ગરમીની શરૂઆત થતા જ ઠેર ઠેર શેરડીના રસનું આગમન થઇ જાય છે. ગરમીમાં શેરડીનો રસ કોલ્ડડ્રીન્કસની જગ્યાએ બેસ્ટ ઓપ્શન છે. ગરમીની સિઝનમાં એક ગ્લાસ શેરડીનો રસ માત્ર તમારી તરસ જ છીપાવતો નથી પરતું તમારા શરીરમાં જરૂરી એનર્જી પણ પૂરી પડે છે. શેરડીના રસમાં ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, વિટામીન-B, અને ફાયબર હોય છે. શેરડીના રસમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે.
શેરડીના રસમાં દાંતોની સમસ્યાથી માંડીને પથરી અને કેન્સર જેવી બીમારીઓ સામે લડવાના ગુણો છે. શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણો હોય છે. શેરડીમાં ફેટ નું પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે. ગરમીમાં શેરડીનો રસ શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે. તો ચાલો જાણીએ શેરડીનો રસ પીવાના ફાયદા. (Benefits of Sugarcane Juice).
એનર્જી માટે : શેરડીનો રસ એક એનેર્જી ડ્રીંક છે. શરીને લાંબો સમય સુધી એનર્જેટિક રાખવા માટે કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે, કાર્બોહાઈડ્રેટને શરીરનું ઇંધણ માનવામાં આવે છે. શેરડીના રસમાં ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીને લાંબો સમય સુધી એનર્જેટિક રાખે છે.
રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે : શેરડીના રસમાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરવાનો ગુણ હોય છે. જે લોકો વારવાર બીમાર પડી જતાં હોય એ લોકોએ શેરડીના રસનું સેવન કરવું જોઈએ. શેરડીનો રસ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે.
લીવરને સ્વસ્થ રાખે : શેરડીનો રસ લીવર સંબધિત બીમારી જેમ કે કમળો જેવા રોગો માટે ખુબ જ અસરકારક છે. લીવરની કાર્યપ્રણાલીમાં અવરોધના લીધે કમળો થાય છે. કમળાના સમયે શેરડીનો રસ શરીરમાં જરૂરી પોષણ અને પ્રોટીનની ઉણપ દુર કરે છે. શેરડીનો રસ લીવરને ડીટોકસીફાઈ કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે.
વજન ઘટાડે : શેરડીના રસને વજન ઘટાડવા માટે એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. શેરડી એ ફાયબર યુક્ત હોય છે, જે વજન ઘટાડવાની સાથે લીપીડને પણ નિયંત્રણમાં રાખે છે. જે ગ્લુકોઝને તોડીને ઉર્જા બનાવામાં મદદ કરે છે. શેરડીનો રસ ખાલી પેટ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.
પેશાબની સમસ્યા : શેરડીનો રસ પેશાબ સબંધિત સમસ્યાઓમાં ખુબ જ અસરકારક છે. ઘણીવાર પેશાબ કરતી વખતે બળતરા કે પીડા થાય છે. આવી સમસ્યામાં શેરડીના રસના સેવનથી રાહત મળે છે. જે લોકોને પેશાબમાં બળતરા કે ઇન્ફેકશનથી પરેશાન હોય તેવા લોકોએ શેરડીના રસનું સેવન કરવું જોઈએ.
પથરી : શેરડીનો રસ પથરીની સમસ્યામાં લાભકારી છે. શેરડીના રસના સેવનથી પથરી ધીમે ધીમે પીગળી અને મૂત્રવાટે નીકળી જાય છે. પથરીની સમસ્યામાં માટે શેરડીનો રસ ઉત્તમ મનાય છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે : શેરડીના રસમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે, બ્લડપ્રેશરણને કંટ્રોલ કરવા માટે પોટેશિયમ જરૂરી છે. શેરડીના રસના સેવન કરવાથી આપણા શરીરને પુરતી માત્રામાં પોટેશિયમ મળી રહે છે, બ્લડપ્રેશરની સમસ્યામાં શેરડીના રસનું સેવન કરવાથી ફાયદો થાય છે.
હાડકા માટે : શેરડીના રસમાં કેલ્શિયમની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. નિયમિત શેરડીના રસના અને હાડકા મજબુત બને છે.
શેરડીનો રસ કોને ન પીવે જોઈએ : દાંતની સમસ્યા વાળા લોકોએ શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહિ. જે લોકો એન્ટી બાયોટીક દવાઓ લઇ રહ્યા હોય તેને શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહિ. જે લોકોને પેટ સંબધિત સમસ્યા હોય તેને શેરડીના રસનું સેવનથી ઝાડા થઇ શકે છે.
જેમને શ્વાસ તથા શરદીની સમસ્યા હોય તેને પણ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ. આ બધી તકલીફો વાળા વ્યક્તિને શેરડીના રસનું સેવન કરતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે.
આમ, શેડીનો રસ ખુબ જ ઉપયોગી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ જેવી કે લીવર ની સમસ્યા, હાર્ટના રોગો, કેન્સર, એસીડીટી, ડાયાબિટીસ,બ્લડપ્રેશર સમસ્યાઓને ઠીક કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
Image Source : www.google.com