શરીરમાં કળતર એ ઘણા બધા કારણોથી થાય છે, જેમ કે લાંબા સમય સુધી ઉભા રહેવાથી, ચાલવાથી કે વ્યાયામ કરવાથી પણ રોજબરોજના જીવનમાં હાથ-પગમાં દર્દ થઈ શકે છે. શરીરમાં દર્દથી રાહત મેળવવા માટે ઘણા ઉપાયો છે જે અમે અહિયાં બતાવીએ જેનાથી શરીરમાં કળતરથી છુટકારો મેળવી શકાય છે.
શરીરમાં કળતરના લક્ષણો: આખા શરીરમાં બધાં અંગોમાં કળતર પીડા થાય, દર્દમાં શૂળ ઝટકા મારે, આ રોગને અંગમર્દ કે સર્વાંગ શૂળ કહેવામાં આવે છે, શરીરમાં થાક લાગે, શરીરમાં તાપમાનમાં બદલાવ કે પરીવર્તન, ઠંડા અને ફ્લુ જેવા લક્ષણો આ રોગમાં હોય છે.
શરીરમાં કળતર કારણો: ભારે શ્રમનું કામ, ખુબ વધુ ચાલવું, અનિંદ્રાથી પૂરી ઊંઘ ન થવી, જરૂરી આરામ ન મળવો, ઓછો-અપોષક-લુખો ખોરાક મળવો, ભારે તાવ કે શરદી સળેખમ જેવા રોગ, શરીરમાં માર પડવાથી કે ઈજા પછડાટ કે અકસ્માતથી ઈજા થવી, માનસિક ભારે શ્રમ કે તણાવ, ભારે ચિંતા, હતાશા, લાંબી બીમારી, અંગ બળી જવું, શરીરમાં કોઈ રોગ વગેરે કારણોથી આ રોગ થાય છે.
એરંડી: કળતરથી રાહત આપનારા ગુણો એરંડીમાં ભરપુર છે, એરંડી શરીરમાં સોજો અને દર્દમાં આરામ આપવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ માથાનો દુખાવો, તાવ અને સાંધાના ઈલાજમાં ખુબ જ ઉપયોગી છે. વા ના કારણે શરીરમાં કળતર થતું હોય તો તેને નિયંત્રણમાં રાખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એરંડા, એરંડાનું તેલનો ઉપયોગ કરવાથી શરીરનું કળતર મટે છે.
ભોય રીંગણી: તે આયુર્વેદિક જડીબુટ્ટી પ્રજનન અને શ્વસન પ્રણાલીઓને પ્રભાવિત કરે છે. આ ભોય રીંગણી તાવ અને અર્થરાઈટીસના કારણે થનારા શરીરમાં દર્દના ઉપચારમાં ઉપયોગી છે. શરીર દર્દના આયુર્વેદિક ઈલાજ કરતા સમયે ભોયરીંગણીનો ઉપાય ઉકાળો અથવા પાવડરના રૂપમાં કરવો જોઈએ.
જેઠીમધ: શરીર કળતરમાં આ જડીબુટ્ટી શરીરમાં દર્દ અને સોજો કાબુમાં કરવામાં ખુબ જ મદદ કરે છે. જેઠીમધનો પાવડર વાની બીમારીને શરીરમાંથી નાબુદ કરે છે. વા શરીરમાં કળતરનું મુખ્ય કારણ છે, માટે જેઠીમધ આ ઉપાયમાં ખુબ જ ઉપયોગી થાય છે. જેઠીમધને ઉકાળો કે પાવડરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
કૌવચ: કૌવચ આયુર્વેદિક જડીબુટ્ટી તંત્રિકા અને રીપ્રોડકટીવ સીસ્ટમ પર કાર્ય કરે છે. તેમાં કૃમિનાશક અને દર્દનાશક ગુણ હોય છે, જેના લીધે શરીરમાં દર્દ, અપચો અને તાવના કારણે થનારા શરીરના દર્દને ઓછું કરવામાં ખુબ જ ઉપયોગી છે. તે શરીરમાં વધેલા વા ના દોષને ઘટાડે છે. આ જડીબુટ્ટીનો ઉપયોગ ઉકાળો અને પાવડરના રૂપમાં કરી શકાય છે.
