હૃદય શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, હૃદયને તંદુરસ્ત રાખવામાં આપણી ખાણી-પીણીનું ખાસ યોગદાન હોય છે. હૃદયને મજબૂત રાખવા માટે કસરત ઉપરાંત સંતુલિત ખાન-પાન હોવું ખૂબ જરૂરી છે, જો તમે હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છો તો કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન સાવ ન કરવું જોઈએ. હૃદય માટે ફાયદાકારક ન માનવામાં આવતા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવાથી હાર્ટને હેલ્ધી રાખી શકાય છે. આજના સમયમાં લાખો લોકો હૃદયની બીમારીથી અસરગ્રસ્ત થઈ રહ્યાં છે. દરેક ઉંમરના લોકો હવે હૃદયથી જોડાયેલી બીમારીની ઝપેટમાં આવી રહ્યાં છે, પછી તે વૃદ્ધ હોય કે યુવા. એવામાં જો તમે તમારી ખાણી-પીણી અને જીવનશૈલીને સંતુલિત રાખો છો તો આ તકલીફથી બચી શકાય છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે જો તમે નિયમિત એક્સસાઈજ કરો છો તો આથી લાભ જરૂર મળશે પરંતુ ફક્ત એક્સસાઈજથી કામ નથી ચાલવાનું. ખાન-પાન અને ભોજનની હૃદય પર સીધી અસર હોય છે, વિશેષજ્ઞોના કહેવા મુજબ, કેટલાક ખાદ્ય પદાર્થ હૃદય માટે જરા પણ લાભદાયી નથી. આવો જાણીએ હૃદય માટે અનહેલ્ધી માનવામાં આવતા કેટલાક ખાદ્ય પદાર્થ વિષે.
શુગર લોડેડ ફૂડ : શુગરનું વધારે પડતું સેવન હૃદયને લગતી બમારીનું કારણ છે. જો તમે ખાંડનો વધુ વપરાશ કરો છો તો તેનાથી ટાઇપ 2 ડાયાબિટીઝનું જોખમ પણ વધે છે. નિષ્ણાતોના કહેવા મુજબ શુગરનું વધારે સેવન કરવાથી હાર્ટ સ્ટ્રોકની સમસ્યા પણ થાય છે. શુગરની વધારે માત્રા શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધારવાનું કામ કરે છે, જેના કારણે મેદસ્વીપણું અને હૃદય રોગનો ખતરો વધી જાય છે. જો તમે લાંબા સમય માટે હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો ચોક્કસપણે શુગર લોડેડ ફૂડનું સેવનને ટાળવું જોઈએ.
સોડા : હૃદયને લાંબી ઉંમર સુધી સ્વસ્થ બનાવી રાખવા માટે સોડાનું વધું સેવન કરવાથી બચવું જોઈએ. હાં થોડી માત્રામાં તેનું સેવન હાનિકારક નથી હોતું. કાર્બોનેટેડ પેયમાં શુગર પણ મિક્સ કરવામાં આવે છે, એટલા માટે તેનું સેવનથી અંતર બનાવી લેવું જોઈએ. જે લોકો સોડા જેવું પીણુનું સેવન વધું પ્રમાણમાં કરે છે તે લોકોમાં ટાઇપ-1 ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધું હોય છે. સોડા વાળા પીણાનો ઉપયોગથી બચીને તમે તમારા હદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો.
સોયા સોસ : સિમ્પલ સોયા સોસમાં પણ ખૂબ માત્રામાં મીઠું હોય છે અને તે શરીરમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. અમેરિકામાં કરાયેલી એક સંશોધન મુજબ, તેના સેવનથી હાર્ટના રોગોનું જોખમ વધે છે. સોયા સોસમાં સોડિયમ ઉપરાંત, તેને બનાવવા માટે આર્ટિફીશિલય સ્વાદ અને પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરવામાં આવે છે. તે હૃદય માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સોયા સોસમાં કેલરી અને કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં હોય છે, આ માટે તેનું સેવન હૃદય માટે ફાયદાકારક નથી માનવામાં આવતું. જો તમે લાંબા સમય સુધી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે તેના સેવનથી દૂર રહેવું જોઈએ.
