અંજીરનું ફળ તો ઘણા ઓછા લોકોએ જોયું હશે, પરંતુ ડ્રાયફ્રુટ નામે તમે જરૂર ખાધું હશે. અને હા જો તમે અંજીરનું ફળ ખાધું નહિ હોય તો જરૂર ખાવાની આદત પાડજો, થશે અનેક બીમારીઓ દુર. અંજીર એ સ્વાદમાં ટેસ્ટી અને પોષક તત્વોથી ભરપુર ફળ છે. અંજીરમાં ભરપુર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામીન-A, વિટામીન-C, વિટામીન-B અને વિટામીન-K હોય છે.
અંજીરએ ખુબ જ મીઠું ફળ છે, તેમાં નેચરલ સુગરની માત્ર વધારે હોય છે. અંજીરએ એન્ટીઓક્સીડન્ટ નો બેસ્ટ સોર્સ છે. અંજીરએ ફાયબર, વિટામીન અને મિનરલ્સનો ખુબ જ મોટો સ્ત્રોત હોવાથી લોકો વર્ષોથી પોતાના ડાયટ પ્લાનમાં આનો સમાવેશ કરે છે. અંજીર એ એક એવું ફળ છે જે ફળના રૂપમાં ખવાય છે અને સુકાયા બાદ તે સ્વાથ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. અંજીરને ફળ અને ડ્રાયફ્રુટ બને રીતે ખાઈ શકાય છે. અંજીરને અંગ્રેજીમાં Common fig કહેવામાં આવે છે . આ આર્ટીકલમાં અમે તમને અંજીરના સેવનથી થતા અનેક ફાયદા વિષે જણાવીશું. (Benefits of Common Fig).
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે : અંજીરમાં પેક્ટીન નામનું સોલ્યુબલ ફાયબર હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે, અને શરીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. જેનાથી હૃદયના રોગોનું જોખમ ઘણું ઓછુ થાય છે. અંજીરનો ફાયબર ગુણ એ પાચનતંત્ર માંથી પણ એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલને દુર કરે છે. માટે અંજીરનું સેવન કરવાથી શરીમાં કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખી શક્ય છે.
હાર્ટ માટે ફાયદાકારક : શરીરમાં ફ્રી–રેડિકલ્સ બનવાની સાથે હદયની કોરોનરી ધમનીઓ જામ થઇ જાય છે, જેથી હદયને લગતી બીમારીઓ થાય છે. અંજીરમાં મળતા આ એન્ટીઓક્સીડન્ટના ગુણ ફ્રી–રેડિકલ્સને ખતમ કરીને હાર્ટને સુરક્ષિત રાખે છે. સાથે જ અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડના ગુણ હોય છે જે હાર્ટને હેલ્થી રાખવામાં મદદ કરે છે અને બીજી અનેક બીમારીઓ દુર કરે છે.
કબજિયાત : અંજીરના સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. અંજીરમાં ભરપુર માત્રામાં ડાયટ્રી ફાયબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. 2-3 અંજીરને રાતભર પાણીમાં પલાળી સવારે ખાવાથી પાચનતંત્રન માટે ખુબ જ લાભદાયી બને છે.
હાડકા માટે : અંજીરમાં કેલ્શિયમ,પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે. જે હાડકાને મજબુત બનાવવા માટે ખુબ જ જરૂરી છે. કેલ્શિયમથી ભરપુર અંજીર હાડકાને સ્ટ્રોંગ અને મજબુત બનાવે છે. અંજીરના સેવનથી હાડકા મજબુત બને છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે : નિયમિતપણે અંજીરના સેવનથી બ્લડપ્રેશર કંટ્રોલ રાખી શકાય છે. અંજીરમાં હાજર પોટેશિયમ અને ફાયબર બંને હાય બ્લડપ્રેશરણે કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ક્ષયરોગ (T.B) માટે : ક્ષયની બીમારીને ભારતમાં મોટી બીમારી માનવામાં આવે છે. ક્ષયરોગની બીમારી વાળી વ્યક્તિએ નિયમિતપણે 1 અંજીરના સેવનથી ખુબ જ ફાયદો થાય છે.
વાળને મજબુત બનાવે : અંજીર વાળના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે. અજીરમાં પોટેશિયમ અને વીટામીન-C હોય છે જે વાળનો વિકાસ કરે છે અને વાળને ખરતા અટકાવે છે. અંજીરના સેવનથી વાળને પોષણ મળે અને વાળ ચમકીલા કાળા અને મજબુત થાય છે.
આંખો માટે : અંજીરમાં મળી આવતા પોષક તત્વો આંખોનું તેજ વધારે છે. અંજીરમાં રહેલા વિટામીન અને પોષક તત્વો આંખો માટે ખુબ જ ઉપયોગી છે. હેલ્ધી આંખો માટે અંજીરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે.
લોહીને શુદ્ધ કરે : અંજીર લોહીના શુદ્ધીકરણ અને લોહીનીવૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે. રોજ રાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી દ્રાક્ષ લઈને, એક ગ્લાસ દુધમાં ઉકાળીને દૂધ પી જવું અને અંજીર, દ્રાક્ષ ખાઈ જવા. આમ કરવાથી લોહીનીશુદ્ધિ થાય છે. અંજીરને લોહી વધારનાર પણ માનવામાં આવે છે.
વજન ઘટાડે : અંજીરના સેવનથી તમે શરીરની વધારાની ચરબીને દુર કરી વજન ઘટાડી શકો છવો. નિયમિતપણે અંજીરના સેવનથી વજન ઘટાડી શકાય છે. અંજીરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે, અને ફાયબરયુક્ત ખોરાક ખાવાથી વજન ઘટાડી શકાય છે. નિયમિત સવારે 1 અંજીરના સેવનથી વજન ઘટાડી શકાય છે અને શરીર માટે પણ ફાયદાકારક છે.
એનિમિયા : એનીમીયાની સમસ્યામાં પણ અંજીર રાહત આપે છે. જયારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે ત્યારે વ્યક્તિને એનિમિયા થાય છે. સુકા અંજીરએ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે અને તેના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીર ખાવાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે અને એનીમિયા જેવી બીમારીમાં રાહત આપે છે.
ચેહરા માટે : તાજા અંજીરને ધોઈ અને પીસીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચેહરા પર લાગવાવથી ચેહરો ખીલી ઉઠે છે. આ પેસ્ટ સ્ક્રબ જેવું કામ કરે છે અને ચેહરા પરની મૃત પેશીઓને દુર કરે છે અને ચેહરાની રોનક વધારે છે.
આમ, અંજીર ખુબ જ ઉપયોગી ફળ છે. જેના સેવનથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ જેવી કે લોહીના શુદ્ધિકરણ, અસ્થમા, ડાયાબિટીસ,બ્લડપ્રેશર, સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે અંજીરનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.