અસ્થીસંહાર નામનો આ છોડ દેખાવમાં થોર જેવો દેખાય છે. આ છોડ ખુબ જ ઉપયોગી છે તેનું નામ હાડકા એટલે કે અસ્થિ પરથી પડ્યું છે. અસ્થિસંહારને હિન્દીમાં હડ્ડીજોડ કહે છે. અસ્થિસંહારને આયુર્વેદમાં ઔષધીના રૂપમાં સૌથી વધારે પ્રયોગ હાડકાને જોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય તે પેટ સંબંધી સમસ્યા, પાઈલ્સ, લ્યુકોરિયા, મોચ, અલ્સર વગેરે રોગોના ઉપચારમાં પણ કામ આવે છે.
આ વનસ્પતિ લગભગ 8 મીટર સુધી લાંબી આરોહી પાંદડા વાળી વેલ સ્વરૂપે હોય છે, તે જોવામાં ચતુષ્કોણ તથા શ્રુંખલા જેવી હોય છે. જૂની ડાળીઓ પાંદડા વિહીન હોય છે. તેનો પ્રયોગ હાડકા સંબંધિત બીમારીઓના ઈલાજમાં કરવામાં આવે છે. આ છોડનું વાનસ્પતિક નામ ( સીસ્સુસ ક્વોદ્રંગ ગુલારીસ) Cissus quadrangularis linn. છે, જેને અંગ્રેજીમાં Bone setter કહે છે, જયારે ગુજરાતની સ્થાનિક ભાષાઓમાં હારસાંકળ જેવા નામથી ઓળખવામાં આવે છે. અમે અહિયાં અસ્થીસંહારના ઈલાજ થકી મટાડી શકાતા રોગો વિશે જણાવીશું. ચાલો જાણીએ અસ્થીસંહારના ઉપયોગથી થતા ફાયદા વિષે.
ભાંગેલા હાડકા જોડવા (ફ્રેકચર): અસ્થિસંહારનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ભાંગેલા હાડકાઓને જોડી શકાય છે. ભાંગેલા હાડકા થવા સાંધા પર અસ્થિસંહારનો કાંડ કલ્ક લેપ કરવાથી જલ્દી લાભ થાય છે. 10 થી 15 મિલી અસ્થિસંહારના રસને ઘીમાં ભેળવી પીવાથી તથા ભાંગેલા સ્થાન પર તેનો કલ્ક અળસીનું તેલ ભેળવીને બાંધવાથી ભાંગેલા હાડકા જોડાય છે. અસ્થિસંહાર વનસ્પતિને સુકવી તેમાં થોડી અડદની દાળ મિક્સ કરીને તેને પીસીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને તૂટેલા હાડકાં પર લગાવી તેના પર સાફ કપડું બાંધી દો. આવી રીતે આ પેસ્ટને સતત એક મહિના સુધી લગાવવાથી ઝડપથી સુધારો લાગશે.
અસ્થીસંહારના પાંદડા અને ડાળીઓને ખુબ જ બારીક વાટીને લેપ તૈયાર કરો, આ લેપને તૂટેલા હાડકા પર લગાવવાથી તૂટેલા હાડકાનું દર્દ, સોજો ધીરે ધીરે નાબુદ થાય છે. અસ્થીસંહારનો ઉપયોગ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું કે તેનો કાચો ઉપયોગ કરવો નહિ કારણ કે તે મોઢાને તતડાવી મુકે છે અને મોઢું આવી જાય છે. એટલા માટે અસ્થીસંહારનું ઘીમાં તળીને સેવન કરવામાં આવે છે. ઓછામાં ઓછા 15 દિવસ સુધી નિયમિત રીતે અસ્થિસંહારનું સેવન કરવાથી હાડકાના બધા જ પ્રકારના રોગ ઠીક થઈ જાય છે. જેમાં ઘૂંટણનો દુઃખાવો, સાંધાનો દુખાવો, કમરનો દુઃખાવો, પીઠનો દુઃખાવો વગેરે દુર થાય છે.
