અંજીર જેવું દેખાતું ગૂલર ફળ વિશે તમે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હશે. પરંતુ શું તમે ગૂલરના ફાયદા વિશે જાણો છો? તો તમને જણાવી દઈએ કે ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર એક નહીં પરંતુ અનેક પ્રકારની તકલીફ દૂર કરવામાં ખાસ ભૂમિકા ભજવે છે. ગૂલરનું ફળ જ નહીં પરંતુ મૂળ, છાલ અને દૂધ પણ સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા પહોચાડે છે. આ ગુલર ફળ ખાવામાં ખુબ જ મીઠું હોય છે. ગૂલરના ફળને ઉંબરો તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૂલરમાં પિતશામક, તૃષાશામક, કબજીયાત જેવા રોગોને મટાડનાર પૌષ્ટિક ગુણ હોય છે.
કહેવત છે કે જેણે ગૂલરનું ફૂલ જોઈ લીધું, તેનું ભાગ્ય ચમકી જાય છે. એ પણ કહેવામાં આવે છે કે ગૂલરનું સેવન કરનારા વૃદ્ધ પણ જુવાન થઈ જાય છે. તમે પણ ગૂલરના ફાયદાથી જોડાયેલી એવી ઘણી કહાનીઓ સાંભળી હશે પરંતુ હકીકત શું છે, કદાચ નહીં જાણતા હોય. પરંતુ જો ગૂલરથી થનારા ફાયદા વિશે નથી જાણતા તો આ લેખ તમારા માટે છે, કારણ કે ગૂલરના વૃક્ષ અથવા ગૂલરનું ફૂલ કોઈ સામાન્ય વૃક્ષ અથવા ફૂલ નથી, પરંતુ આ એક ખૂબ જ ઉત્તમ જડીબુટ્ટી પણ છે. આયુર્વેદ અનુસાર, રક્તસ્ત્રાવ રોકવું, મૂત્ર રોગ, ડાયાબિટીસ તેમજ શરીરના બળતરામાં ગૂલરની છાલ તેમજ કાચા ફળ ઉપયોગી થાય છે. ગૂલરની છાલ તેમજ પાનથી સોજાની સમસ્યા અને દુખાવો દૂર થાય છે. આ જૂનામાં જૂના ઘાવને પણ મટાડી શકે છે. આ અનેક પ્રકારની બીમારીમાં તમે ગૂલરના ફાયદા લઇ શકો છો. (Health Benefits Eating Cluster Fig).
નબળાય દૂર કરે : કોઈ પણ કારણથી જો તમારા શરીરમાં નબળાઇ મહેસૂસ થતી હોય તો તમે તેના માટે ગૂલરના ફળની મદદ લઇ શકો છો. આ માટે તમે ગૂલરના સૂકા ફળને પીસીને પાવડર બનાવી લો અને તેનું દસ ગ્રામ પ્રમાણમાં સેવન કરો.
પેટનો દુખાવો : પેટનો દુખાવો થવા પર ગૂલરના ફળનું સેવન કરી શકાય છે. તેનુ ફળ ખાવાથી પેટનો દુખાવો અને ગેસની તકલીફમાં ઘણો આરામ મળે છે. ગુલરના પાકા ફળને ગોળ કે મધ સાથે ખાવાથી રક્તપીત્ત મટે છે. મોઢાના ચાંદામાં ગુલરના પાનનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી લાભ થાય છે.
નસકોરી ફૂટવા પર : નસકોરી ફૂટવા પર નાકમાંથી લોહી પડે તે સમયે ગૂલરની છાલથી રાહત મળે છે. 20-30 ગ્રામ ગૂલરની છાલને પાણીમાં પીસીને તાળવા પર લગાવવાથી નાકમાંથી લોહી પડવાનું બંધ થાય છે.
પીરિડ્યમાં સમસ્યા : શરીરના કોઈપણ અંગથી લોહી આવવું પર અથવા પીરિયડ સમય વધું બ્લીડિંગ થવા પર પણ ગૂલરની મદદ લઇ શકો છો. એટલા માટે ગૂલરના બે-ત્રણ પાકેલા ફળોને ખાંડ સાથે ખાવા જોઈએ. વારંવાર પેશાબ થતો હોય તો એક ચમચી ગુલરની છાલનો પાવડર ચાર કપ પાણીમા એક કપ જેટલું પાણી રહે ત્યા સધુી ઉકાળી સવાર-સાાંજ પીવાથી લાભ થાય છે.
લ્યૂકોરિયાની તકલીફમાં : મહિલાઓની લ્યૂકોરિયા બીમારીને મટાડવા માટે પણ તમે ગૂલરના રસની મદદ લઈ શકો છો. તેના માટે ગૂલરનો પાંચ ગ્રામ રસને મિશ્રી સાથે મિક્સ કરીને પી શકાય છો.
લૂઝ મોશન થવા પર : લૂઝ મોશન એટલે ઝાડાની તકલીફ થવા પર ગૂલરના દૂધની 4-5 ટીપા પતાસામાં નાંખીને દિવસમાં ત્રણ વાર ખાવાથી ઘણો આરામ મળે છે.
ગૂલરના દૂધથી હરસનો ઇલાજ : ગૂલરના દૂધના 10-20 ટીપાને પાણીમાં મિક્સ કરીને પીવાથી હરસમાંથી લોહી નીકળવું અને લોહી વિકારમાં લાભ થાય છે. ગૂલરના દૂધને મસા પર લેપ કરો. સારવાર દરમિયાન ઘીનું વધું સેવન કરો. ગૂલરના દૂધમાં રૂ પલાળીને ભગંદરની અંદર રાખો. તેને રોજ બદલતા રહેવાથી ભગંદર મટી જાય છે.
ગૂલરના દૂધથી મૂત્ર રોગની સારવાર : રોજ સવારે દર્દીએ ગૂલરના 2-2 પાકેલું ફળનું સેવન કરવાથી પેશાબની સમસ્યા દૂર થાય છે અને પેશાબ છુટ થાય છે. 4-5 ટીપા ગૂલર દૂધને પતાસામાં નાંખી દો. તેનું દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી મૂત્રને લગતી બીમારીઓમાં લાભ થાય છે.
ઘાવ મટાડવા માટે : ગૂલરમાં કઠિનથી કઠિન ઘાવ મટાડવાની ક્ષમતા છે. ગૂલરના દૂધમાં રૂ પલાળીને ઘાવ પર રાખવાથી ઘા મટી જાય છે. ઘા પર ગૂલરની છાલ બાંધવી અને કેન્સરની ગાંઠ પર ગૂલરના પાન ઘસવાથી લાભ થાય છે. ગૂલરના કાચા ફળનું ચૂર્ણમાં બરાબર ભાગ ખાંડ મિક્સ કરો. આ ચૂર્ણને 2 થી 6 ગ્રામની માત્રામાં કાચુ દૂધ અથવા મિશ્રી ઉમેરી લસ્સી સાથે સેવન કરો. આથી શરૂઆતી અવસ્થામાં ઘાથી ખાસ લાભ થાય છે.
ગૂલરના વૃક્ષથી તાવની સારવાર : ગૂલરના તાજા મૂળના 5-10 મિલી રસમાં અથવા મૂળની છાલના 20-30 મિલી રસને 10 ગુણા પાણીમાં પલાળી લો. તેને ત્રણ કલાક પછી ગાળીને ખાંડમાં મિક્સ કરી લો. તેને સવારે સાંજે પીવાથી તાવમાં લાગતી પાણીની તરસની પરેશાનીમાં લાભ થાય છે.
આમ, ગૂલરનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ગૂલરનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.