શરીદ ખાંસી સામાન્ય રીતે કોઈપણ ઋતુમાં થાય છે, ત્યારે આનાથી બચવા માટે આપણે હંમેશા પોતાની ખાણી-પીણીને ઋતુ અનુકૂળ લેવી પડે છે. શરદી ખાંસી થવાની સાથે ઘણીવાર ગળું ખરાબ થઇ જવું, માથું દુખવા લાગે, કફ જેવી સમસ્યા થાય છે આ વસ્તુ થવાની સાથે છાતીમાં કફ જમા થવો અને શ્વાસ સંબધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેનો સામનો કરવો પડે છે, માટે આજથી જ અપનાવો આ આયુર્વેદિક ઉપાયો. આ ઉપાયોની મદદથી તમે શરદી-ખાંસી અને કફની સમસ્યાને દુર જ રાખી શકશો.
શરદીના કારણે થયેલો કફ થોડા દિવસ રહે તો કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ જયારે લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. શરૂઆતમાં જો તેને ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતાં લોકો માટે ખતરનાક સાબિત થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કફમાં લોહીના કોઈ અંશ દેખાય તો ડોક્ટર પાસે અવશ્ય જવું જેથી તમે કોઈ ગંભીર સમસ્યાથી બચી શકો. અમે તમને આ આર્ટીકલના માધ્યમથી દવાખાને ગયા વગર છાતી અને ગળામાં જામેલા કફને દુર કરવાના ઘરેલું ઉપચાર જણાવવાના છીએ, જે તમે પહેલેથી જ અપનાવશો તો છાતીમાં કફ નહી જમા થાય, ચાલો જાણીએ આ આયુર્વેદિક ઉપચારો વિષે.
આદુ અને તુલસી : આદુ અને તુલસીમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ જેવા ગુણો હોય છે, તેના સેવનથી કફમાં આરામ મળવાની સાથે સામાન્ય શરદી અને ખાંસીથી પણ છુટકારો મળે છે. આ વસ્તુના સેવનથી શરીરની ઈમ્યુનીટી પણ મજબુત થાય છે અને ઘણી બધી બીમારીઓથી પણ બચી શકાય છે. આદુનો રસ અને તેમાં મધ ઉમેરીને પીવાથી છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડે છે અને વાયુ મટે છે. તમે આદુ અને તુલસીને આહારમાં મિક્સ કરીને અથવા ચાય કે ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે બે કપ પાણીમાં એક ટુકડો આદુ અને 2-3 તુલસીના પાન લઈને ઉકાળો, જ્યાં સુધી પાણી અડધા કરતા ઓછું ન થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેને ગાળીને પી જવું, આમ કરવાથી કફની સમસ્યા દુર રહેશે. તે સિવાય આદુનો ટુકડો ચાવવાથી પણ ગળાની સમસ્યામાં આરામ મળે છે.
લીંબુ અને મધ : લીંબુ અને મધના સેવનથી ગળું ખરાબ થવું, કફ, શરદી, ખાંસી હોવાની સમસ્યામાં ખુબ જ કારગત સાબિત થાય છે. એક કપ ગરમ પાણીમાં એક અડધી ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરવાથી કફ અને ગળાની સમસ્યામાં આરામ મળશે અને સાથે જ શરીરીની ઈમ્યુનીટી પણ સ્ટ્રોંગ થશે.
કાળી મરી :કાળી મરીના સેવનથી કફ, ખાંસી અને શ્વાસ સંબધિત સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 2 કપ પાણીમાં એક ચપટી કાળી મરી નાખીને ઉકાળો, જ્યાં સુધી પાણી અડધા કરતા ઓછું ન થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને પછી ગાળીને અડધી ચમચી મધ મિક્સ કરીને પીવું, આ ઉકાળાને સવારે અથવા સાંજે પણ પી શકો છો, આમ કરવાથી ફેફસાની સારી રીતે સફાઈ થઇ છાતીમાં જામેલા કફની સમસ્યાથી છુટકારો મળે છે.