લોહી નીકળવું: કોઈ ઈજા થવાથી, વાગવાથી કે ઘસાવાથી લોહી નીકળી રહ્યું હોય તો અસ્થિસંહારનો પ્રયોગ કરો. અસ્થિસંહારના રસને લગાવવાથી ઈજાગ્રસ્ત રક્તસ્ત્રાવ બંધ થાય છે. આ સિવાય 2 થી 4 મિલી તેની ડાળીઓ અને મૂળના રસને પીવાથી દાંતનો રક્તસ્ત્રાવ, નાકનો રક્તસ્ત્રાવ, મરડાનો રક્તસ્ત્રાવ અને હરસમસાનો રક્તસ્ત્રાવ વગેરે મટે છે.
પાચન શક્તિ: અસ્થિસંહારમાં કામીનેટીવ ગુણ હોય છે તેના કારણે તે પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. તે એક ડાઈજેસ્ટીવ પ્રકૃતિની ઔષધી છે તેના લીધે ભૂખ વધે છે. અસ્થિસંહારનું ચૂર્ણ અને સુંઠનું ચૂર્ણ બરાબર માત્રામાં લઈને ખાવાથી પેટમાં પાચનશક્તિ વધે છે.
બ્રોકીયલ અસ્થમા: બ્રોકીયલ અસ્થમામાં અસ્થિસંહારના ઔષધિય ગુણ લાભકારી સાબિત થાય છે. 5 થી 10 મિલી અસ્થિસંહારના રસને ગરમ કરીને પીવડાવવાથી શ્વાસમાં લેવામાં લાભ થાય છે. અસ્થમાના રોગમાં ખુબ જ અસરકારક રીતે આ ઔષધી ખુબ જ ઉપયોગી છે.
પેટ સંબંધી સમસ્યા: જો મસાલેદાર ખોરાક ખાવાથી અથવા અસમય ભોજન ખાવાથી પેટમાં સમસ્યા થાય છે. અસ્થિસંહારના ઔષધીય ગુણ ઘરેલું ઈલાજમાં ખુબ કામ આવે છે. 5 થી 10 મિલી અસ્થિસંહારના પાંદડાના રસમાં મધ ભેળવીને પીવડાવવાથી પાચન ક્રિયા ઠીક થાય છે અને ઉદર સંબંધિત સમસ્યાથી આરામ મળે છે.
ઉપદંશ: પ્રજનન માર્ગમાં ઘાવ એટલે ઉપદંશ રોગ, પરંતુ તેમાં દર્દ થતું નથી. આ રોગને મટાડવા માટે એખરાનો એક ભાગ, અડધો ભાગ અસ્થિસંહાર, ચોથો ભાગ તજ તથા 2 ભાગ શર્કરાના ચૂર્ણને 14 દિવસો સુધી દૂધ સાથે સવારે અને સાંજે સેવન કરવાથી ઉપદંશમાં લાભ થાય છે, આ સિવાય અસ્થિસંહારના દાંડલીના રસનો લેપ કરવાથી તથા સેવન કરવાથી ઉપદંશ વગેરે રોગોમાં લાભ થાય છે.
ડીલીવરી દર્દ: અસ્થિસંહારના દાંડલી અને પાંદડાને વાટીને લેપ કરવાથી ડીલીવરીના દર્દથી આરામ મળે છે. દર્દને પૂરી રીતે મટાડવા માટે આ છોડ પૂર્ણ સક્ષમ છે, એના માધ્યમથી મહિલાઓને અનિયમિત માસિક સ્ત્રાવને પણ દુર કરવામાં ઉપયોગી છે.
પ્રદર-લ્યુકોરિયા: આ સમસ્યામાં મહિલાઓને યોનિમાંથી સફેદ પાણી નીકળે છે. સફેદ પાણીનું વધારે સ્ત્રાવ થવા પર કમજોરી પણ આવે છે. તેનાથી રાહત મેળવવા માટે અસ્થિસંહારનું સેવન ફાયદેમંદ હોય છે. 5 થી 10 મિલી અસ્થિસંહારના કાંડના રસનું સેવન કરવાથી અનિયમિત સ્ત્રાવ તથા શ્વેતપ્રદર વગેરે રોગો મટે છે.