સરસવ તેલ: દરરોજ શરીરે તલનું તેલ, કોપરેલ તેલ, સરસિયુ તેલ કે પછી અશ્વગંધાનું તેલ આખા શરીરે સારી રીતે માલીસ કરાવવું. અંગચંપી કરાવવી. હુંફાળા ગરમ કે ઠંડા પાણીથી દિવસમાં બે વખત સ્નાન કરવું. સારું બ્રાહ્મી, ભાંગરા, આમળાનું કેશ તેલ માથે સારી રીતે ઘસવું.
અશ્વગંધા: દુધમાં અશ્વગંધા અડધી ચમચી, 2-૩ બદામનો ભૂકો, 2 ગ્રામ સુંઠ અને એક એલચીની ભૂકી તથા ખાંડ નાખી ઉકાળીને દરરોજ સવારે અને સાંજે પીવું. નાસ્તામાં ઘઉંના લોટ-ગોળ-સુંઠની રાબ ખાવી. આ ઉપચાર કરવાથી શરીરમાંથી કળતર મટે છે.
શતાવરી: શતાવરી, અશ્વગંધા, સુંઠ, બળદાણા, કૌચાબીજ, ગોખરું, વિદારીકંદ, જાયફળ, નાગકેશર, મજીઠ, તજ અને ગંઠોડા સરખા વજને લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. દરરોજ સવારે અને સાંજે 1 ચમચી ગરમ દુધ કે ઘી સાકરમાં મિલાવી ચાટવાથી શરીરનું કળતર મટે છે.
ચારોળી: 200 મિલી ગાયના દુધમાં ચારોળી 5 ગ્રામ, કિસમીસ 5 ગ્રામ, એલચી 2 નંગની ભૂકી, ખાંડ 1 થી 1.5 ચમચી તથા થોડું કેસર નાખી, ઉકાળો કરી નીચે ઉતારી, જરા ઠર્યા પછી દૂધ સવારે અને સાંજે પીવું. વધુ ઝડપથી લાભ લેવા, તેમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી નાખીને દૂધ પીવું.
ચેરી: ચેરી શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે, તેમાં સારી માત્રામાં મેગ્નેશિયમ, પોટેશિયમ હોય છે. તે સાંધા અને માંસપેશીઓના દર્દને દુર કરે છે. જે લોકોને વાની તકલીફ હોય તેને શરીર કળતું હોય છે, જેથી વાની સમસ્યામાં ચેરીના રસનું સેવન દરરોજ કરવું જોઈએ. તે સિવાય દિવસમાં 10 થી 12 ચેરીઓ ચાવીને ખાવી જોઈએ. જેનાથી સાંધાના દ્દુખાવા અને શરીરની સમસ્યા ઠીક થઈ જશે.
કેળા: કેળાનું દરરોજ સેવન કરવાથી શરીર ચુસ્ત અને ફીટ રહે છે. કેળામાં પોટેશિયમની માત્રા હોય છે જે માંસપેશીઓને મજબુત કરવામાં મદદ કરે છે. તે વ્યક્તિઓમાં થાક, સંકોચન અને કમજોરીને દુર કરે છે. શરીરમાં કળતરના દર્દની સમસ્યાથી હોય તો કેળાનું આહારમાં સેવન કરી શકાય છે. કેળાને અનેક રીતે ઉપયોગ કરી શકાય છે.
લાલ મરચું: લાલ મરચું માંસ પેશીઓમાં દર્દને ઠીક કરવા માટે જાણવામાં આવે છે. તેમાં સોજો અને થાક અને દર્દ મટાડવાના ગુણ છે જેથી તે સોજો અને જકડાટને દુર કરે છે. એક ચમચી લાલ મરચું અને 2 ચમચી જૈતુનનું તેલ લઈને સરખી રીતે મેળવીને શરીરમાં જ્યાં કળતર થતું હોય ત્યાં લગાવી કપડાથી પાટો બાંધી દેવો. રાત્રે પણ આ લગાવીને સુઈ જવું અને સવારે આ ભાગ પાણીથી ધોઈ લેવો. આ ઉપાય થોડા સમય સુધી કરવાથી શરીરનું કળતર મટે છે.
આમ, આ ઉપચાર શરીરના કળતરને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાયો શરીરની કળતરને જડમૂળમાંથી નાશ કરે છે. તેથી આ ઉપાયો કરવાથી ચામડી કે શરીરમાં કોઈ આડઅસર થતી નથી અને શરીરના કળતરને મટાડે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને શરીરના કળતરને મટાડે.
Image Source : www.google.com