ચણાની વાત કરીએ તો તેનું પોષક તત્વની દ્રષ્ટીએ ખુબ જ મહત્વ હોય છે, માટે જ લોકો વારંવાર કહે છે કે ચણા ખાવ અને ઘોડા જેવી શક્તિ અને તંદુરસ્તી મેળવો. સવારે ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદો થાય છે, પલાળેલા ચણા બદામની તુલનામાં ઘણા વધારે પૌષ્ટિક અને શક્તિશાળી હોય છે. રાત્રે ચણાને પલાળીને સવારે નિયમિત નાસ્તામાં એક મુઠ્ઠી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે સાથે અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે.
પલાળેલા ચણામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાયબર અને વિટામીન હોય છે. પલાળેલા ચણાનું સેવન કરવાથી કફ, શરદી-ઉધરસ, માથાનો દુખાવો, રક્તપિત્ત, લોહીની શુદ્ધિ વગેરે જેવી સમસ્યામાં રાહત થાય છે સાથે જ શરીરમાં દિવસભરની ઉર્જા બનાવી રાખે છે. પલાળેલા ચણામાં ફાયબરની માત્રા વધારે હોવાથી પાચનતંત્ર અને પેટના રોગોમાં ફાયદો થાય છે. ચાલો જાણીએ પલાળેલા ચણા ખાવાથી શરીરમાં થતા ફાયદા વિષે.
રોગપ્રતિકાર ક્ષમતા વધારે : નિયમિત પલાળેલા ચણાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે. ચણામાં પ્રોટીન, વિટામીન અને ફોસ્ફરસ ભરપુર માત્રામાં હોય છે, જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. નિયમિત એક મુઠ્ઠી રાત્રે પલાળેલા ચણા સવારે નાસ્તામાં ખાવાથી શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે, સાથે જ શરદી-તાવ જેવી બીમારીઓને પણ દુર રાખવા માટે મદદ કરે છે.
ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યામાં ચણાના સેવનથી ફાયદો થાય છે. ચણામાં મળતા ફાયબર અને પ્રોટીનથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. માટે નિયમિત પલાળેલા ચણાના સેવનથી શરીરીનું બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે અને ડાયાબીટીસ જેવી સમસ્યામાં રાહત થાય છે.
એનીમિયા : પલાળેલા ચણામાં આયર્ન વધારે માત્રામાં હોય છે માટે એનીમિયા જેવી બીમારીમાં શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે. પલાળેલા ચણામાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબીનની માત્ર જાળવી રાખે છે લોહીની ઉણપ દુર કરે છે.
કબજિયાત : ચણામાં ફાયબર વધારે પ્રમાણમાં હોય છે જે પાચન માટે ફાયદાકારક છે. નિયમિત પલાળેલા ચણા ખાવાથી પાચનક્રિયા સારી બને છે. અને પેટ સાફ રહે છે તથા ડાયજેશન બહેતર બનાવે અને કબજીયાતની સમસ્યાથી છુટકારો થાય છે.
પેટની સમસ્યા : પેટ સંબધિત સમસ્યામાં ચણાનું સેવન ફાયદાકારક છે, પલાળેલા ચણામાં જીરું, આદુ અને મીઠું મિક્સ કરીને ખાવાથી પેટના દુખાવામાં, કબજિયાત અને એસીડીટી માં રાહત મળે છે. માટે પેટ સંબધિત સમસ્યામ ચણાનું સેવન કરવાથી રાહત મળે છે.
હાડકા મજબુત બનાવે : ચણાએ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, નિયમિત પલાળેલા ચણાના સેવનથી શરીરના હાડકા મજબુત બનાવી શકાય છે. ચણામાં દૂધ જેટલું જ કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબુત અને તંદુરસ્ત રાખે છે. પલાળેલા ચણાના સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપને પણ દુર કરી શકાય છે.
હેલ્ધી હાર્ટ માટે : ચણામાં ઓમેગા-3 ફેટી એસીડ અને આલ્ફા લીનોલેનીક એસીડ હોય છે જે શરીરનું કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.
આંખો માટે : ચણામાં બીટા કેરોટીનનું પ્રમાણ હોય છે, જે આંખોના કોષોને થતા નુકશાનને અટકાવે છે. માટે પલાળેલા ચણા ખાવાથી આંખોની દ્રષ્ટી સારી રહે છે.
નબળાઈ : પલાળેલા ચણાના સેવનથી શરીરની નબળાઈ દુર કરી શકાય છે. ચણામાં આયર્ન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે જે શરીરની એનેર્જી બનાવી રાખે છે અને શરીરની નબળાઈ દુર કરે છે.
પાચનક્રિયા સુધારે : પલાળેલા ચણામાં ફાયબર હોવાથી પાચનતંત્ર સારું રહે છે. ફાયબરનું મુખ્ય કામ ભોજનને પચાવવાનું હોય છે, માટે પલાળેલા ચણાના સેવનથી પાચનક્રિયા સારી થાય છે.
વજન ઘટાડે : ચણામાં સારા પ્રમાણમાં ફાયબર હોય છે જે શરીરનું વજન ઘટાડે છે, પલાળેલા ચણાના સેવનથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે જેથી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે.
ગર્ભવતી મહિલા માટે : ચણામાં પ્રોટીનની માત્રા વધારે હોવાથી ગર્ભવતી મહિલા માટે ચણાનું સેવન ફાયદાકારક છે. ગર્ભવતી મહિલા માટે ચણાનું સેવન કરવાથી ઉદરમાં ઉછરી રહેલ શિશુ માટે પણ ફાયદાકારક પુરવાર થાય છે અને માતાને સ્ફૂર્તિ રહે છે. માટે ગર્ભવતી મહિલા માટે ચણાનું સેવન ગુણકારી છે.
પેશાબની સમસ્યા : પલાળેલા ચણાનું ગોળ સાથે સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યાથી આરામ મળે છે. પલાળેલા ચણાના સેવનથી પાઈલ્સની સમસ્યામાં પણ રાહત થાય છે.
આ રીતે ચણાને પલાળો : એક મુઠ્ઠી ચણાને બરાબર સાફ કરીને રાખો, ત્યારબાદ એક વાસણમાં પાણી લો અને તેમાં ચણા બરાબર ડૂબી જાય તેમ આખી રાત સુધી પાણીમાં પલાળી દો, ત્યારબાદ સવારે ચણાને પાણીમાંથી કાઢીને ચાવીને ખાઓ, આમ કરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે.
આમ, નિયમિત પલાળેલા ચણાનું કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે પલાળેલા ચણાનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com