સરગવો અનેક રોગોના ઈલાજ માટે ઉત્તમ ઔષધી છે, તેના તમામ અંગો સ્વાથ્ય માટે ઉપયોગી જેમ કે પાન, છાલ, મૂળ, ગુંદર ખુબ જ ઔષધીય ગુણોનો ધરાવે છે. સરગવો યુવા વર્ગને થોડો ઓછો પસંદ હોય છે પણ ધીમે ધીમે તેના આરોગ્ય વર્ધક ગુણોને કારણે લોકપ્રિય બની રહ્યો છે. સરગવાની સિંગ સ્વાદિષ્ટ ભલે ન લાગે પરંતુ તે સ્વાસ્થ્ય માટે તો અમૃત સમાન ગુણો ધરાવે છે. સરગવો એક એવી ઔષધી છે જેમાં કેળા કરતાં અનેક ગણુ વધારે પોટેશિયમ હોય છે, ગાજર કરતાં વધારે વિટામીન-A, દૂધ કરતાં વધારે કેલ્શિયમ અને દહીં કરતા વધારે પ્રોટીન હોય છે.
સરગવામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમીનો એસીડ, વિટામીન-A, વિટામીન-C અને વિટામીન-B હોય છે. સરગવો ખુબ જ અગત્યના ઔષધીય ગુણ ધરાવે છે જેથી અનેક રોગોના ઇલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ઔષધીય ગુણોથી ભરપુર સરગવાના ફાયદા વિષે.
રોગપ્રતિકાર ક્ષમતા : રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા સરગવાની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો આપણા શરીરની ઈમ્યુનીટી વધારે છે. સરગવાની શિંગ અને પાન શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. માટે જ સરગવો દરેક રોગોના ઈલાજ માટે ઉત્તમ ઔષધી છે.
પેટના રોગો : સરગવાની શીંગનો ઉપયોગ કરવાથી પેટને લગતા દરેક રોગો દુર કરી શકાય છે. સરગવાના ઉકાળામાં 2 ગ્રામ સુંઠ નાખીને સવાર સાંજ પીવાથી પાચન શક્તિ વધે છે. સરગવાના પાનને પાણી સાથે વાટીને ગરમ કરી તેનો પેટ પર લેપ કરવાથી પેટનો દુખાવો મટે છે. પેટનો ગેસ અથવા પેટના દુખાવામાં સરગવાના મૂળની 100 ગ્રામ છાલમાં 5 ગ્રામ હિંગ અને 20 ગ્રામ સુંઠ ભેળવીને પાણી સાથે વાંટી નાની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓ દિવસમાં બે થી ત્રણ વાર ખાવાથી પેટનો દુખાવો દુર થાય છે. સરગવાનું શાક બનાવીને ખાવાથી પેટના આંતરડાના કીડા નાશ પામે છે. સરગવાના સેવનથી પેટની ઘણી બધી સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
એનીમિયા : સરગવાની અંદર ભરપુર માત્રામાં આયર્ન હોય છે, જેથી તેનું સેવન કરવાથી શરીરની અંદર હિમોગ્લોબીનની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવી લાલ રક્તકોશિકાઓ બને છે. સરગવાની છાલ અથવા તેના પાનના સેવનથી એનીમિયા જેવી સમસ્યા દુર શકાય છે.
વજન ઘટાડવા : સરગવાના સેવનથી શરીરની અંદર જામેલી વધારાની ચરબી દુર થાય છે. સરગવાની શિંગોના નાના નાના ટુકડા કરીને એક ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ગરમ કરો, જ્યાં સુધી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થયા બાદ તેમાં ધાણાજીરું અને હળદર નાખો. આ ઉકાળાને નિયમિત સવારમાં ખાલી પેટ પીવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.
કેન્સર : સરગવામાં ભરપુર માત્રામાં મિનરલ્સ અને વિટામીન હોય છે. સરગવાની છાલ અને પાનમાં એન્ટીકેન્સર અને એન્ટીટ્યુમર ગુણ હોય છે. માટે સરગવાના સેવનથી કેન્સરની બીમારીમાં રાહત થાય છે. લીવર કેન્સરની બીમારીમાં સરગવાની છાલનો ઉકાળો બનાવીને પીવાથી રાહત થાય છે. સરગવો કેન્સર જેવી બીમારીમાં રાહત અપાવે છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરવા : સરગવાના સેવનથી હાઈ-બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. સરગવામાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે, જે હાઈ-બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. હાઈ-બ્લડપ્રેશર વાળા વ્યક્તિઓએ ખોરાકમાં સરગવાનો સમાવેશ કરવો જોઈએ જેથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે. હાઈ-બ્લડપ્રેશરમાં સવાર સાંજ એક નાની વાટકી સરગવાનો રસ પીવાથી ફાયદો થાય છે.
