મહાન ધનુર્ધર એકલવ્ય એ એક ભીલપુત્ર હતો, જે પિતા નિષાદરાજ હિરણ્યધનુ અને માતા સુલેખા નો પુત્ર હતો, તેનું નામ “અભ્યુદયન” હતું. અભ્યુદયન એ એક ચતુર, નિપુણ અને ખુબ જ હોશિયાર છોકરો હતો. અભ્યુદયન કોઈ પણથી ડરતો ન હતો, તેથી લોકો તેને “અભય” કહેતા હતા. પાંચ વર્ષની ઉંમરે અભ્યુદયનને ગુરુકુળમાં શિક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.
અભ્યુદયન પોતાની મહેનત અને પરિશ્રમથી બાળપણમાં જ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યામાં નિપુણ બની ગયો હતો. અભ્યુદયનની મહેનત અને પ્રામાણિકતાને ધ્યાનમાં રાખીને, ગુરુએ અભ્યુદયન નું નામ “એકલવ્ય” રાખ્યું હતું. ધીમે ધીમે એકલવ્ય યુવાન થયો અને તેના લગ્ન એક નિષાદ કુળની કન્યા સુનીતા સાથે થયા હતા. પરંતુ એકલવ્ય ધનુર્વવિદ્યાનું વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતો હતો. તેથી, તેમણે ગુરુદ્રોણ પાસે ધર્નુંર્વિદ્યા શીખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ગુરુદ્રોણ માત્ર બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગના લોકોને જ શિક્ષા આપતા હતા. ગુરુદ્રોણ શૂદ્ર વર્ગના લોકોને શિક્ષણ આપવાના વિરોધી હતા.
મહારાજ હિરણ્યધનુએ એકલવ્યને ખુબ જ સમજાવ્યો કે ગુરુદ્રોણ શૂદ્ર વર્ગના લોકોને શિક્ષણ નહિ આપે, પરંતુ એકલવ્ય માન્યો નહી, અને તેને પિતાને ખાતરી આપી કે આચાર્ય ગુરુદ્રોણા પોતે જ મારી શસ્ત્રવિદ્યાથી પ્રભાવિત થઇ મને તેમનો શિષ્ય બનાવશે. એકલવ્યએ ગુરુદ્રોણની સામે શસ્ત્રવિદ્યા શીખવવાની માંગણી કરી, પરંતુ ગુરુદ્રોણે તેનો ઇનકાર કર્યો અને આશ્રમમાંથી એકલવ્યને બહાર નીકાળી દીધો. એકલવ્ય પણ હાર ન માનનારાઓમાંનો એક હતો, તેને હાર માની નહિ. એકલવ્યએ જંગલમાં ગુરુદ્રોણાચાર્યની માટીની એક મૂર્તિ બનાવી અને તેની સામે ધર્નુંર્વિદ્યા નો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એકલવ્યએ ધર્નુંર્વિદ્યા ધીમે ધીમે કુશળતા પ્રાપ્ત કરી લીધી અને મહાન ધર્નુંધર બન્યો.
એક વખત, ગુરુદ્રોણાચાર્ય તેમના શિષ્યોને જંગલમાં એક વિદ્યા શીખવવા લઇ જતા હતા, અને સાથે એક કુતરો પણ હતો. કુતરો એકલવ્યને જોઈને ભસવા લાગ્યો, પરંતુ કૂતરાનો આ ભસવાનો અવાજ એકલવ્યને પોતાની સાધનામાં બાધારૂપ લગતો હતો. તેથી એકલવ્યએ તેના તીરથી કૂતરાને બંધ કરી દીધો. એકલવ્યએ તીરને એટલી કાળજીપૂર્વક માર્યા હતા કે કુતરાને કોઈ પ્રકારની ઈજા થયા વગર તેનું મોં બંધ કરાવી દીધું. કુતરો ડરીને દ્રોણાચાર્ય નજીક ભાગી ગયો. આવી ધનુર્વવિદ્યા જોઈ દ્રોણાચાર્ય અને તેમના શિષ્યો આશ્ચર્યમાં પડી ગયા. દ્રોણાચાર્ય અને તેમના શિષ્યો આ તીવ્ર અને મહાન ધનુર્ધર ને જોવા માંગતા હતા. અને તેઓ આ મહાન ધનુર્ધર એકલવ્ય જોઈ દ્રોણાચાર્ય તથા તેના શિષ્યો આશ્ચર્ય પામ્યા.