ડુંગળી : ડુંગળીમાં એવા ગુણો હોય છે જેનાથી છાતીમાં જામેલા કફમાં તરત આરામ આપે છે. સૌપ્રથમ એક નાની ડુંગળી, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી પાણી અને અડધી ચમચી મધ ભેળવીને થોડું ગરમ કરીને આ મિશ્રણને પીવાથી કફ સરળતાથી છાતીમાંથી બહાર નીકળી જાય છે. છાતીમાં જામેલા કફને બહાર કાઢવા માટે આ એક સારો ઘરેલું ઉપાય છે.
લીલી હળદર : કફની સમસ્યામાં લીલી હળદર, અરડૂસી અને આદુનો રસ દિવસમાં નિયમિત 1-1 ચમચી ત્રણ વાર લેવાથી ઉધરસ, દમ, શરદી અને કફ મટે છે. લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકે પણ કરી શકો છો.
ગોળ : ગોળની તાસીર ગરમ હોય છે, તેનું સેવન કરવાથી કફ અને ખાંસીમાં આરામ મળે છે. શેકેલા ચણાની સાથે ગોળનું સેવન કરવાથી આ સમસ્યામાં લાભ થાય છે. તમે ગોળને મીઠાઈ કે ચામાં નાખીને પણ ખાઈ શકો છો.
સૂંઠ : સુંઠના ઉપયોગથી પણ કફ, શરદી, ઉધરસમાં આરામ મળે છે, સૌપ્રથમ સુંઠ 50 ગ્રામ, કાળા મરી 50 ગ્રામ, હળદર પાવડર 20 ગ્રામ અને 250 ગ્રામ શુદ્ધ દેશી ગોળ લો, ત્યારબાદ દેશી ગોળને કડાઈમાં ગરમ કરીને ઓગળે એટલે તેમાં આ બધી ઔષધીઓ નાખીને બરોબર મિક્સ કરીને નાની નાની ગોળીઓ બનાવીને શરદી, ઉધરસ, તાવ વખતે લેવાથી 2 દિવસમાં મટે છે.
અજમો : અજમાંનો ઉપયોગ પણ શરદી અને કફના ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગી છે. હળદર અને અજમાને લઇ એક કપ પાણીમાં નાખીને ગરમ કરો, જ્યાં સુધી પાણી અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને તેમાં થોડો ગોળ નાખો, ત્યારબાદ થોડું ઠંડુ થઇ જાય એટલે પીવું જોઈએ. તેના સેવનથી કફમાં ઝડપથી આરામ મળશે.
લેમન ટી : લીંબુના ગુણો આયુર્વેદમાં ખૂબ લાભદાયી છે, લીંબુમાં ભરપુર પ્રમાણમાં સિટ્રિક એસિડ હોય છે. સૌપ્રથમ બ્લેક ટી બનાવો, ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને સેવન કરવું. આ મિશ્રણનું થોડા દિવસ સેવન કરવાથી કફની સમસ્યા માંથી છુટકારો મળશે.
લસણ : લસણમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ અને ઇંફ્લેમેટરી ગુણ હોય છે, તેમજ આયુર્વેદમાં પણ તેને ઔષધી સ્વરૂપ ગણાયું છે. 2-3 લસણની કળી કાચી અથવા શેકીને ખાવાથી શરદી અને ખાંસીમાં રાહત થાય છે.
પાઈનેપલ : પાઈનેપલનું સેવન કરવાથી ખાંસી અને કફને દુર કરવા મદદ કરે છે. પાઈનેપલના સેવનથી ફેફસાની સફાઈ થાય છે અને કફની સમસ્યામાં આરામ મળે છે.
આમ, આ આયુર્વેદિક ઉપચારનો પહેલાથી જ સેવન કરવાથી તમે શરદી, કફને હંમેશા માટે દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com