શરીર દર્દ: અસ્થિસંહારનું સેવન શરીરના કળતરને ઠીક કરવા માટે ઉપયોગી છે. તેમાં દર્દ નિવારક ગુણ હોય છે. જેના કારણે તેનો ઉપયોગ કરવા પર થોડા જ સમયમાં દર્દથી આરામ મળે છે. એટલા માટે સુંઠ, કાળા મરી તથા અસ્થિસંહાર પ્રરોહ લેપ 1 થી 2 ગ્રામનું સેવન કરો.
ઘાવ: ક્યારેક ક્યારેક અલ્સરના કારણે ઘાવ સુકાવામાં ખુબ જ સમય લાગે છે. તો ક્યારેક વળી ઘાવ સુકાયા બાદ બાજુમાં બીજો ઘાવ નીકળી આવે છે. એવામાં અસ્થિસંહારના પ્રયોગ દ્વારા ખુબ જ લાભ મેળવી શકાય છે. બળેલા ઘાવને અથવા જીવજંતુના ડંખ પરના ઘાવ માં અસ્થિસંહારના મૂળનો રસનો લેપ કરવાથી લાભ થાય છે.
મોચ કે આંચકી: મોચ કે આંચકી આવવા પર અસ્થિસંહાર ખુબ જ ઉપયોગી છે. જો આંચકી આવ્યા બાદ દર્દ ઓછું ના થઇ થઇ રહ્યું હોય તો અસ્થિસંહારનો ઘરેલું ઉપચાર ખુબ જ ઉપયોગી છે. અસ્થિસંહારના રસમાં તલનું તેલ ભેળવીને, પકાવીને, ગાળીને લગાવવાથી આંચકીના દર્દ અને વેદનામાં લાભ થાય છે.
ગાંઠિયો વા: વધતી ઉમર સાથે સાંધામાં દર્દ થવાની પરેશાની થઈ રહી હોય તો અસ્થિસંહારનું સેવન કરવાથી આરામ મળે છે. એક ભાગ છાલો સહીત ડાળી તથા અડદની દાળને વાટીને, તલના તેલમાં ગાળીને, ગોળીઓ બનાવીને સેવન કરવાથી વાના રોગો મટે છે. 15 દિવસ સુધી અસ્થિસંહારનો ખોરાક વગેરેના સ્વરૂપમાં સેવન કરવાથી હાડકાનું ભંગાણ અથવા હાડકાને તૂટવાની બીમારીમાં શીઘ્ર લાભ થાય છે.
આ સિવાય પણ જો કરોડરજ્જુના હાડકામાં દર્દ થઇ રહ્યું હોય તો અસ્થિસંહારના ઔષધીય ગુણો ખુબ જ ફાયદાકારક છે. અસ્થિસંહારના પાંદડા ગરમ કરીને શેક કરવાથી દર્દ ઓછુ થાય છે. વિશ્વમાં દિવસે દિવસે કેન્સરના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. માટે અસ્થિસંહારના સેવન દ્વારા કેન્સરને અટકાવી શકાય છે. તેના ઔષધીય ગુણો કેન્સરને ફેલાતું રોકે છે. મસાલાદાર ખોરાક તેમજ તીખું તળેલું ખાવાથી પાઈલ્સની બીમારી થાય છે. આ બીમારીમાં હરસમસા માં ઘરેલું ઉપચાર તરીકે અસ્થિસંહારનો ઉપયોગ કરીને મટાડી શકાય છે.
આમ, આ અસ્થિસંહાર ખુબ જ ઉપયોગી ઔષધી છે. તે ભાંગેલા હાડકાને ખુબ જ ઝડપથી જોડે છે. સાથે તે બીજા અનેક રોગમાં પણ અગત્યનું સ્થાન ધરાવે છે, જેથી આયુર્વેદમાં તેનો 64 જડીબુટ્ટીઓમાં સમાવેશ થયો છે. આશા રાખીએ કે અસ્થિસંહારના આયુર્વેદિક ગુણો વિશેની માહિતી તમારા માટે અને તમારા પરિવાર માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગમુક્ત રહી શકો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમને કોઈ પણ બીજી બીમારી હોય તો અસ્થિસંહારનો ઉપયોગ તથા સેવન કરતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com