુગરના લેવલને નિયંત્રિત કરે છે અને તેમાં એન્ટી- ઈન્ફ્લામેટ્રી ગુણ પણ હોય છે. તે નાના આંતરડાના અને પેટના કાર્યોને વ્યવસ્થિત કરે છે. લીમડાના પાંદડાનો ઉપયોગ દાળ અને શાકભાજીમાં કરો. તમે તેને ઉકાળીને ગરમ પાણી પણ પી શકો છો. અથવા મીઠા લીમડાના પાંદડા ચાવી પણ શકો છો.
આમ, આ ઉપયોગ કરીને તમે વજન સહેલાઇથી ઘટાડી શકો છો. આ ઉપચાર કરીને પેટની ચરબીને બાળી શકો છો જેથી ચરબી ઓગળીને તે ચરબીનું શરીરમાં મિશ્રણ તત્વોમાં રૂપાંતર થઈ જાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે અને ચરબીને ઘટાડી શકો. સાથે ચરબી ઘટવાથી બીજી બીમારીઓ પણ દુર રહે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : google.com