દાળ એ એક સામાન્ય ખાદ્ય વસ્તુ છે, જે તમામ ભારતીય ઘરોમાં મળી રહે છે. સરળતાથી ઉપલબ્ધ એકદમ સ્વાદિષ્ટ અને સ્વસ્થ દાળ હંમેશા આપણો આરામદાયક ખોરાક રહે છે. જો કે, આ ખૂબ જ સસ્તું હોવાને કારણે આપણે ઘણી વાર તેના મહત્વને અવગણીએ છીએ. સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ફાયદાકારક દાળમાંથી એક છે અડદની દાળ. અડદ દાળને બ્લેક સ્પ્લિટ લેનટિલ્સ (Black Split Urad Dal) અને કાળા ચણા દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અડદ દાળ ન ફક્ત તમારા ભોજનમાં સ્વાદ વધારે છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
અડદ દાળનું સેવન કરવાથી તમારા પાચનમાં મહત્વનો સુધારો થાય છે કારણ કે તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, માટે તે કબજિયાતની સમસ્યાથી ઝડપથી રાહત અપાવે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ અડદ દાળ ખૂબ અસરકારક છે. સાથે જ તે સાંધાનો દુખાવો દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. અડદ દાળમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો 100 ગ્રામ અડદ દાળમાં કેલરી 341, ચરબી-1.6 ગ્રામ, સોડિયમ-38 મિલીગ્રામ, પોટેશિયમ-983 મિલીગ્રામ, કાર્બોહાઇડ્રેટ-59 ગ્રામ, પ્રોટીન-25 ગ્રામ, કેલ્શિયમ-0.13%, આયર્ન-42%, વિટામિન બી 6-15%, મેગ્નેશિયમ-66% વગેરે જેવા પોષક તત્વ હોય છે. ચાલો જાણીએ પોષક તત્વોથી ભરપુર આ અડદ દાળના સેવનથી થતા ફાયદા વિષે. (Health Benefits of Black Split Urad Dal).
પાચન સુધારવા : અડદ દાળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારા પાચનને સુધારો કરવામાં મદદ કરે છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં ડાયટરી ફાઇબર હોય છે. તે પાચનતંત્રને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને કબજીયાતની સમસ્યાથી ઝડપથી રાહત અપાવે છે સાથે જ ઝેરી પદાર્થને નીકાળવા માટે પેરિસ્ટલસિસ (પેટની માંસપેશીઓું સંકુચન અને રિલીઝ)ને ઉત્તેજિત કરે છે. માટે અડદ દાળ પેટની સમસ્યાને દુર કરવાનો એક ઉત્તમ ઉપાય છે.
ઉર્જા વધારો : કાળી અડદ દાળમાં આયર્ન વધું માત્રમાં હોય છે. એટલા માટે તે તમારા શરીરમાં ઉર્જાના સ્તરને વધારવામાં મદદ કરે છે. આયર્ન એ તમારા શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ પોષકતત્વ છે કારણ કે તે લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં સહાય કરે છે. આ કોષો તમારા બધા અંગો સુધી ઓક્સિજન લઈ જવા માટે જવાબદાર છે. જ્યારે તમારા શરીરના તમામ અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે, ત્યારે તે શરીરમાં ઉર્જાના સ્તરમાં સુધારો કરે છે.
હૃદય સ્વસ્થ રાખે : તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ કાળી અડદ દાળ ઉત્તમ છે કારણ કે તેમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, માટે તે તમારી રક્તવાહિની તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત કરે છે, જે હૃદય સંબધિત બીમારીઓથી બચાવવા માટે મદદ કરે છે.
હાડકાને મજબુત બનાવે : કાળી અડદ દાળમાં આવશ્યક ખનીજો અને વિટામિન હોય છે જેમ કે મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ વગેરે હોય છે. આ બધા પોષક તત્વો તમારા હાડકામાં મિનરલ ડેન્સિટીને વધારવામાં મદદ કરે છે. આ ખૂબ મહત્વનું છે કારણ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ તેમ આપણાં હાડકાં તેની સાથે નબળા પડી જાય છે. જેના કારણે આપણે હાડકાંઓને લગતા રોગો જેમ કે ઓસ્ટિયોપોરોસિસ પ્રત્યે સંવેદનશીલ થઈ જઈએ છીએ, માટે આ દાળના સેવનથી હાડકાને મજબુત બનાવી શકાય છે.
ડાયાબિટીઝમાં ફાયદાકારક : જો તમને ડાયાબિટીસ છે તો અડદ દાળ તમારા આહારમાં ઉમેરવા માટે એક મહત્વપૂર્ણ વસ્તુ છે. તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, એટલા માટે તે ઇન્સ્યુલિન રિલીઝને નિયમિત કરીને તમારા બ્લડ શુગર સ્તરને નિયંત્રિત કરે છે.
ત્વચાને સ્વસ્થ બનાવે : ત્વચાની લગભગ દરેક આયુર્વેદિક સારવારમાં કાળી અડદ દાળનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મિનરલ અને વિટામિન્સ સારા પ્રમાણમાં હોય છે, આ તમારી ત્વચામાં કોઈપણ પ્રકારની બળતરા ઘટાડવા માટે મદદરૂપ થાય છે. તે ડાધ- ધબ્બાથી અને દોષથી છુટકારો અપાવવામાં પણ મદદ કરી શકે છે.
વીર્ય વર્ધક : વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે. પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોવાથી તેના સેવનથી સારી શુક્રવૃધ્ધિ એટલે કે પુરુષ ફર્ટીલીટીમાં વધારો કરી શકાય છે.
પીડા ઓછી કરે : કાળી અડદ દાળનો ઉપયોગ લોકોમાં દુખાવો અને સોજાથી આરામ અપાવવા માટે થાય છે. આયુર્વેદિક ઉપચારમાં પણ તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મોટા પ્રમાણમાં વિટામિન અને ખનીજો હોય છે અને તે તમારા મેટાબોલિઝ્મને વધારી શકે છે. તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ દદ કરે છે.
પેશાબને ઉત્તેજિત કરે : બીજો ફાયદો કાળી અડદ દાળનો એ છે કે તે એક ડ્યૂરેટિક છે જેનો અર્થ છે કે આ પેશાબને ઉત્તેજિત કરે છે. પરિણામે તમારું શરીર હાનિકારક ઝેર, યુરિક એસિડ, વધારે પાણી, વધારે ચરબી વગેરેને બહાર નીકાળે છે. માટે અડદ દાળના સેવનથી પેશાબને ઉત્તેજિત કરી શકાય છે.
અડદ દાળના ગેરફાયદા
વધારે પ્રમાણમાં અડદ દાળનું સેવન કરવાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તે તમારા લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે. પરિણામે, તે કિડનીમાં કેલિસિફિકેશન પથરીનું જોખમ વધારે છે. તેથી વધારે માત્રામાં અડદ દાળનું સેવન ન કરવું જોઈએ.
અડદ દાળનું વધું સેવનથી પિત્તાશયની પથરી અથવા સંધિવા પણ થઈ શકે છે. જો તમે તેનું સેવન કરો છો તો તે તમારા પાચનમાં પણ અસર કરી શકે છે. વધારે પ્રમાણમાં અડદ દાળનું સેવન કરવાથી પણ કબજિયાત થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ આ સમસ્યા છે, તેણે તેનું સેવન ન કરવું જોઈએ. તેની અસર દરેક એક વ્યક્તિમાં જુદી જુદી હોય છે.
આમ, નિયમિત અડદ દાળનું કરવાથી ખુબ જ ફાયદો થાય છે, તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે અડદ દાળનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com