ગરમીની શરૂઆત થતા જ બજારમાં તરબૂચ જોવા મળે છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની માત્ર ઓછી થાય છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તરબૂચ એક એવું ફળ છે જેમાં પાણીની માત્ર ખુબ જ વધારે હોય છે, માટે જ ગરમીની સીજનમાં તરબૂચ ખાવાથી શરીમાં પાણીની માત્ર જળવાઈ રહે છે અને શરીરને ઠંડક પણ મળે છે. તરબૂચ અનેક બીમારીઓમાં ફાયદાકારક છે.
તરબૂચ ઉનાળામાં જોવા મળતું ફળ છે. તરબૂચ શરીરને હાઇડ્રેઇટ રાખે છે. સ્વાદિષ્ટ અને મીઠા તરબૂચમાં લાઈકોપિન, એન્ટીઓક્સીડન્ટ અને ભરપુર માત્રામાં વિટામીન -A, વિટામીન- C અને વિટામીન-B6 હોય છે. તરબૂચ એ એક એવું ફળ છે જે ફેટ ફ્રી અને હાઇડ્રેઇટીંગ છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે તથા આંખો અને વાળનું રક્ષણ કરે છે.
ચાલો જાણીએ તરબૂચ ખાવાના ફાયદા – Benefits of Eating Watermelon
પથરી દુર કરવા : જે લોકોને પથરીની સમસ્યા હોય તેને તરબૂચ ખાવું જોઈએ. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે કીડની માટે ખુબ ઉપયોગી હોય છે. પોટેશિયમ યુરીનમાં એસિડની માત્રા સંતુલિત રાખે છે. તરબુચમાં પોટેશિયમ સાથે પાણી પણ ભરપુર હોય છે. તે પથરીના ટુકડાને ગાળીને બહાર કાઢે છે.
ડિહાઇડ્રેશનથી બચાવે : ગરમીની સીજનમાં તરબૂચ ખાવું ખુબ જ ફાયદાકારક છે. વધારે પડતી ગરમીમાં ક્યારેક શરીરમાં પાણીની માત્ર ઓછી થવાથી ડિહાઇડ્રેશન થાય છે તેવી સ્થિતિમાં તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની માત્રા જાળવી શકાય છે, અને શરીરમાં ઉર્જા મળે છે. ગરમીમાં ઘરની બહાર નીકળતા પહેલા તરબૂચ ખાવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે.
વાળને મજબુત બનાવે : તરબુચમાં રહેલા પોષકતત્વો વાળની મજબૂતાઈ માટે જાણીતા છે. તરબુચનું સેવન કરવાથી વાળને પોષણ અને મજબૂત બનાવે છે. તેમાં રહેલા આયર્ન અને વિટામીન વાળ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે : તરબુચનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે જેનાથી હૃદયના રોગોનું જોખમ ઘણું ઓછુ થાય છે. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબુચના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રહે છે.
વજન ધટાડવા : તરબૂચ એક એવું ફળ છે જે ફેટ ફ્રી છે. જો તમે વજન ધટાડતા ફળની શોધમાં હોવ તો તરબૂચ ખુબ જ અસરકારક છે. તરબુચમાં મળતું સિટ્રલલાઇન ચરબીની કોશીકાનું નિર્માણ ઓછુ કરવા માટે જવાબદાર છે. માટે વજન ધટાડતા લોકોએ તરબુચનું સેવન કરવું તથા પોતાના ડાયટ પ્લાનમાં પણ ઉમેરવું જોઈએ.
ચામડી માટે : તરબુચમાં મળતા વિટામીન -A, વિટામીન- C અને એન્ટીઓક્સીડન્ટ ચામડીને પોષણ પૂરું પડે છે. તરબુચમાં મળતી ભરપુર પાણીની માત્રા ચામડીને હાઇડ્રેઇટ રાખે છે અને નરમ બનાવે છે. તમે તરબુચનો ફેસમાસ્ક બનાવીને ચેહરા પર રાખી શકો જેનાથી તમારી ચામડી નરમ રહે છે.
કબજીયાત અને ગેસ : કબજીયાત અને ગેસ જેવી સમસ્યાઓમાં તરબૂચ ઉપયોગી સાબિત થાય છે. તરબુચના સેવનથી પેટ સાફ રહે છે અને પાચનક્રિયા સુધારે છે, જે તમને ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી મુક્તિ અપાવે છે.
લુ થી બચાવે : ગરમીની સીજનમાં લૂ લાગવાની સમસ્યા થાય છે, આ સમસ્યામાં તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. તરબુચમાં પાણીની માત્રા ખુબ જ હોવાથી લૂ લાગવાની સમસ્યાથી બચાવે છે.
તરબૂચ ખાવાના નુકશાન : Disadvantages of Eating Watermelon
તરબૂચમાં લાઈકોપિન હોય છે જે શરીર માટે ખુબ જ ઉપયોચી છે પરંતુ તરબુચના વધારે સેવનથી સાઈડ ઈફેક્ટ કરે છે, જેમ લાઈકોપિનના ઓવર ડોજથી ઉબકા, ઉલ્ટી, અપચો, જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે.
તરબૂચ ખાવાથી લુ અને ગરમીમાં રાહત મળે છે પરંતુ વધારે પડતા સેવન થી નુકશાન કારક પણ સાબિત થાય છે. વધારે તરબુચના સેવનથી નસો, હૃદય અને માંસપેશીઓમાં સબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે.
આમ, તરબૂચ ખુબ જ ઉપયોગી ફળ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ જેવી કે લોહીનાશુદ્ધિકરણ, અસ્થમા, ડાયાબિટીસ, પાચનક્રિયાની સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે તરબૂચનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
Image Source : www.google.com