સરસડો એક ઉત્તમ ઔષધી છે. જેના ઝાડ થાય છે. તે ઝાડ મૂળ બેસી શકે તેવી દરેક જગ્યાએ થાય છે. આ વૃક્ષ આવળ વિભાગનું ઝાડ હોય છે. આયુર્વેદમાં તેનો ખુબ જ મોટા પ્રમાણમાં અનેક રોગના ઈલાજમાં ઉપયોગ થાય છે. આ વૃક્ષ મધ્યમ આકારનું ઘેરાવદાર છાયાદાર વૃક્ષ છે. તેના ફળ, છાલ, બીજ, મૂળ, પાંદડા વગેરેનો ઔષધી તરીકે ઉપયોગ કરી શકાય છે. આ વૃક્ષ ઝડપથી મોટું થાય છે. તેના પાંદડા પાનખરમાં ખરી પડે છે. આ ઝાડ નાના તો ક્યારેક ખુબ જ મોટા જોવા મળે છે. આ વૃક્ષની મુખ્ય ખાસિયત એ છે કે તે સરળતાથી વિક્સિત થાય છે અને ફળ અને ફૂલ પણ જલ્દીથી ખીલવા લાગે છે. તેની ઘણી પ્રજાતિ મળી આવે છે. પરંતુ મુખ્યત્વે ત્રણ પ્રજાતિઓનો ઉપયોગ થાય છે.
લાલ સરસડો, કાળો સરસડો અને સફેદ સરસડો. આ વૃક્ષ 16 થી 20 મીટર સુધી ઊંચું હોય છે, તે વૃક્ષ ખુબ જ ઘેરાવદાર હોય છે, સરસડાના ફૂલ સફેદ અને પીળા અને ખુબ જ સુગંધીદાર હોય છે, તેના ફળ 10 થી 30 સેન્ટીમિત્ર લાંબા, 2 થી 4 સેન્ટીમીટર સુધી પહોળા હોય છે, તે કાચું હોય ત્યારે તે ફળ લીલું અને પાકે ત્યારે ભૂરો રંગ ધારણ કરે છે.
સરસડાનું વાનસ્પતિક નામ એલ્જીબીયા લૈબેક (Albizia lebbeck) છે, જેને હિન્દીમાં શિરીષ તરીકે ઓળખવામાં આવ છે. અંગ્રેજીમાં તે Lebbeck tree તરીકે ઓળખાય છે. આ ઔષધીય છોડ અનેક ગુણોથી ભરપુર હોવાના કારણે તેના અંગોને ક્યાં ક્યાં રોગમાં વાપરી શકાય તેના વિશે અમે અહિયાં બતાવીએ છીએ. (Benefits of Albizia Lebbeck Tree)
માઈગ્રેન: માઈગ્રેનથી પીડિત લોકો માટે સરસડો રામબાણની જેમ કાર્ય કરે છે. આ રોગના દર્દીને સરસડાના મૂળ અને તેના ફળના રસના 1 થી 2 ટીપાની માત્રામાં નાકમાં નાખો. તેનાથી દુખાવો ઓછો થવા લાગશે.
ટ્યુમર: કોઇપણ પ્રકારનો ટ્યુમર અને ગાંઠમાં સરસડાના બીજને વાટીને લેપ કરો, તેનાથી લાભ થાય છે. ગાંઠ કોઇપણ હોય સરસડાના પાંદડાને વાટીને તેનો અડધો અડધો કલાક પછી લેપ કરો. લેપને બદલીને ફરી બાંધવાથી ગાંઠ ફૂટી જાય છે. સરસડો તથા કરંજને વાટીને ઘાવ પર લગાવવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે.
આંખોની બીમારી: સરસડાના પાંદડાનો રસને કાજળની જેમ લગાવવાથી આંખોથી સંબંધિત પરેશાનીઓમાં જલ્દીથી રાહત મળે છે. સરસડાના પાંદડાનો ઉકાળો પીવાથી અને તેનો રસ આંખોમાં લગાવવાથી રતાંધળામાં ખુબ જ લાભ થાય છે. એટલા માટે સરસડાના પાંદડાના રસમાં કપડા પલાળીને સુકવી દો. તે કપડાને ત્રણ વખત પલાળો અને સૂકવો. તેના કપડાની ભૂંગળી બનાવીને ચમેલીના તેલમાં પલાળી દો. તેને કાજળની જેમ લગાવવાથી આંખોની રોશની વધે છે. આ સિવાય સરસડાના પાંદડાને આંખમાં લગાવવાથી આંખોનો સોજો મટે છે.