માથાનો દુખાવો : સરગવાનું સેવન કરવાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે અને થાક, બેચેની, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યા દુર કરવાના ગુણ હોય છે. સરગવાના પાનની પેસ્ટ બનાવી માથા પર લગાવવાથી અથવા તેના પાનને ગરમ કરી માથા પર લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
શુક્રાણું વધારવા : શુક્રાણુંની સંખ્યા વધારવા તથા મહિલાઓમાં માસિક ધર્મની તકલીફ દુર કરવા માટે સરગવો ઉપયોગી છે. સરગવાનું નિયમિત સેવન કરવાથી શુક્રાણુંની સંખ્યા વધે છે. સરગવો શુક્રાણુંની સંખ્યા અને ગુણવત્તા સુધારે છે સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. માટે સરગવાનું સેવન કરવાની શારીરીક શક્તિની સમસ્યા દુર થાય છે.
શરીરમાં તાકાત માટે : સરગવાનું સેવન શરીરને શક્તિ પ્રદાન કરે છે. સરગવાના ફૂલનું સૂપ બનાવીને પીવાથી શરીરમાં તાકાત લાવવાનું કામ કરે છે. સરગવાના ફૂલ, લસણ, કોથમીર અને લીંબુ નાખીને તેનું સૂપ બનાવો, આ સૂપ પીવાથી શરીરમાં તાકાત આવે છે. માત્ર સરગવાના પાંદડાને સુકવીને તેનો પાવડર બનાવી તેનું સેવન કરવાથી પણ શરીરમાં ઉર્જા મળે છે.
ટાઈફોડ : સરગવાની છાલને પાણીમાં ઘસીને તેના 1-2 ટીપા નાકમાં નાખવાથી તથા તેના સેવન કરવાની ટાઈફોડ તાવ ઉતરે છે. સરગવાના 20 ગ્રામ તાજા મુળિયા લો, તેને 100 મિલી પાણીમાં ઉકાળી તેને ગાળી લો, ત્યારબાદ તેને પીવાથી ટાઈફોડ તાવમાં ફાયદો થાય છે.
બાળકો માટે : સરગવાનું સેવન બાળકો માટે પણ ફાયદાકારક છે. સરગવાની શીંગોમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેના સેવનથી હાડકા અને દાંત મજબુત થાય છે. ગર્ભવતી મહિલાઓને ભોજનમાં સરગવો આપવાથી જન્મનાર બાળકમાં કેલ્શીયામાંની માત્ર વધારે હોય છે જેથી બાળક તંદુરસ્ત રહે છે.
હાડકા મજબુત બનાવવા : સરગવામાં વધુ માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશીયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકા માટેના જરૂરી પોષક તત્વો છે. સરગવાના સેવનથી હાડકા મજબુત અને સ્વસ્થ રાખી શકાય છે. ભરપુર માત્રામાં કેલ્શીયમ હોવાથી સરગવાના સેવનથી હાડકાને મજબુત રાખી શકાય છે.
ડાયાબિટીસ : સરગવાના સેવન કરવાથી ડાયાબિટીસમાં રાહત મેળવી શકાય છે. સરગવામાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. સરગવામાં રાઈબોફ્લેવિન વધુ પ્રમાણમાં હોય છે જે બ્લડ શુગરને ઘટાડે છે જેથી સરગવાના સેવનથી ડાયાબિટીસમાં રાહત મળે છે.
પાચનતંત્ર માટે : સરગવામાં ફાયબરનું પ્રમાણ હોવાથી પેટની સમસ્યા દુર કરવામાં મદદરૂપ થાય છે. સરગવાની ચા પીવાથી પેટની ઘણી બધી સમસ્યા દુર થાય છે.
સાંધાનો દુખાવો : સરગવાના સેવનથી સાંધાનો દુખાવામાં રાહત થાય છે. સરગવાના બીજના તેલનો માલીશ કરવાથી સાંધાનો દુખાવો માટે છે. સરગવાની છાલના ઉપયોગથી વાની સમસ્યા અને યકૃતના રોગોમાં ફાયદો થાય છે. સરગવાના ગુંદરનો લેપ કરવાથી ગઠીયો વા મટે છે.
પેશાબની સમસ્યા : સરગવાના ગુંદરનું સેવન કરવાથી પેશાબની સમસ્યામાં રાહત થાય છે. 5 ગ્રામ સરગવાનો ગુંદરને દહીં સાથે 7 દિવસ સુધી સેવન કરવાથી પેશાબની સમસ્યા મટે છે. સરગવાના મુળની છાલનો ઉકાળો બનાવી પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા દુર થાય છે.
થાઈરોઈડ માટે : થાઈરોઈડની સમસ્યામાં સરગવાની શિંગનું સેવન કરવાથી ફાયદો થાય છે. જેની થાઈરોઈડ ગ્લેન્ડ વધારે સક્રિય હોય તેઓએ સરગવાની શિંગનું સેવન કરવાથી થાઈરોઈડનો સ્ત્રાવ ઓછો થાય છે.
આંખોની દ્રષ્ટી વધારે : સરગવામાં બીટાકેરોટીન પ્રમાણ હોય છે માટે તેનું સેવન કરવાથી આંખોની સમસ્યામાં લાભ થાય છે. જે લોકોને આંખોની દ્રષ્ટી ઓછી છે તેઓએ સરગવાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે.
આમ, સરગવો ખુબ જ ઉપયોગી અને ઉત્તમ ઔષધ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે સરગવાનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.