ઘણા રોગોની સારવાર ફક્ત દવાઓથી જ નથી થતી, પરંતુ કેટલીક ઔષધિઓ આપણને સ્વસ્થ રાખી શકે છે. આમાંથી એક ઔષધિ છે અગથીયોના પાંદડા. આ પાંદડા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, જે આપણે અનેક રોગોથી બચાવવા માટે મદદરૂપ બને છે. માટે આપણે આપણા રોજિંદા જીવનમાં નિયમિત રીતે અગથીયાના પાંદડા શામેલ કરવા જોઈએ, કારણ કે અગથીયાના પાંદડા પરંપરાગત રીતે આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે. અગથીયોના પાનનો ઉપયોગ ઘરે બેઠાં જુદી જુદી રીતે કરી શકીએ છીએ. જેમ કે જ્યારે આપણે ભોજન બનાવી છીએ અથવા ઉકાળો બનાવતી વખતે આ પાંદડા તેમાં નાંખી શકાય છે.
અગથીયાના આયુર્વેદીક ફાયદાની વાત કરીએ તો તે અગણિત છે જેમ કે અગથીયો ભુખ લગાડનાર, ઠંડો, મધુર અને કડવો તેમજ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગુમડ, સોજા અને કોઢ મટાડે છે. તેનાં ફુલ જુની શરદી અને વાતરક્ત મટાડનાર છે. તેની શીંગો બુદ્ધીવર્ધક, સ્મૃતીવર્ધક તથા સ્વાદમાં મધુર હોય છે. એનાં પાનની ભાજી તીખી, કડવી તથા કૃમી, કફ અને ખંજવાળ મટાડે છે. એનાં ફુલ કડવાં, તુરાં, થોડાં શીતળ અને વાયુ કરનાર છે. અગથીયો સળેખમ અને રતાંધળાપણું દુર કરે છે.
અગથીયાનું ઝાડ એક એવી જડી બુટ્ટી છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેના ફૂલોથી અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે. લોકો તેના ફૂલોથી શાકભજી, પકોડા, અથાણું, ગુલકંદ વગેરે બનાવે છે. મોટાભાગના લોકોને અગથીયાની આટલી જ જાણકારી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે બીમારીઓની સારવારમાં પણ અગથીયાના ફાયદા મળે છે. અગથીયાના પાંદડા સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત (સ્વાદુપિંડનો રોગ એટલે કે પેનક્રિયાટાઇટિસ, એક એવી સ્થિતિ છે જેમાં પેટમાં તીવ્ર દુખાવો કરી શકે છે) કોશિકાને સુધારે છે અને કોલેસ્ટ્રોલ, બ્લડ શુગરને વધતા અટકાવે છે.
અગથીયાના પાન અથવા ફળ સપાટ, લાંબા, પાતળા લીલા ફળ જેવા દેખાય છે. આપણે અગથીયાના ઝાડના લગભગ તમામ અંગો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આ ડાયરિયા, માઇક્રોબિયલ સંક્રમણ અને સોજોને લગતા રોગોના ઈલાજમાં ફાયદાકારક છે. સાથે જ તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ માટે પણ કરવામાં આવે છે. જો તમારા શરીરને વિટામીન-A, કેલ્શિયમ અને ફોસ્ફોરસની જરૂર છે તો તેના માટે અગથીયાના પાન એક સારો સ્ત્રોત છે. ચાલો જાણીએ કે કઈ બીમારીની સારવારમાં અગથીયાના પાન ફાયદાકારક છે. અંતે શું છે આ અગથીયાના પાન અને આ કેવી રીતે આપણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
તાવ : આજકાલ આ ઋતુમાં તાવ ખૂબ વધારે ફેલાય છે. જો તાવ હવામાનના પરિવર્તનને કારણે અથવા કોઈ અન્ય ચેપને કારણે થયો હોય તો તેનાથી રાહત આપવામાં અગથીયાના પાન ખૂબ ફાયદાકારક છે. તેના પાનનો રસ તાવને મૂળમાંથી ખતમ કરે છે.