મૂત્ર રોગ: સરસડાના 10 ગ્રામ પાંદડાને પાણી સાથે વાટીને ગાળી લો. તેમાં સાકર ભેળવીને સવારે અને સાંજે પીવરાવવાથી પેશાબમાં દર્દ અને બળતરાની દાહ ઠીક થાય છે. સરસડાના બીજથી તેલ કાઢી લો. તેલના 5 થી 10 ટીપાને 100 મિલીલીટરની માત્રામાં લસ્સીમાં નાખીને પીવો. તેનાથી પેશાબને દરમિયાન થનારા દર્દ અને જલનમાં લાભ થાય છે.
ચામડીનો રોગ: સરસડાનું તેલ લગાવવાથી કોઢનો રોગ તથા ચામડીનો રોગ ઠીક થાય છે. ઘાવ તેમજ ફોડા અને ફૂન્સીઓ ઠીક થઇ જાય છે. સફેદ સરસડાના છાલના ઠંડા ગુંદરને ઘાવ, ખંજવાળ અને બીજા ચામડીના રોગોમાં લોશનની જેમ લગાવવાથી લાભ થાય છે. સરસડાના પાંદડાને વાટીને ફોડે અને ફૂન્સીયો પર લગાવવાથી તે મટે છે. સરસડાના વૃક્ષની છાલ લો અને તેને ખાંડીને ચૂર્ણ બનાવી લો. તેનાથી ધાધર અને ખંજવાળમાં લાભ થાય છે.
દાંતનો રોગ: સરસડાના મૂળનો ઉકાળો બનાવી લો. તેનાથી કોગળા કરવાથી દાંતોના રોગો દુર થઈ જાય છે. તેના મૂળના ચૂર્ણનું મંજન કરવાથી પણ ફાયદો મળે છે. તેના ઉકાળાથી મંજન કરવાથી દાંતોને મજબૂતી મળે છે. સરસડાના ગુંદર અને કાળા મરીને વાટીને મંજન કરવાથી દાંતોના દર્દ દુર થઈ જાય છે.
શ્વાસ રોગ: કફ અને પિત્ત દોષના અસંતુલનના કારણે શ્વાસ સાથે જોડાયેલા રોગ હોય તો સરસડાના વૃક્ષના ફૂલ તોડીને તેના 5 મિલીલીટર રસમાં 500 મીલીગ્રામ લીંડી પીપર ચૂર્ણ અને મધ ભેળવીને સેવન કરવું જોઈએ. સરસડો, કેળા, ડોલર ફૂલ અને લીંડી પીપરના ચૂર્ણને ભેળવીને રાખી લો. ચોખાને ધોઈ લો. ચોખાને ધોયેલું જે ધોવરાવણ વધે તેની સાથે આ ચૂર્ણને 1 થી 2 ગ્રામની માત્રામાં પીવો. તેનાથી શ્વાસ સાથે જોડાયેલી પરેશાનીઓ જલ્દી ઠીક થાય છે.
માથાનો દુખાવો : સરસડાના ફૂલ સુઘવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. તેમજ જેમને આધાશીશીની સમસ્યા હોય તેને પણ સરસડાના ફૂલ સુઘવાથી રાહત થાય છે.
પેટના રોગ: સરસડાના 5 મિલીલીટર ઉકાળાના રસમાં તેટલી જ માત્રામાં માલકાંગણીનો રસ ભેળવી દો. આ પછી આ મિશ્રણને મધમાં ભેળવીને સેવન કરો. તેનાથી પેટના કૃમિ નાશ પામશે. સરસડાની છાલનો ઉકાળો બનાવીને 10 થી 20 મીલીલીટર માત્રામાં પીવડાવવાથી જળોદર રોગમાં લાભ થાય છે.
