રતનજ્યોત એક ઔષધીય છોડ છે, જેને રંગ-એ-બાદશાહ પણ કહે છે. રતનજ્યોતના છોડનું લેટીન નામ ઓનોસ્મા ઈચીઆઈડસ છે. જેને સંસ્કૃતમાં ધામની, અંજનીકેશી, કપોત ચરણા, નાલી, નાલીની, નર્તકી, રક્તદલા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. રતનજ્યોત લાલ રંગનું હોય છે, તેમા ઘણા બધાં વિટામીન અને પોષક તત્વો હોય છે. તેનો પ્રયોગ સાંધાનો દુખાવાથી લઈને લોહીને વધારવા તેમજ શારીરિક ઉણપને દુર કરવામાં ઉપયોગી છે.
રતનજ્યોતના ફૂલ નીલા રંગના હોય છે. અને તેના મૂળ લાલ રંગના હોય છે. રતનજ્યોતને (Alkanet) અલ્કાનેટના નામથી પણ જાણવામાં આવે છે. તે એક હર્બલ છોડ છે જે બારમાસી છોડ છે. તેની લંબાઈ લગભગ 0.૩ થી 0.6 મીટર સુધીની હોઈ શકે છે. તે છોડ સામાન્ય રૂપથી સમશીતોષ્ણ વાતાવરણમાં સારી રીતે ઉછરે છે. (Benefits of Alkanet)
દાંતનો રોગ: રતનજ્યોતની કુમળી કુંપણની ડાળખીઓને દાંતણની જેમ પ્રયોગ કરવાથી પેઢાઓમાં સોજો, દાંતોના દર્દ, ગળામાં જલન વગેરે ઠીક થાય છે. રતનજ્યોતના મૂળ અને છાલનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી પેઢાના સોજા, દાંતોના દર્દ અને ગળાની બળવાની સમસ્યા ફાયદો થાય છે. આ ઉપાયથી મોઢાની દુર્ગંધ અને પેઢામાં દુર્ગંધની સમસ્યા પણ નાશ પામે છે.
અનિંદ્રા: રતનજયોતના મૂળનું ઔષધીય તેલ અનિંદ્રા અને ચિંતા જેવી ઊંઘ સંબંધી વિકારોને ઘટાડવામાં મદદ કરે છે. સુવાના સમય પહેલા પોતાના માથા અને નાક ના નીચે આ તેલ લગાવો. તેના ઉપયોગથી તમને આરામ અને શાંતિ મહેસુસ થશે. જેનાથી તમે આરામથી તમારી ઊંઘ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપાયને થોડા સમય સુધી લગાતાર કરો તેનાથી તમેં અનિંદ્રાની સમસ્યા દુર કરવામાં મદદ મળે છે.
ખંજવાળ: રતનજ્યોતના પાંદડાને વાટીને રસ કાઢો અને તેને ઘાવ તથા ખંજવાળ વાળી જગ્યાએ લગાવવાથી તરત લાભ થાય છે. રતનજ્યોતના છોડથી નીકળેલા સફેદ દુધ અથવા બીજનું તેલ ધાધર, ખસ, ખંજવાળ અને ખરજવું મટાડે છે અને ઘાવ પર લગાવવાથી ઘાવ ઠીક થાય છે.
ધોળો કોઢ: રતનજ્યોતના પાંદડાના રસનું સેવન કરવાથી લોહી સાફ કરવાનું કામ પણ કરે છે. એટલા માટે દરરોજ એક ચમચી તેનો રસ પીવાથી ચામડી બેદાગ બને છે અને નિખાર પણ આવે છે. રતન જયોતનો ઉપાય કરવાથી સફેદ કોઢના ડાઘ પણ મટે છે.
સોજા: રતનજ્યોતના પાંદડામાં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટિક ગુણ હોય છે. તે દર્દ અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. જો તેને વાટીને સાંધામાં લગાવવામાં આવે તો ગાંઠના વાના સોજા મટાડે છે.
ટાલીયા પણું: જે લોકોને વાળ ખરી રહ્યા હોય અને ટાલીયાપણાની ચિંતા હોય તેવા લોકોએ તેને રતન જ્યોતના પાંદડાને મહેંદીના પાંદડા, જલભાંગરના પાંદડા અને કેરીની ગોઠલીઓ સાથે ભેળવીને વાટી લો. આ પછી તેને સરસવના તેલમાં પકાવી લો. જ્યારે તેલ ચોથા ભાગની રહી જાય ત્યારે ઠંડું કરીને એક શીશીમાં ભરી લો. બીજા દિવસે આ તેલને લગાવો. તેનાથી વાળ ઉગે છે. તેનાથી વાળ ઘેરાવદાર અને કાળા પણ બને છે.
ગઠીયા રોગ: રતનજ્યોતના ડાળખીના છાલનો ઉકાળો બનાવી લો. તેને દર્દ વાળી જગ્યા પર લગાવો. તેનાથી ગાંઠોનો વા મટે છે. રતનજ્યોતના બીજના તેલથી માલીશ કરવાથી ગઠીયો વા ઠીક થાય છે અને ગાંઠો મટી જાય છે.
તાવ: રતનજ્યોતના પાંદડાના રસમાં લીંબુનો રસ તથા પાણી ભેળવી દો. તે પાણીથી સ્નાન કરવા પર તાવમાં લાભ થાય છે. રતન જ્યોતમાં પ્રાકૃતિક રૂપથી ઠંડું કરવાનો ગુણ હોય છે તેના લીધે તે તાવને ઉતારવામાં મદદ કરે છે, આયુર્વેદમાં પારંપારિક ઉપચારમાં પણ રતન જ્યોતનો ઉપયોગ તાવ મટાડવામાં ઉપયોગી થાય છે.