બેકરી ખાદ્ય પદાર્થ : કૂકીઝ, કેક અને મફિન વગેરેનો વધુ પડતો વપરાશ હૃદયને લગતી સમસ્યાઓનું કારણ બને છે. સામાન્ય રીતે આવા ખોરાકમાં વધું ખાંડ હોય છે, જે વજન વધારવાની તરફ દોરી જાય છે. તેઓ ઉચ્ચ ટ્રાઇગ્લિઇસરાઇડ સ્તર સાથે પણ જોડાયેલું છે, અને આ હૃદયરોગ તરફ દોરી શકે છે. તેમનો મુખ્ય ઘટક સામાન્ય રીતે સફેદ લોટ હોય છે, જે તમારી બ્લડ શુગરને વધારે છે. તેથી તેનું સેવન કરતા પહેલા તમારે ચોક્કસપણે તમારા હૃદયના સ્વાસ્થ્ય વિશે વિચારવું જોઈએ.
ફ્રાઈડ ચિકન : ડીપ ફ્રાઇડ ચિકનનું સેવન હૃદય માટે ફાયદાકારક નથી માનવામાં આવતું. તેમાં કેલરી, ચરબી અને સોડિયમ વધુ હોય છે, તેથી તેનું સેવન ટાળવું જોઈએ. એક સંશોધન મુજબ વધુ તળેલા ખોરાકનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીઝ, જાડાપણું અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો પછી તળેલા ખોરાકનું સેવન ઓછું કરવાનો પ્રયાસ કરો. તળેલા ચિકનનું સેવન કરવાથી હૃદયને ઘણું નુકસાન થાય છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
પોસેસ્ડ મીટ : જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો પ્રોસેસ્ડ મીટનું સેવનથી દૂર રહેવું જોઈએ. હોટ ડોગ, સોસેજ અને લંચ મીટ વગેરે તમારા હૃદય માટે સૌથી ખરાબ પ્રકારનું મીટ ગણાય છે. પ્રોસેસ્ડ મીટમાં મીઠુ અને ચરબી વધું પ્રમાણમાં હોય છે. માટે તમારા હૃદયને લાંબી ઉંમર સુધી તંદુરસ્ત અને બીમારીઓથી દૂર રાખવા ઈચ્છો તો પ્રોસેસ્ડ મીટનું સેવનથી અંતર બનાવી રાખો.
ઈંડાની (જરદી) પીળો ભાગ : ઇંડાનો પીળો ભાગ હૃદય સંબંધિત રોગોથી પીડિત લોકો માટે ખૂબ નુકસાનકારક માનવામાં આવે છે. ઇંડા જરદી (પીળો ભાગ) માં કોલેસ્ટ્રોલ વધારે હોય છે અને તેમાં ફેટી એસિડ્સ પણ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી માનવામાં આવતું. સંતૃપ્ત ફેટી એસિડ્સ આપણા લોહીના કોલેસ્ટ્રોલના સ્તર પર વધારે અસર કરે છે અને તેથી હૃદય રોગનું જોખમ વધારે છે.
સોડિયમ : હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ સોડિયમનું વધારે સેવન છે. હાર્ટ ફેલના મોટાભાગના કિસ્સાઓમાં, મીઠું અથવા સોડિયમનું સેવન મુખ્ય કારણ હોય છે. તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી હૃદયમાં ઘણી અન્ય મુશ્કેલીઓ થઈ શકે છે. નિષ્ણાતોના મતે, જો તમે મીઠું અથવા સોડિયમનું વધારે પ્રમાણમાં સેવન કરો છો, તો પછી તમને હાર્ટ-સંબંધિત રોગોનું વધુ જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં જો તમે લાંબી ઉંમર સુધી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો સંતુલિત માત્રામાં તેનું સેવન કરો.
આમ, ઉપર જણાવેલા ફૂડ્સનું સેવન ટાળીને તમે હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર હરવા વિનંતી.