આમળાં ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધી ગણાય છે. આમળાંમાં વિટામીન-C ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેના સેવનથી શરીરીની રોગપ્રતિકારક શક્તિન મજબૂત બને છે. માટે જ આંમળાને અમૃત સમાન માનવામાં આવે છે, સામાન્ય રીતે આંમળાનું સેવન વાળને કાળા અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે માત્ર વાળ જ નહીં પણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આંમળા પૌષ્ટિક હોવાથી તેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે. ઘણાં ફળોની જેમ આંમળામાં પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે, તેથી આંમળાના સેવનથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે.
લીલાં આમળાંમાં વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, ફૉસ્ફરસ, આર્યન, અને કેરોટીન જેવા અનેક તત્ત્વોથી ભરપૂર હોય છે. આંમળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, તમે પણ આંમળાના ઘણાં બધા ગુણો વિશે સાંભળ્યું હશે. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે આંમળું એક એકલું જ એવું ફળ છે, જેમાં સૌથી વધું રોગો સામે લડવાના અચૂક ગુણ રહેલા હોય છે. આંબળાનો સ્વાદ થોડો તુરો અને ખાટો હોવાથી બધાને ભાવતો નથી આથી તમે અલગ અલગ રીતે આંબળાનો ઉપયોગ કરી આંમળાને સ્વાદિષ્ટ બનાવી ખાઇ શકો છો.
આંમળા તમારી સુંદરતાની સાથે સાથે સ્વાસ્થ પણ સારુ રાખે છે. તે સિવાય આંમળાથી આંખના ચશ્માના નંબર પણ દૂર થાય છે. આંમળાને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને તેને ખાવાથી અનેક પ્રકારના રોગો મટી શકે છે. આંમળા ખાવાથી આંખોની રોશની તેજ બની રહે છે. એટલા માટે જે લોકોની દ્રષ્ટિ નબળી છે, તેણે આંમળાનું સેવન કરવું જોઈએ. જો તમને આંમળા પસંદ નથી તો તેનો મુરબ્બો ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને આ પણ ગુણોથી ભરપૂર હોય છે. રોજ માત્ર એક આંમળાનો મુરબ્બો ખાવાથી વિટામીન-B, વિટામીન-C ની ઉણપ દુર થાય, એટલું જ નહીં આ આંતડાને પણ તંદુરસ્ત રાખે છે. આંમળના મુરબ્બા સાથે અન્ય લાભ પણ જોડાયેલા છે. ચાલો જાણીએ આમળાનો મુરબ્બો ખાવાથી થતા ફાયદા વિષે.
પાચન તંત્ર માટે : આંમળાનો મુરબ્બો ખાવાથી પાચન તંત્ર યોગ્ય બની રહે છે. જે લોકોને કબજિયાત, ગેસ તેમજ પેટથી જોડાયેલી સમસ્યા રહે છે. તે લોકો આંબળાનો મુરબ્બો ખાવો ફાયદાકારક છે. તેને ખાવાથી પાચન તંત્રને મજબૂતી મળે છે. તેમજ જો તમે મુરબ્બો નથી ખાવા ઈચ્છતા તો તેની જગ્યાએ આંમળાનું સેવન ખાંડ અને મધ સાથે પણ કરી શકાય છે. વાસ્તવામાં આંબળના મુરબ્બાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે પાચનને યોગ્ય રાખે છે, સાથે જ ગેસની સમસ્યાને પણ દુર કરે છે.
હૃદયને તંદુરસ્ત રાખે : આંમળાનો મુરબ્બો ખાવાથી હૃદય નિરોગી બની રહે છે. આંમળાની અંદર કોપર અને જિંક મળી આવે છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સાથે જ આ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. જે લોકો આંબળાના મુરબ્બાનું સેવન કરે છે. તેને હૃદય હુમલો, સ્ટ્રોક વગેરે સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. તેમજ જો તમરી રક્ત વાહિનીઓમાં સોજા રહે છે તો તેનું સેવન કરવું ઉપયોગી સાબિત થાય છે અને સોજો ઘટાડી દે છે.
લોહીનું સ્તર વધારે : શરીરમાં લોહીની ઉણપ થવા પર આંમળાના મુરબ્બાનું સેવન અવશ્ય કરવું જોઈએ. આંમળાના મુરબ્બાને ખાવાથી લોહીનું સ્તર વધવા લાગે છે અને હીમોગ્લોબિનની ઉણપથી છુટકારો મળી જાય છે. આંમળના મુરબ્બાની અંદર આયરન મળી આવે છે, જે લોહીને વધારવાનું કામ કરે છે.
પીરિયડ દરમિયાન ન થાય પીડા : આંમળાનો મુરબ્બો તે મહિલાએ જરૂર ખાવું જોઈએ, જેને પીરિયડ્સ દરમિયાન વધું બ્લીડિંગ થાય છે. આંમળાના મુરબ્બા માસિક ધર્મના દરમિયાન થનારા દર્દને પણ દૂર કરી દે છે.
ચહેરા પર લાવે નિખાર : આંમળાનો મુરબ્બો ખાવાથી ચહેરા પર નિખાર આવે છે અને ચેહરા પર ચમક આવે છે. આંમળાના મુરબ્બાની અંદર એન્ટી એન્જિગ ગુણ હોય છે જે ચેહરા પરની કરચલીને દૂર કરવામાં પણ કારગર સાબિત થાય છે. આ ઉપરાંત મુરબ્બો ખાવાથી ત્વચામાં પણ ઠંડક પહોચાડે છે. આંમળાના મુરબ્બાની અંદર વિટામીન એ પણ મળી આવે છે જે તમને યુવાન બનાવી રાખે છે. એટલે એક મુરબ્બો ખાવાથી ત્વચા પર અનેક લાભ મળે છે.
અલ્સરને કરે દૂર : અલ્સરની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં આંમળાનો મુરબ્બો લાભદાયી સાબિત થાય છે. તેને ખાવાથી અલ્સર યોગ્ય થઈ જાય છે. આ ઉપરાંત પેટમાં હાજર ઝેરી પદાર્થોને પણ આ નીકાળી દે છે. આંમળાના મુરબ્બાની અંદર એન્ટીઓક્સિડેન્ટ તત્વ પણ મળી આવે છે. જે શરીરની રક્ષા કરે છે.
અનિદ્રાની સમસ્યા થાય દૂર : અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં પણ આ મદદરૂપ થાય છે. જે લોકોને ઉંઘ નથી આવતી, તે લોકો રોજ રાત્રે આંમળાના મુરબ્બાનું સેવન કરવું. તેને ખાવાથી અનિદ્રાથી છુટકારો મળી જશે અને સાથે જ તણાવ પણ દૂર થઈ જશે.
આંમળાના મુરબ્બાના સેવનથી શરીરમાં થતું નુકસાન
આંમળાના મુરબ્બાના વધારે પડતા સેવનથી નુકસાના પણ જોડાયેલા છે. જે આ પ્રકારે છે. આંમળાના મુરબ્બો ખાવાથી પેશાબમાં બળતરાની ફરિયાદ રહે છે. હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોને તેનું સેવન કરવું ઘાતક સાબિત થઈ શકે છે. આજ પ્રકારથી શુગરના દર્દીઓએ આંમબળાના મુરબ્બાનું સેવન ન કરવું જોઈએ.
આમ, આંમળાનો મુરબ્બો ખુબ જ ઉપયોગી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં રાહત આપે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com