આ વિદ્યા ક્ષત્રિયો અને બ્રાહ્મણો સુધી જ મર્યાદિત રહેવી જોઈએ, પરંતુ શૂદ્રના હાથમાં જોઈ ગુરુદ્રોણાચાર્ય ખુબ જ ચિંતામાં પડી ગયા. તે જ સમયે, ગુરુદ્રોણાચાર્યને એક વાત યાદ આવી કે માત્ર અર્જુનને જ વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર બનાવવો છે, પરંતુ આ કેમ શક્ય બનશે, ત્યારે ગુરુદ્રોણાચાર્ય એ એકલવ્યને પૂછ્યું ; એ બાળક તે આ વિદ્યા ક્યાંથી શીખી. એકલવ્યએ કહ્યું, “ગુરુજી તમારા પાસેથી આ વિદ્યા મેં શીખી છે, દ્રોણાચાર્ય આશ્ચર્ય પામ્યા પરંતુ ગુરુજી એ એકલવ્ય ને કહ્યું, મેં તને આ વિદ્યા નથી શીખવી, તો પણ તું કેવી રીતે શીખ્યો?
એકલવ્યએ કહ્યું, મેં તમારી મૂર્તિ બનાવી અને તેની સામે ધર્નુંર્વિદ્યા નો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ દ્રોણાચાર્યે એકલવ્યને ગુરુદક્ષિણા આપવા કહ્યું, એકલવ્યએ કહ્યું, “ગુરુજી ગુરુદક્ષિણામાં શું જોઈએ છે તમારે? ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું, મારે તારા જમણા હાથનો અંગુઠો જોઈએ છે. એકલવ્યએ તરત જ દ્રોણાચાર્યને પોતાના જમણા હાથનો અંગુઠો આપ્યો. તેમ છતાં રાજકુમાર એકલવ્ય અંગૂઠાના બલિદાન આપ્યા પછી પણ પોતાના સાધનાપૂર્ણ કૌશલ્યથી એક હાથના અંગુઠા વગર પણ પુનઃ ધર્નુંર્વિદ્યામાં કુશળતા મેળવે છે.
ત્યારબાદ એકલવ્યએ નિશાદ ભીલોની એક શક્તિશાળી સેનાની રચના કરી હતી, તથા તેમની કુશળતા અને શક્તિથી તે નિષાદ વંશના મહારાજા બન્યો પછી, એકલવ્યએ જરાસંધની સેનાને મદદ કરવા શ્રી કૃષ્ણની મથુરાનગરી પર હુમલો કર્યો અને લગભગ મોટા ભાગની યાદવ સેનાનો સફાયો કરી નાખ્યો હતો.
જ્યારે શ્રીકૃષ્ણએ એકલવ્યને ફક્ત ચાર આંગળીઓ વડે ધનુષ બાણ ચલાવતા જોયો, ત્યારે તેને આ દ્રશ્ય માનવામાં ન આવતું હતું. એકલવ્ય એકલો જ આ યાદવ યોદ્ધાઓને રોકવા સક્ષમ હતો, તેથી જ ભગવાન શ્રી કૃષ્ણએ એકલવ્યને છળ-કપટથી મારી નાખો હતો. જો આવું ન કરવામાં આવે તો યાદવકુળ નો સંહાર થઇ જાય ને જરાસંધ વિજયી બને, માટે શ્રી કૃષ્ણએ એકલાવ્યો નો વધ કર્યો, તથા મહાભારતના યુદ્ધમાં ભીમના હાથે એકલવ્યના પુત્ર કેતુમાંનનું પણ મૃત્યુ થયું હતું. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સ્વીકાર્યું હતું કે જો એકલવ્યનો વધ ન કરવામાં આવ્યો હોત તો, એ સમગ્ર યાદવન સેનાને નષ્ટ કરવા સક્ષમ હતો,અને યાદવકુળનો નાશ કરેત. માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ એકલવ્યને છળ-કપટથી વધ કર્યો હતો.
Image Source: www.google.com