હરસમસા: 6 ગ્રામ સરસડાના બીજ અને ૩ ગ્રામ વછોનાગના મૂળને પાણીમાં વાટીને લેપ કરવાથી હરસમસામાં લાભ થાય છે. તેના તેલનો લેપ કરવાથી હરસમસામાં લાભ થાય છે. સરસડાના બીજ, કોઠું, આકડાનું દૂધ, પીપળાને સમાન માત્રામાં લઈને બધાને વાટી લો. તે લેપ હરસમસાને તરત ઠીક કરે છે. વછોનાગના મૂળ, સરસડાના બીજ, ચિત્રક, દંતી મૂળને સમાન ભાગમાં લઈને વાટી લો. તે લેપ હરસમસા પર લગાવવાથી હરસમસા મટે છે.
ઉપદંશ: સીફીલસ કે ઉપદંશના રોગમાં ચાંદા નીકળે છે. આ રોગના ઉપચાર માટે સરસડાના પાંદડાને રાખમાં ઘી અથવા તેલમાં ભેળવીને લગાવવાથી લાભ થાય છે. બહેતર પરિણામ માટે આ ઉપાય કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
અંડકોષમાં સોજો: અંડકોષના સોજામા સરસડાની છાલને વાટી લો. તેનાથી અંડકોષ પર લેપ કરો. તેનાથી સોજો તરત જ ઠીક થઈ જાય છે. પિત્ત અસંતુલનના કારણે આવેલા સોજાને ઠીક કરવા માટે સરસડાના ફૂલને વાટી લો અને સોજા વાળા સ્થાન પર લગાવો. તેનાથી સોજો આવેલા સ્થાન પર લગાવવાથી પિત્તનું નિયંત્રણ થવા લાગે છે.
અલ્સરનો ઈલાજ: અલ્સર થવા પર ઈજાથી લોહી નીકળવા લાગે છે. એવામાં સરસડાના છાલથી બનેલા ઉકાળાનો પ્રયોગ કરવાથી ફાયદો મળે છે. આ ઉકાળાથી ઘાવ ધોવાથી ઘાવ ભરાઈ જાય છે. સરસડાના પાંદડાની રાખનો લેપ લગાવવાથી પણ ઘાવ જલ્દી ભરાઈ જાય છે. સરસડાની છાલ, રસાંજણ અને હરડેનું ચૂર્ણને ભેળવી દો. તેને ઘાવ પર લગાવવા અથવા મધ ભેળવીને ઘાવ પર લગાવવાથી તેજ ગતિથી લાભ થાય છે.
સરસડાના બીજના 2 ગ્રામ ચૂર્ણમાં 4 ગ્રામ સાકર ભેળવીને લો અને દરરોજ ગરમ દુધ સાથે સવારે અને સાંજે સેવન કરવાથી વીર્ય વિકાર દુર થઈ જાય છે, તેનાથી વીર્ય ઘટ્ટ આવે છે. પીળા સરસડાના પાંદડાને ઘીમાં શેકી લો. તેને દિવસમાં ત્રણ વખત 1-1 ગ્રામની માત્રામાં સેવન કરવાથી ખાંસી મટે છે.
આ રોગ સિવાય સરસડાનો ઉપયોગ કરીને દેડકાનું ઝેર, અન્ય જીવજંતુનું ઝેર, મૈનીયા રોગ, બેહોશી, શારીરિક કમજોરી, ફરફોલા, કોઢનો રોગ, ઝાડા, આંખની રોશની, વાઈ વગેરે સમસ્યાના ઈલાજમાં પણ ખુબ જ ઉપયોગી છે. માટે તેનો ખુબ જ ઉત્તમ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
આમ, સરસડો ઘણા રોગના ઈલાજમાં ઉપયોગી છે. તેથી તમને જે કોઈ સમસ્યા હોય તેના ઈલાજમાં આસાનીથી મળી રહેતા સરસડાનો ઉપયોગ કરીને તમારી બીમારીને દુર કરી શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીને દુર કરે અને તમે સ્વસ્થ અને નીરોગી રહી શકો.
Image Source : www.google.com