બીટ ખાવાથી શરીરમાં થશે અઢળક ફાયદાઓ, બીટ દેખાવમાં નાનું હોય છે પણ તેના ફાયદા ખુબ જ વધારે છે. બીટ એક એવું કંદમૂળ છે જેમાં મળતા પોષક તત્વોથી તેના આયુર્વેદિક ફાયદાઓ પણ ખુબ જ વધારે છે. બીટમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, સોડીયમ અને વિટામીન-C, વિટામીન-B1, વિટામીન-B2, વિટામીન-B6 અને વિટામીન-B12 વગેરે જેવા પોષક તત્વો હોય છે. બીટમાં વધારે પ્રમાણમાં આયર્ન તત્વ હોય છે, માટે તેનું સેવન કરવાથી ઝડપથી શરીરમાં લોહીની વૃદ્ધિ થાય છે.
બીટનું સેવન સલાડ, જ્યુસ અને હલવા સ્વરૂપે કરી શકાય છે. જેમાં બીટનું જ્યુસનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીટ બે પ્રકારના હોય છે, લાલ બીટ અને સફેદ બીટ, જેમાં લાલ બીટ વધારે ઉપયોગમાં લેવાય છે. લાલ બીટમાં ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન અને પ્રોટીન હોય છે. બીટમાં ચરબીની માત્રા નહીવત હોવાના કારણે બીટને તમે તમારા ડાયટ પ્લાનમાં પણ સામેલ કરી શકો છો. ચાલો જાણીએ બીટના સેવનથી થતા ફાયદા વિષે. (Health Benefits of Beetroot)
લોહીની વૃદ્ધિ માટે : બીટનું નિયમિત સેવન કરવાથી લોહીની ઉણપને ઝડપથી દુર કરી શકાય છે. બીટમાં વધારે પ્રમાણમાં આયર્ન હોવાથી ઝડપથી લોહીની વૃદ્ધિ થાય છે. બીટમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણો શરીરમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા આપે છે. માટે જ બીટ લોહીની વૃદ્ધિ માટે બેસ્ટ ઉપાય મનાય છે.
હાડકાને મજબુત બનાવે : હાડકા મજબુત બનાવવા માટે બીટનું સેવન ઉત્તમ મનાય છે. કારણ કે બીટ કેલ્શિયમની ઉણપને દુર કરે છે અને હાડકાને મજબુત બનાવે છે. બીટમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. બીટના જ્યુસનું નિયમિત સેવન કરવાથી હાડકાનું દર્દ અને નબળાઈ દુર કરી શકાય છે. બીટના નિયમિત સેવનથી શરીરમાં કેલ્શિયમ ની કમી દુર થાય છે અને હાડકા મજબુત બને છે.
બ્લડપ્રેશરને કંટ્રોલ કરે : જે વ્યક્તિને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેને બીટનું સેવન કરવાથી લાભ થાય છે. બીટના રસમાં વધારે પ્રમાણમાં નાઈટ્રેટસ હોય છે જે લોહીના દબાણને ઓછું કરે છે. એક માહિતી અનુસાર દરરોજ 500 ગ્રામ બીટના સેવનથી 6 કલાકમાં બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. બીટના રસના સેવનથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. બીટનું જ્યુસ વ્યાયામ દરમિયાન બ્લડપ્રેશરને સ્થિર રાખે છે.
એનીમિયા : એનીમિયાના રોગમાં બીટ ખુબ જ ફાયદાકારક છે, બીટમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે. જે રક્તકણોનું નિર્માણ કરે છે. બીટના રસના નિયમિત સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે. બીટમાં રહેલું આયર્ન એનીમીયાની સમસ્યામાં ખુબ જ ફાયદો કરે અને એનિમિયાના રોગ સામે લડવા મદદ કરે છે.
ડાયાબીટીસ : ડાયાબિટીસની સમસ્યામાં બીટ લાભદાયક છે. બીટના સેવનથી બ્લડ શુગરનું લેવલ નિયત્રણમાં રહે છે. બીટના સેવનથી ડાયાબિટીસના દર્દીને સ્વીટ ખાવાની ઈચ્છાને શાંત રાખી શકાય છે અને બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં કરી શકાય છે.
હૃદય માટે : બીટના રસના સેવનથી હદયની સમસ્યામાં લાભ થાય છે. બીટના રસનું નિયમિત સેવન કરવાથી હાયપરટેન્શન અને હાર્ટ સંબધિત બીમારીઓનું જોખમ ઘટે છે.
કબજિયાત : બીટના નિયમિત સેવનથી કબજીયાતની સમસ્યામાં ફાયદો થાય છે. બીટમાં રહેલા ફાયબર કારણે કબજીયાતની સમસ્યામાં રાહત આપે છે. કબજીયાતની સમસ્યમાં નિયમિત એક ગ્લાસ બીટના જ્યુસનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
પાચનકશક્તિ વધારવા માટે : બીટના સેવનથી પેટ સંબધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે. બીટના સેવનથી કમળાની બીમારીમાં રાહત મળે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ બીટનું જ્યુસ અને મધ મિક્સ કરીને પીવાથી પેટની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને પાચનશક્તિમાં વધારો કરી શકાય છે.
ચમકદાર ત્વચા માટે : બીટના સેવનથી ચેહરા પરની ચમક વધારી શકાય છે. બીટ ચેહરા પર પડતી કરચલીઓ દુર કરવા અસરકારક સાબિત થાય છે. બીટના સેવનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને જેનાથી ત્વચામાં નિખાર આવે છે. બીટમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ ચેહરા પરની કરચલીઓ દુર કરવા માં મદદ કરે છે.
બીટનો રસ ચેહરા પર લાગવાથી પણ ફાયદો થાય છે. બીટને ઉકાળીને તેના પાણીને અલગ વાસણમાં લ્યો. આ પાણીને ત્વચા પર થયેલા ઇન્ફેકશન, ખીલ પર લગાવાથી ત્વચાની સમસ્યામાં રાહત મેળવી શક્ય છે.
માથમાં ટાલ પડવી : બીટના પાનનો રસ નિયમિત માથા પર લગાવાથી ટાલ પડવાની સમસ્યા દુર થાય છે. બીટના પાનને વાટીને હળદર ભેળવી મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને માથામાં પર લગાવાથી વાળ ખરતા બંધ થાય છે, અને ટાલ પડવાની સમસ્યામ ફાયદો થાય છે.
ગર્ભવતી મહિલાઓ માટે : ગર્ભવતી મહિલાઓ માટે બીટ લાભદાયક છે. બીટમાં ફોલિક એસિડની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ તત્વ ગર્ભવતી મહિલાઓ અને જન્મેલા બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે. ફોલિક એસીડ બાળકમાં ન્યુરલ ટ્યુબના દોષોને રોકવામાં મદદ કરે છે.
આ રીતે બનાવો બીટનું જ્યુસ : બીટનું જ્યુસ બનવવા માટે અડધા કપ પાણીમાં બીટના ટુકડાને ઉમેરીને મિક્સરમાં બરાબર ક્રશ કરો, ત્યારબાદ આ રસને એક ગ્લાસમાં લ્યો, અને તેમાં અડધા લીંબુનો રસ અને સંચળ ઉમેરી બરાબર મિક્સ કરો. આમ આ રીતે બીટનું જ્યુસ બનાવીને નિયમિત સેવન કરવાથી ઘણી બધી બીમારીઓમાં રાહત મેળવી શકાય છે.
આમ, બીટ અને તેનું જ્યુસ ખુબ જ ઉપયોગી અને અમૃત સમાન ઔષધ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે બીટ તથા તેના જ્યુસનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com