સુંઠને શક્તિનું પ્રતિક મનાતું હોવાથી આયુર્વેદમાં આગવું સ્થાન ઘરાવે છે. સુંઠનો શાબ્દીક અર્થ જ થાય છે શુદ્ધિ કરનાર. સુંઠ એટલે સુકાયેલા આદુનો પાઉડર, તેને સુંઠ તરીકે ઓળખવામાં આવે છે. આદુને સુકવીને તેમાંથી સુંઠ બનાવવામાં આવે છે. સુકા આદુમાં આયર્ન, કેલ્શિયમ, ફાયબર, સોડીયમ, વિટામીન-A, C અને ફેટી એસીડ ભરપૂર માત્રામાં હોય છે. સુંઠનું સેવન શિયાળામાં તો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચરકસંહિતામાં પણ સુંઠના ઉપાયો વિષે લખ્યું છે. સુશ્રુંતસંહિતામાં લખ્યું છે કે સુંઠનો ઉપયોગ કફ, વાયુ, વીર્ય વધારવા માટે ઉપયોગી છે.
આયુર્વેદમાં સુંઠ, ગળો, આમળાં અને હરડે આ ચારેય ઔષધીને અમૃત સમાન માનવામાં આવે છે. આપણે ત્યાં જયારે બળવાનો વચ્ચે લડાઈ થાય ત્યારે એક પડકાર ફેકવામાં આવે છે કે “કોની માં એ સવાશેર સુંઠ ખાધી છે”, તેનો મતલબ એ કે જે સ્ત્રીએ સુવાવડ બાદ સુંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક ખુબ જ બળવાન બને છે, ચાલો તો જાણીએ સુંઠ ખાવાથી થતા ચમત્કારિક ફાયદા વિષે. (Benefits of Ginger Powder)
રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરે : આદુ રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બનાવવા ઉપયોગી છે તેમજ સુંઠ પણ ફાયદાકારક છે. આદુમાં કર્ફ્યૂમિના અને કેપ્સાઈસીન એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવામાં મદદ કરે છે. સુંઠને રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બનાવવા માટે ઉત્તમ ઔષધ માનવામાં આવે છે.
શરદી માટે : સુંઠનો ઉપયોગ શરદીના ઘરેલુ ઉપચાર માટે કરવામાં આવે છે. સુંઠ, તજ અને સાકરનો ગરમ કરીને ઉકાળો પીવાથી શરદીમાં રાહત મળે છે. સુંઠ અથવા આદુ વાળી ચા પીવાથી પણ શરદીમાં ઝડપથી રાહત થાય છે. અડધી ચમચી સુંઠ, એક ચમચી જેટલો ગોળ અને એક ચમચી ગાયનું ધી મિશ્ર કરી નાની નાની ગોળીઓ બનાવો, આ ગોળીઓને સવારે નિયમિત ખાલી પેટ ચાવીને ખાવાથી શરદી, દમ, ઉધરસ અને એલર્જી દુર થાય છે, તથા ભૂખ સારી લાગે અને કફ છુટો પડી જાય છે.
માથાના દુખાવા માટે : માથાના દુખાવામાં પણ સુંઠ ઉપયોગી સાબિત થાય છે. વધારે પડતા તાણના કારણે માથાનો દુખાવો શરુ થાય છે. માથાનો દુખાવામાં રાહત મેળવવા સુંઠનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. સુંઠ માથાના કોષોમાં થતો સોજો ઘટાડવામાં મદદ કરે છે અને માથાના દુખાવામાં રાહત આપે છે. સુંઠને પાણીમાં ઘસી માથા પર લાગવાથી આધાશીશીમાં રાહત થાય છે.
સાંધાના દુખાવામાં : સુંઠના ઉપયોગથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. સુંઠ અને જાયફળના પાઉડરને તલના તેલમાં મિક્સ કરો, ત્યારબાદ એક સ્વચ્છ કપડું લઇ તેને આ મિશ્રણમાં પલાળી સાંધાના દુખાવા પર લગાવાથી દુખાવામાં રાહત મળે છે.
પેટની સમસ્યા માટે : સુંઠના સેવનથી પેટ સંબધિત સમસ્યામાં રાહત મળે છે. પેટમાં થતી બળતરા, દુખાવો, કબજિયાત જેવી સમસ્યામાં માટે સુંઠના ફાયદા સૌથી અસરકારક માનવામાં આવે છે. સુંઠ પેટમાં થતી બળતરા દુર કરે છે, સુંઠમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પેટની બળતરા દુર કરવામાં રાહત આપે છે. કબજિયાત માટે પણ સુંઠ ઉપયોગી થાય છે, કબજીયાત અને પેટના દુખાવામાં દૂધમાં સુંઠ નાખી સેવન કરવાથી રાહત થાય છે.
ગર્ભાવસ્થા : સુંઠના ફાયદા ગર્ભાવસ્થા દરમિયાન પણ જાણીતા છે. સગર્ભા સ્ત્રીઓને સવારે ઉઠતા જ ઉલ્ટી અથવા ઉબકા થાય છે. આ સમયગાળા દરમિયાન પ્રાચીન કાળથી સુંઠનું સેવન કરવામાં આવે છે. સૂંઠને પાણી સાથે પણ પી શકાય છે. આમ કરવાથી ઉલ્ટી ઉબકા ઓછુ થાય છે અને પેટ સ્વસ્થ રહે છે. પ્રસુતિ પછીની અશક્તિમા ઘઉંના લોટના શીરામાં સુંઠ નાખીને ખાવાથી અશક્તિ દુર થાય છે.
પાચન માટે : સુંઠમાં ફાયબર ભરપુર માત્રામાં હોય છે, જે પાચન ક્રિયામાં સુધારો કરે છે અને કબજિયાત જેવી પાચનસંબધિત બીમારીઓમાં રાહત આપે છે.
તાવ : તાવને દુર કરવા માટે પણ સુંઠ ઉપયોગી છે, સુંઠ અને મધને મિક્સ કરીને ચાટવાથી શરીરનું તાપમાન વધે છે અને પરસેવો વધારે આવે છે. તેનાથી તાવ માં રાહત થાય છે. જો તાવ વધારે લાગે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
વજન ઘટાડવા માટે : સુંઠનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. ગરમ પાણીમાં સુંઠ નાખીને સેવન કરવાથી વધારાની ચરબી બર્ન થઇ જાય છે. આમ કરવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે.
હેડકી દુર કરવા માટે : સતત હેડકી આવવી અને બંધ ન થવી તેના માટે સુંઠ અને દૂધને ઉકાળીને ઠંડુ કરી પીવાથી હેડકી આવવાનું બંધ થઇ જાય છે. માટે હેડકી આવવી અને બંધ ન થાય તેવી સમસ્યામાં પણ સુંઠ ઉપયોગી છે.
મિત્રો, સુંઠ એ ખુબ જ ઉપયોગી ઔષધ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.
Image Source : www.google.com