આયુર્વેદમાં મુજબ નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી, ઉધરસ અને કફની તકલીફને દુર કરી શકાય છે. કોરોનાની આ મહામારીમાં સામાન્ય શરદી ઉધરસ થાય તો પણ લોકો ડર અનુભવી રહ્યા છે, આ સામાન્ય શરદી થવાથી પણ લોકોને કોરોનાનો ડર સતત વધી રહ્યો છે. આ પરીસ્થીમાં તબીબો પણ આ નાસ લેવાની સલાહ આપી રહ્યા છે. સામાન્ય રીતે શરદીમાં નાક બંધ થઇ જાય છે અને શરીરમાં કફ જામી જાય છે. શરદી અને કફથી છુટકારો મેળવવા માટે નાસ અથવા સ્ટીમ ઉત્તમ ઘરેલું ઉપાય છે.
નાસ લેવાથી શરીરમાં રહેલો કફ છુટો પડે છે. શરદીમાં નાક બંધ હોય ત્યારે નાસ લેવાથી 10 જ મીનીટમાં નાકના છિદ્રો ખુલી જાય છે અને કફ છુટો પડી જાય છે તથા માથાના દુખાવામાં પણ રાહત થાય છે. આ સમસ્યામાં ઘરેલું ઉપચાર તરીકે નાસ અથવા સ્ટીમ લેવાથી ખુબ જ ફાયદો થાય છે.
નાસ અથવા સ્ટીમ લેવાની રીત : નાસ અથવા સ્ટીમ થેરાપી લેવા માટે સૌપ્રથમ એક વાસણમાં ગરમ પાણી લો, તેમાં અનુકુળતા પ્રમાણે વિક્સ અથવા અજમો નાખો, ત્યારબાદ પછી જે વ્યક્તિને નાસ લેવાનો હોય તે વ્યક્તિએ પાણી તરફ મો રાખવું અને આખું માથું ઢંકાય જાય એ રીતે ટુવાલ ઓઢવો, અને ઊંડા શ્વાસ લેવા. આમ થોડો સમય કરવાથી શરીરમાંથી કફ છુટો પડવા લાગે છે. અત્યારે બજારમાં નાસ લેવા માટે ઇલેક્ટ્રિક મશીનો પણ આવી ગયા છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. ચાલો જાણીએ નાસ લેવાથી થતા ફાયદા વિષે.
શરદી અને કફ : શરદી અને કફથી છુટકારો મેળવવા માટે નાસ ઉત્તમ ઘરેલું ઉપાય છે. નાસ લેવાથી શરીરમાં રહેલો કફ છુટો પડી જાય છે. આ માટે એક વસણમાં ગરમ પાણી લઈને તેમાં નીલગીરીનું તેલ અથવા અજમો કે વિક્સ નાખીને તેના પર મો રાખીને ઉપર ટુવાલ ઓઢી લો, આવું થોડી વાર કરવાથી શરીરમાં જામેલો કફ છુટો પડી જાય અને ગળફા વાટે બહાર નીકળી જાય છે. વધારે કફની તકલીફ લાગે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ખાંસી : ખાંસીની સમસ્યામાં અજમો કે ફુદીનાનો નાસ લેવો ફાયદા કારક છે. અજમો કે ફુદીનાના પાનાને ગરમ પાણીમાં નાખીને નાસ લેવાથી ખાંસી, ગાળામાં બળતરા જેવી સમસ્યામાં લાભ થાય છે.
અસ્થમા : અસ્થમા જેવી સમસ્યામાં સ્ટીમ લેવાથી ફાયદો થાય છે. આ બીમારીમાં તબીબો પણ નાસ લેવાની સલાહ આપે છે. અસ્થમાના દર્દીએ નાસ લેવાથી શ્વાસમાં રાહત મળી શકે છે.
ત્વચા માટે : ચેહરાની પ્રાકૃતિક ચમક આપવા માટે અને ચેહરાને ગ્લોઈગ કરવા માટે સ્ટીમ થેરાપી ઉપયોગી છે, સામાન્ય રીતે આપણે ચેહરા પર ફેસીઅલ કરાવ્યા બાદ સ્ટીમ લઈએ છીએ, જેનાથી ત્વચાની ગંદગી દુર થાય છે અને ત્વચાની સફાઈ થાય છે જેનાથી ચેહરાની પ્રાકૃતિક ચમક વધે છે. ચેહરા પરની ડેડ સ્કીન હટાવવા અને કરચલીઓ ઓછી કરવવા સ્ટીમ ઉપયોગી થાય છે.
ચહેરાના ખીલ : ચહેરા પરના ખીલને દુર કરવા સ્ટીમ લઇ શકો છો, ચહેરા પર સ્ટીમ લેવાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી સરળતાથી નીકળી જાય છે અને સ્કીન સાફ થઇ જાય છે, અને ખીલની સમસ્યામાં ફાયદો થાય છે. ચેહરા પર સ્ટીમ લેવાથી પરસેવો નીકળવા લાગે છે અને સ્કીનના પોર્સ ખુલી જાય છે તથા સ્કીનમાં રહેલા ડેડ સેલ અને ટોક્સીન બહાર નીકળવામાં મદદ કરે છે.
નાસ અથવા સ્ટીમ થેરાપી લેતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો
નાસ લેતી વખતે ગરમ પાણીથી દાજી ન જવાય તેનું ધ્યાન રાખવું. નાસ અથવા સ્ટીમ થેરાપી લેતી વખતે આંખો બંધ રાખવી જેથી આંખોમાં સીધી વરાળ ન જાય અને આંખોને નુકશાન ન થાય. નાસ લેતા સમયે બાળકોનું ધ્યાન રાખવું અને તે દાજી ન જાય તે વાતની તકેદારી રાખવી. ગરમ પાણી માં વિકસ વધારે ન ઉમેરવી. બાળકો અને ગર્ભવતી મહિલાઓએ નાસ લેતી વખતે ખુબ જ ધ્યાન રાખવું. નાસ લેતા સમયે કઈ પ્રોબ્લેમ્સ થાય તો ઢાંકેલો ટુવાલ હટાવી લેવો. જો શરદી-કફમાં રાહત મળે તો વધારે નાસ ન લ્યો. આ નાની બાબતોનું ધ્યાન રાખવાથી સમસ્યાથી બચી શકાય છે.
આમ, તમે આ ઘરેલું ઉપચાર દ્વારા તમે શરદીની, જામેલા કફને અને ખાંસીને હંમેશા માટે દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
Image Source : www.google.com