મૂર્છા: મૂર્છા દરમિયાન આંચકા આવે ત્યારે રતનજયોતને વાટીને તેના રસને નાકમાં ટપકાવવાથી હુમલા આવવાના બંધ થઇ જશે તેમજ બેહોશી થવાની બંધ થઈ જશે. રતનજયોતના પાંદડાને ઉકાળીને પીવાથી હ્રદયને બળ મળે છે. રતનજ્યોતના પાંદડાના રસને કાઢીને તેને મધમાં ભેળવીને પીવાથી લોહીના રોગો ઠીક થઈ જાય છે.
હ્રદયનું સ્વાસ્થ્ય: રતનજ્યોત હ્રદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ લાભકારી છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે તમે રતનજયોતના મૂળને પાણીમાં પલાળીને રાખી લો અને તે બાદ આ પાણીને ગાળી લો અને તેનું સેવન કરો. તે શરીરમાંથી ઝેરને બહાર કાઢવામાં સહાયક હોય છે. આ સિવાય તે લોહીને અવશોષિત કરવામાં માટે અને હ્રદયના કાર્યોને વધારવામાં મદદ કરી શકે છે.
માથાનો દુખાવો: રતનજ્યોતમાં સોજો ઓછો કરવાના ગુણ હોય છે. તે ગુણ લોહીના પરીસંચરણની ધીમી ગતીને ઓછી કરવામાં મદદ કરે છે, જેનાથી તમને માથાનો દુખાવો દુર કરવામાં મદદ મળે છે. જો તમારું લોહીનું પરીસંચરણ સ્વસ્થ અને સ્મૂથ ચાલે છે તો માથાના દુખાવાની સમસ્યા નાબુદ થઇ જશે. સોજો ઓછો કરવાના કારણે તે માઈગ્રેન અને માથાના દુખાવાના ઈલાજ કરવામાં તે લાભકારી છે.
હર્પીસ (બરો): હર્પીસના ઈલાજ કરવા માટે રતન જયોતનો ઉપયોગ કરવામાં આવે છે. હર્પીસ એક રોગ પ્રતિકારક શક્તિ અને ચામડીથી જોડાયેલો વિકાર છે. હર્પીસથી દર્દનાક ફરફોલા અને ઘાવ થાય છે, જે ફરફોલામાં પાણી ભરાય છે અને અમુક લોકોમાં ત્યાં પરું પણ ભરાય છે. આ રોગ વાયરસના કારણે થતો હોય છે. એટલા માટે આ બીમારીને ઠીક કરવા માટે એન્ટી વારયસ રતનજ્યોતમાંથી પ્રાપ્ત કરી શકો છો.
વજન ઘટાડવા માટે: વજન ઓછું કરવા માટે કોઈપણ કેમિકલ કે દવાને આહારમાં શામેલ કરવાની જરૂર નથી. કારણ કે તેનાથી વજન ઘટવાની કોઈ ગેરેંટી હોતી નથી, જ્યારે તમે વજન ઘટાડવા માંગો છો ત્યારે તમારે રતન જ્યોતના પાવડરનું નીયામિત સેવન કરવું જોઈએ. જેનાથી કોઇપણ પ્રકારના નુકશાન વગર સ્વાભાવિક રૂપથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
ડીપ્રેશન અથવા તણાવ : જે લોકોને ડીપ્રેશન અથવા તણાવની સમસ્યા રહે છે તેને રતનજ્યોતના મૂળને ઘસીને માથા પર લગાવવા જોઈએ. તેનો લેપ મગજની નસોને શાંત કરવામાં મદદ કરે છે અને ડીપ્રેશનણે દુર કરે છે.
રતનજ્યોતના બીજોને વાટીને આંખોની બહાર કાજળની જેમ લગાવવાથી આંખોનું દર્દ ઠીક થાય છે. રતનજયોતના મૂળની છાલને વાટી લો. તેને શરીરના જલન વાળા સ્થાન પર લગાવવાથી જલન તથા સોજાની સમસ્યા ઠીક થાય છે. રતનજ્યોતના પાંદડાના રસને હરસમસામાં લગાવવાથી લોહી સાથે નીકળતા હરસમસા મટે છે. રતનજ્યોતના પાંદડાને આમળાના પાવડર સાથે વાટીને લગાવવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે. તેનાથી વાળમાં ખોડાની સમસ્યા પણ દુર થઇ જાય છે.
રતનજ્યોતની ડાળખીઓની છાલને હિંગ અને માખણ સાથે ઘસી લો. તેનો પ્રયોગ કરવાથી અજીર્ણ તથા ઝાડાની સમસ્યા ઠીક થઈ જાય છે. જે વ્યક્તિઓને કિડનીમાં પથરીની સમસ્યા છે તેવા લોકોએ રતનજયોતના પાંદડાનો ઉકાળો કરીને પીવાથી કિડનીની પથરી ધીરે ધીરે ઓગળીને બહાર નીકળી જાય છે.
આમ, રતન જ્યોત ખુબ જ ઉપયોગી વનસ્પતિ છે, આજના સમયમાં અનેક રોગોના ઇલાજમાં તેનો ખુબજ ઉપયોગ થતો હોવાથી તેની માંગ પણ વધી છે. આ એક ઔષધીય છોડ છે અને તેનો ઉપયોગ કરવાથી ઉપરોક્ત બીમારીઓને મટાડી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને આ તમામ રોગોનો ઈલાજ કરે.
Image Source : www.google.com