રોગપ્રતિકારક ક્ષમતા અથવા ઈમ્યુનીટી આપણા શરીરનું એક એવું કવચ જે વાયરસ અને બેક્ટેરિયાથી થતા રોગોમાં શરીરની રક્ષા કરે છે. ઈમ્યુનીટી ઘટવાથી શરીરમાં અનેક રોગોનું આગમન થઇ શકે છે. જો તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા સારી અને મજબુત હશે તો અનેક બીમારીથી બચી શકશો અને સ્વસ્થ જીવન જીવી શકશો.
શરીરમાં વધારે પડતો તણાવ, પુરતી ઊંઘ ન કરવી, વાસી અને ખરાબ ખોરાક, ઓછુ પાણી પીવું, નિયમિત તથા સમયસર ભોજન ન કરવું, ખરાબ વ્યસન, પરિશ્રમ, યોગ ન કરવા વગેરે જેવી બાબતોનું ધ્યાન ન રાખવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે. રોગપ્રતિકારક ક્ષમતાના ઘટાડાની સાથે અનેક બીમારીઓનું આગમન થાય છે.
કોરોના જેવી મહામારીમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા અથવા ઈમ્યુનીટી વધારવી ખુબ જ અનિવાર્ય છે. કોરોના સામે રક્ષણ મેળવવા તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત હોવી ખુબ જ જરૂરી છે. આ આર્ટીકલમાં અમે તમને રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના કુદરતી ઉપાયો વિષે જણાવીશું. (Immunity Natural Booster)
આયુર્વેદિક ઉકાળો : આયુર્વેદમાં ઉકાળાને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઈમ્યુનીટી સીસ્ટમને મજબુત બનાવવા માટે સવારે ખાલી પેટ ઉકાળાનું સેવન કરવું જોઈએ. કોરોના જેવી મહામારીમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા અથવા ઈમ્યુનીટી વધારવા આ ઉકાળાનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.
તુલસી પાન, કાળી મરી, આદુ, દેશી ગોળ, તજ, હળદર, લીંબુનો રસ, ગળો, સિંધાલ મીઠું લો. એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં આ બધું ઉમેરી દો. આને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી પાણી અડધું થઇ જાય અને સાવ કાળું પડી જાય. આ આયુર્વેદિક ઉકાળાના સેવનથી ઈમ્યુનીટી સીસ્ટમને મજબુત બનાવી શકો છો.
ગળો : ગળોને આયુર્વેદમાં અમૃતા વેલ પણ કહેવામાં આવે છે. ગળોમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-C હોય છે જે શરીરની ઈમ્યુનીટીને બુસ્ટ કરે છે. શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા ગળોનું સેવન કરવું અત્યંત લાભકારી માનવામાં આવે છે. ગળોના ઔષધિય ગુણોમાં ઈમ્યુનોમોડ્યુલેટરી ખુજ પ્રમાણમાં હોય છે તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
ગળોના સેવન થી શરીરની અનેક બીમારીઓમાં લાભ થાય છે. ગળોના પાવડરને પાણી સાથે ખાલી પેટ નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે.
આમળાં : આમળાને આયુર્વેદમાં અમૃત ફળ કહેવામાં આવે છે, કારણ કે આમળાંમાં વિટામીન-C ભરપુર માત્રામાં હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે 15 સંતરામાં જેટલું વિટામીન-C હોય છે એટલું વિટામીન-C માત્ર એક જ આમળામાં હોય છે.
વિટામીન-C શરીરની ઈમ્યુનીટીને મજબુત બનાવવા જરૂરી તત્વ મનાય છે. જો તમે નિયમિત એક આમળાનું સેવન કોઈ પણ રીતે કરશો તો તમારી ઈમ્યુનીટી જરૂર મજબુત થશે. તમે આમળાનું સેવન પાઉડર, મુરબ્બો કે જ્યુસ કરીને પણ કરી શકો છો.
અશ્વગંધા : અશ્વગંધાને આયુર્વેદમાં ખુબ જ ફાયદાકારક જડીબુટ્ટી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ અશ્વગંધાનું સેવન કરે છે તે હજારો બીમારીઓથી દુર રહે છે. અશ્વગંધાના નિયમિત સેવનથી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે સાથે જ તમારું શરીર લાંબો સમય સુધી ઉર્જાવાના બને છે.
ચ્યવનપ્રાશ : સારી ગુણવત્તાના ચ્યવનપ્રાશમાં 100થી વધુ જડીબુટ્ટી અને તત્વોનો ઉપયોગ થયેલો હોય છે. સવારે ખાલી પેટ એક ચમચી ચ્યવનપ્રાશના સેવનથી ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત બને છે. જે લોકો થાક લાગવાની સમસ્યા હોય તેના માટે ચ્યવનપ્રાશ ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને પુરુષો માટે ચ્યવનપ્રાશનું સેવન આવશ્યક ગણાય છે.
હળદર વાળું દૂધ : ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત બનાવવા હળદર વાળું દૂધ પણ ઉપયોગી સાબિત થાય છે. રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગાયના દુધમાં અડધી ચમચી હળદર અને સહેજ કાળી મરી પાઉડર ઉમેરીને થોડું ગરમ કરીને પીવું. કાળા મરી અને હળદર પ્રભાવથી શરીરના દોષો દુર થાય છે સાથે જ ઈમ્યુનીટી સીસ્ટમ મજબુતને કરે છે.
ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત કરવા આ જરૂરી બાબતોનું ધ્યાન રાખો :
રાત્રે જલ્દી સુવું અને સવારે વહેલા ઉઠવાની આદત પાડવી જે તમારી રોગપ્રતિકારક ક્ષમતાને બુસ્ટ કરે છે. હંમેશા ઘરનો તાજો ખોરાક ખાવાનું રાખો અને બહારના દુષિત અને વાસી ખોરાક ખાવાનું ટાળો.
દરરોજ 7-8 કલાક ની પ્રયાપ્ત નિદર લેવાનું રાખવું જેથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત રહે.
દરરોજ યોગ અને કસરત કરવાનું રાખો. એક સંશોધન અનુસાર સાબિત થયું છે કે કસરત ન કરનાર લોકો કરતા કસરત કરતા લોકોની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત અને સારી રહે છે.
ધૂમ્રપાન, શરાબ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન બિલકુલ ન કરવું, જેનાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડે છે અને અનેક બીમારીઓ થવાની શક્યતા રહે છે.
આમ, ઉપરોક્ત કુદરતી ઉપાયો તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા અથવા ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત બનવા માટે ખુબ જ ઉપયોગી છે અને કોરોના જેવી બીમારીથી બચાવી શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બનાવે.
Image Source : www.google.com