તમાલપત્રનો ઉપયોગ ભારતીય રસોડામાં સદીઓથી કરવામાં આવે છે. ખુબ ઓછા લોકો તમાલપત્રના સ્વાસ્થ્ય લાભો વિષે જાણતા હશે. આયુર્વેદથી લઈને વિજ્ઞાન સુધી આજે પણ તમાલપત્રના પાન વિશે સંશોધન કરી રહ્યું છે. ઘણા સંશોધન જણાવે છે કે તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જ્યારે કેટલાક લોકો એવું પણ માને છે કે તમાલપત્રનો ઉપયોગ ફક્ત ભોજનમાં મસાલા તરીકે જ થાય છે. એક અભ્યાસ અનુસાર તમાલપત્રના પાનના ધૂમાડો તણાવને દૂર કરે છે. આજના આ આર્ટીકલ દ્વારા અમે તમને તમાલપત્રના આરોગ્ય લાભ વિષે જણાવશું. જો તમે પણ તમાલપત્ર વિશે માહિતી મેળવવા માંગતા હોય, તો અંત સુધી આ આર્ટીકલ જરૂર વાંચો.
તમાલપત્રનો ઉપયોગ રસોઈમાં સ્વાદ વધારવાની સાથે ઔષધી તરીકે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓમા થાય છે. આનું કારણ છે તમાલપત્રની અંદર મળી આવતા ગુણધર્મો. તમાલપત્રમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ફંગલ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન-C જેવા ગુણધર્મો મળી આવે છે. આ બધા તત્વો શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. હજી સુધી તમે ફક્ત વાનગીઓમાં સ્વાદ ઉમેરવા માટે તમાલપત્રના પાનનો ઉપયોગ કર્યો હશે. ચાલો જાણીએ તમાલપત્રના ઉપયોગથી થતા ફાયદા વિષે. (Health Benefits Bay Leaf).
દાંતની ચમક માટે : આજના સમયમાં પણ શ્રેષ્ઠ ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંત પીળા જ રહે છે. આવી સ્થિતિમાં કેટલીકવાર શરમજનક થવાનું કારણ બની જાય છે. પરંતુ તમાલપત્રના પાનનો ઉપયોગથી તમારા દાંતને એક ચમક આપે છે. આ માટે તમારે ફક્ત તમાલપત્રના પાનનો પાવડર કરી તેનાથી સવારે અને સાંજે દાંત સાફ કરવા જોઈએ. જો તમે આ ઉપાયને નિયમિતપણે અપનાવો છો તો તમારા દાંત સંપૂર્ણ ચમકી જશે.
પેઢાના સોજા માટે : એવા ઘણા લોકો છે જેને પેઢામાં સોજો અથવા દુખાવો થાય છે. આવી સ્થિતિમાં ઘણી સારવાર લીધા પછી પણ લોકો આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અસમર્થ રહે છે. પરંતુ તમાલપત્રના ઉપયોગથી તે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આ માટે તમારે ફક્ત તમાલપત્રની દાંડી ચાવવાની રહેશે. જો તમે આ ઉપાય નિયમિતપણે અપનાવશો, તો પેઢમાંથી લોહી નીકળતું બંધ થશે જ સાથે દુખાવામાં પણ રાહત મળશે.
શરદી અને ફ્લૂથી રાહત માટે : શરદી અને ફ્લૂએ એક એવી સમસ્યા છે જે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. તમે આ બંનેથી રાહત મેળવવા માટે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે ફક્ત તમાલપત્રને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવું પડશે. આ તમને શરદી, ઉધરસ, માથાનો દુખાવો, નાક વહેવું અને છીંક આવવા જેવી સમસ્યાઓથી ત્વરિત રાહત આપશે.
માથાનો દુખાવો : આજના ભાગદોડ ભરેલા જીવનમાં લોકો વારંવાર તણાવ ભર્યા માહોલમાં રહેવા લાગે છે, જેના કારણે માથાનો દુખાવો શરૂ થાય છે. આ સિવાય માથાનો દુખાવો તડકો અથવા અન્ય કારણોસર પણ થાય છે. એવામાં તમાલપત્રના પાનનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે તમાલપત્રમાં પાણી ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા કપાળ પર લગાવો. આ તમને માથાનો દુખાવાથી રાહત આપશે.
ઈજા મટાડવામાં : રમતી વખતે અથવા કોઈ કામ કરતા સમયે ઇજા થવી બહુ સ્વાભાવિક છે. પરંતુ ઘણીવાર આ ઇજાઓ મટાડવામાં વધુ સમય લાગે છે. આવી સ્થિતિમાં જો તમને ઈજા થઈ છે તો તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. ખરેખર તમાલપત્રના અર્કમાં હાઈડ્રોક્સીપ્રોલાઇન ગુણધર્મો હોય છે જે ઘાવને મટાડવામાં મદદરૂપ થાય છે. આને કારણે તમારી ઈજા ઝડપથી મટવા લાગે છે.
હાથ-પગના સોજાને દુર કરવા : હાથ, પગ અથવા શરીરના અન્ય ભાગોમાં સોજો થવાની સમસ્યા ગમે ત્યારે ઉદભવે છે. આ શરીરમાં કોક્સ -2 નામના એન્ઝાઇમને કારણે થાય છે. તાજેતરના એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે તમાલપત્રનું સેવન આ એન્ઝાઇમને અટકાવીને સોજો દૂર કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ : તમાલપત્રના ઝાડની છાલનો પાવડર 2 ગ્રામ માત્રામાં લઈને પાણીમાં નાખીને લગભગ અડધો કલાક સુધી રાખો અને પછી તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે. તમાલપત્રના ઝાડની છાલનો પાવડર હૃદયના આરોગ્ય માટે પણ સારું માનવામાં આવે છે.
અસ્થમા : અસ્થમાની સમસ્યાથી પરેશાન લોકોને ઘણીવાર હવામાનમાં પરિવર્તન આવતાં જ શ્વાસ લેવાની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં તે તમાલપત્ર, પીપળાનાં પાન, આદુ અને મુરબ્બો ચાસણીની પેસ્ટ બનાવીને તેનું સેવન કરી શકાય છે. તેનાથી તેની દમની સમસ્યા ઓછી થવા લાગે છે.
ફંગલના ચેપ સામે રક્ષણ : ત્વચા પર ફંગલ ઇન્ફેક્શન ખૂબ જોખમી હોય છે. તેથી બચવા માટે લોકો સામાન્ય રીતે દવાઓનું સેવન કરે છે પરંતુ તેનાથી તેને ફાયદો નથી થતો. તેથી વિપરિત તમાલપત્રમાં એન્ટી-ફંગલ ગુણધર્મો હોય છે, જે ત્વચાને લગતા ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે.
વજન ઘટાડવામાં : વજન વધવું એ ઘણા લોકો માટે એક ગંભીર સમસ્યા છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે પણ તમાલપત્રનો ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે તમાલપત્રની અંદર એવા ગુણધર્મો હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આ તમને અકાળે કંઈપણ ખાવાથી બચાવે છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સંશોધન થયું નથી. માટે વજન ઓછું કરવામાં તે કેટલું અસરકારક છે તે કહેવું થોડું મુશ્કેલ હશે.
તમાલપત્રનો ઉપયોગ કરવાથી સ્વાથ્યને ખુબ જ ફાયદો થાય છે, તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.