લીલા શાકભાજીમાં કારેલા ભલે કડવા હોય પણ તેના ગુણો મીઠા છે. કારેલા સ્વાદે ખુબ જ કડવા હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. કહેવામાં આવે છે કે કારેલાના સેવન કરવા વાળા ક્યારેય બીમાર પડતા નથી. ઔષધીય ગુણોથી સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારું રહે છે. કારેલાનું ઔષધીય મહત્વ ખુબ જ વધારે છે. કારેલા ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે. કારેલાના નિયમિત સેવનથી શરીરમાં ઈન્સ્યુલીનનું સ્તર નિયંત્રણમાં રહે છે. કારેલા એક રક્તશોધક છે, માટે જ નિયમિત કારેલા અથવા તેના જ્યુસના સેવનથી અનેક બીમારીઓમાં લાભ થાય છે.
કારેલાના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કારેલામાં વિટામિન, ફાઈબર અને એન્ટીઓક્સીડેંટ્સ ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. વિટામીનની વાત કરીએ તો કરેલામાં વિટામીન-A, B અને C હોય છે સાથે જ કારેલામાં પોટેશિયમ, આયર્ન, બીટાકેરોટિન, મેંગનિશયમ, ઝીંક અને ફલેવોનવાઈડ હોય છે. ચાલો જાણીએ કરેલા સેવનથી થતા ફાયદા વિષે. (Benefits of Bitter melon).
ડાયાબિટીસ : કારેલા ડાયાબીટીસના રોગમાં અમૃત સમાન મનાય છે. કારેલાના નિયમિત સેવનથી શરીરમાં ઈન્સ્યુલીનનું સ્તર નિયંત્રણમાં રહે છે. ડાયાબીટીસની સમસ્યામાં કારેલાનો રસ અને ગાજરનો રસ સરખા પ્રમાણમાં લઇ નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. સવારમાં ખાલી પેટ કારેલાના જ્યુસના નિયમિત સેવનથી પણ ડાયાબીટીસમાં રાહત થાય છે.
આંખો માટે : કારેલાના સેવનથી આંખોની સમસ્યામાં લાભ થાય છે. કારેલામાં રહેલુ બીટાકેરોટિન આંખો માટે ખુબ જ લાભદાયક છે. દિવસભર કમ્પ્યુટર પર કામ કરતા લોકોએ અઠવાડિયામાં 1-2 વાર કારેલાનું અથવા તેના જ્યુસનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી આંખોની સમાંસ્યમાં લાભ થાય છે અને આંખોનું તેજ વધે છે. કારેલાનું નિયમિત જ્યુસ પીવાથી યકૃતની સમસ્યા દુર થાય છે.
લોહીને શુદ્ધ કરે : કારેલાના સેવનથી લોહી શુદ્ધ થાય છે. કારેલામાં રહેલા એન્ટી માઈક્રોબીયલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો લોહીને સાફ કરવામાં મદદ કરે છે. જેથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગોની પરેશાનીઓથી બચી શકો છવો. કારેલા અથવા તેના જ્યુસના નિયમિત સેવનથી શરીરમાં ઘણી બીમારીઓમાં લાભ થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
પેટની સમસ્યામાં : કરેલાંમાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ શરીરના પાચનતંત્રને યોગ્ય રાખે છે, માટે કારેલાના સેવનથી પેટની સમસ્યાઓમાં લાભ થાય છે. કારેલા અથવા તેના જ્યુસના સેવનથી પેટની સમસ્યા જેમ કે અપચો, કબજિયાત, ગેસ તથા પાચનસંબધિત સમસ્યાઓમાં લાભ થાય છે.
પથરી : પથરીની સમસ્યામાં કારેલા લાભદાયી છે. કારેલા અથવા તેનું જ્યુસ પીવાથી પથરીની સમસ્યામાં રાહત થાય છે. 20 ગ્રામ કારેલાના રસમાં મધ મિક્સ કરીને નિયમિત સેવનથી પથરી મૂત્રવાટે બહાર નીકળી જાય છે.
મોટાપાથી છુટકારો મેળવવા : કારેલા મોટાપા તથા વજન ઓછુ કરવા માટે પણ ઉપયોગી છે. કારેલાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત સેવન કરવાથી મોટાપાથી છુટકારો મળે છે. કારેલાના સેવનથી પાચનક્રિયા સારી રહે છે અને પેટ સંબધિત બીમારીઓ પણ દુર રહે છે.
અસ્થમા : અસ્થમાની બીમારીમાં કારેલા ફાયદાકારક છે. અસ્થમાની બીમારી વાળા લોકોએ કારેલાનું શાક ખાવાથી લાભ થાય છે. એક કપ પાણીમાં 2 ચમચી કારેલાનો રસ, તુલસીના પાનાનો રસ અને મધ મેળવીને રાત્રે સુતી વખતે પીવાથી અસ્થમાના રોગમાં આરામ મળે છે.
ચામડીના રોગો માટે : કારેલાના પાનને વાટીને પેસ્ટ બનાવી લ્યો. આ પેસ્ટને ચામડી પર લાગવાથી ચામડીના રોગોમાં લાભ થાય છે. આગમાં દાજેલા ભાગ પર આ લેપ લગાવવાથી આરામ મળે છે.
જાણો કારેલાનું જ્યુસ બનાવાવની રીત : કારેલાનું જ્યુસ બનાવવ માટે કારેલા પર મીઠું લગાવીને અડધા કલાક સુધી રહેવા દો. ત્યારબાદ કારેલાને બરાબર પાણીથી ધોઈને મિક્સરમાં બરાબર પીસીને તેમાં સંતરાનો રસ ઉમેરો અને મિક્સ કરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ, સંચળ અને આંબલીની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. આ જ્યુસનું ખાલી પેટ નિયમિત સેવન કરવાથી અનેક રોગોમાં લાભ થાય છે.
આમ, કારેલા ખુબ જ ઉપયોગી અને અમૃત સમાન ઔષધી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારી જેમ કે કફ, ચામડીના રોગ, લોહીના શુદ્ધિકરણ, અસ્થમા, ડાયાબિટીસ જેવી સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે કારેલા તથા તેના જ્યુસનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com