માથાનો દુખાવો : માથાના દુખાવામાં અગથીયાના પાનાનો રસ ખુબ જ ફાયદાકારક છે, માથાના દુખાવામાં અગથીયાના પાન અથવા તેના ફૂલનો રસ 2-3 ટીપા માથાની વિરુદ્ધ બાજુના નાકમાં નાખવાથી આધાશીશીમાં ફાયદો થાય છે. તેના ઉપયોગથી માથાના દુખાવામાં અને આધાશીશીમાં રાહત થાય છે.
શરદી-ઉધરસ : મોસમ બદલતા નાનાથી લઈ મોટા સૌ કોઈ લોકોને શરદી-ઉધરસની ફરિયાદ રહે છે. અગથીયાના મૂળ તથા પાનના ઉકાળામાં મધ મિક્સ કરીને પીવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યાથી આરામ મળે છે.
કેન્સરને રોકવામાં મદદગાર : અગથીયાના પાંદડા કેન્સર સામે રક્ષણ આપે છે, કારણ કે તેમાં શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ હોય છે. આ સિવાય અગથીયાના ફૂલો ફેફસાના કેન્સર સામે રક્ષણ આપે છે અને કોલોન કેન્સરની સારવારમાં મદદ કરે છે.
ડાયાબિટીસ નિયંત્રણ કરે : અગથીયાના પાંદડા સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત કોષોને સુધારે છે અને બ્લડ શુગરને વધતા અટકાવે છે. આ સિવાય આ પાંદડા કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિઇસરાઇડનું સ્તર ઓછું કરે છે અને લિપિડ પ્રોફાઇલને કંટ્રોલ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે : અગથીયાના પાનમાં પાવરફુલ એન્ટી ઓક્સીડન્ટ જોવા મળે છે. અગથીયાના પાંદડા ખાવાથી લોહીમાં ઝીંક, સેલેનિયમ અને મેગ્નેશિયમનું સ્તર વધે છે અને ગ્લુટાથિયોન, રીડક્ટેસ, ગ્લૂટાથિયોન એસ ટ્રાન્સફેરેઝ જેવા હાનિકારક સંયોજનો ઘટાડે છે. અગથીયાના પાંદડાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે.
સાંધાના દુખાવામાં : સાંધાના દુખાવામાં અગથીયાના પાનનું સેવન કરવાથી રાહત થાય છે. અગથીયાના મૂળ અને ધતુરાના મૂળને સરખે ભાગે લઇ તેને દુખાવા વાળા ભાગ પર બાંધવાથી સાંધાના દુખાવાની પીડામાં રાહત મળે છે.
હાડકાંને મજબૂત બનાવે : અગથીયાનાં પાંદડાઓમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન જોવા મળે છે. આ તમામ ખનીજો હાડકાંને મજબૂત બનાવે છે અને વૃદ્ધ લોકોમાં સંધિવા અને ઓસ્ટિયોપોરોસિજિસનું જોખમ ઘટાડે છે. દરરોજ અગથીયાના પાંદડાઓનું સેવન કરવાથી હાડકાંની મિનરલ ડેન્સિટીમાં સુધારો થાય છે.
આ રીતે કરો અગથીયાના પાનનો ઉપયોગ
તમે તેનો ઉપયોગ શાકભાજી બનાવીને અથવા કોઈપણ અન્ય શાકભાજી સાથે ભળીને કરી શકો છો. ઉપરાંત તમે ઉકાળો અથવા અગથીયાના પાંદડાઓનો રસ પી શકો છો. તેથી હવે તમારે દરેક નાની બીમારી માટે દવા લેવાની જરૂર નથી પડે. તમે આ રીતે અગથીયાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો, જે તમને સ્વાસ્થ્યની સાથે સાથે અનેક બીમારીઓથી બચાવે છે.
આમ, અગથીયાના પાનનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે અગથીયાના પાનનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.
Image Source : www.google.com