તમે હંમેશા લોકોને ભગવાનની પૂજા, આરતી કે કોઈ શુભ કાર્ય કરતા સમયે તાળીઓ પાડતા જોયા હશે. કહેવાય છે કે તેનાથી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. જો કોઈએ સારૂ કામ કર્યું હોય તો આત્મવિશ્વાસ વધારવા તાળી પાડવાની પ્રથા છે. સાથે જ ભજન-કીર્તનમાં તાળીઓ પાડવાની પ્રથા પણ સદીઓ જૂની છે. એવી જ રીતે, કોઈના જન્મદિવસ, વર્ષગાંઠ અને અન્ય ઉજવણીમાં પણ તાળી પાડીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે. તાળી પાડવાની ક્રિયાને મેડીકલ વિજ્ઞાનની ભાષામાં ક્લેપિંગ થેરાપી કહેવામાં આવે છે. તમે લોકોને પાર્કમાં પણ સવાર-સાંજ તાળીઓ મારી હસતા જોયા હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે તાળી મારવી એ ફક્ત તમારી ખુશી અને ઉત્સાહ જ નહીં પરંતુ તમરા સ્વાસ્થ્ય માટે પણ એટલી જ મહત્વની છે.
ભક્તિમાં મન સ્થિર રહે માટે આરતી સમયે તાળી વગાડવી શુભ માનવામાં આવે છે. હકીકતમાં હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આરતી સાથે સંયોજિત રીતે તાળી વગાડવી, ભગવવાનું ધ્યાન ધરવાની સાચી રીત છે . તાળીના અવાજથી મન ભ્રમિત થતું નથી અને ભગવાનની ભક્તિમાં લીન રહેવાય છે. મંદિરોમાં ભગવાનની આરતીના સમયે, ભજન-કીર્તન સમયે તમે જોયું હશે કે લોકો તાળીએ વગાડે છે. પરંતુ આ તાળી પાડવા પાછળનું શું કારણ છે કદાચ તમે નહીં જાણતા હોય. આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આ તાળી પાડવાનું શરીરની તંદુરસ્તી માટે કેટલું કાયદાકારક છે. (Health Benefits of Clapping)
માનસિક તાણ : દરરોજ તાળીઓ પાડવાથી માનસિક તાણનો અનુભવ કરી રહેલા લોકો માટે ખુબ જ ફાયદાકારક છે, કારણ કે તે આપણા મગજમાં સકારાત્મક સંકેતો મોકલે છે. જે આપણા તાણને ઓછું કરે છે. તાળીઓથી શરીરમાં હેપી હોર્મોન છૂટી પડે છે. જે એકંદરે આરોગ્ય માટે પણ સારું છે. તાળીઓ પાડવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો : ક્લેપિંગ થેરાપીના ફાયદા જાણીને તમે આશ્ચર્ય થશે કે, તાળીઓ પાડવથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હાલના આ કોરોના જેવી મહામારીની સમસ્યામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કોરોના સમયગાળામાં ઈમ્યુનીટી બુસ્ટ ફળો, દેસી ઉપચારો અને શાકભાજી ખાવાની સાથે તમે ઘરે બેસીને ક્લેપિંગ થેરાપી પણ કરી શકો છો. આ તમારા શરીરના શ્વેત રક્તકણોને વધારશે, જે તમને અનેક રોગોથી દૂર રાખશે.
રોગો સામે મદદ કરે : નિયમિત તાળી પડવાથી ડાયાબિટીઝ, સંધિવા, નિંદ્રા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓમાં ઘણી મદદ કરે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તાળી પાડવાથી મગજનું તાણ પણ ઓછું થાય છે. માઇન્ડ રિલેક્સ અનુભવે છે. જે લોકોને પીઠના દુખાવાની ફરિયાદ છે, તેઓએ દરરોજ તાળીઓ પાડવી જોઈએ. આ તમને પીઠના દુઃખાવામાં રાહત આપશે. તે તમારા હાડકાંઓને લગતી સમસ્યાઓ પણ દૂર કરશે.
બાળકોની યાદશક્તિ : તાળીઓ પાડવાથી બાળકોની યાદશક્તિમાં પણ વધારો થાય છે. તેમની વિચારશક્તિ પર સકારાત્મક અસર પડે છે. આ તેમના મનને એકાગ્ર અને વધુ કેન્દ્રિત બનાવે છે. આ જ કારણ છે કે, ઘણી શાળાઓ નાના બાળકોને ક્લેપિંગ થેરેપી આપવામાં આવે છે.
કેવી રીતે અને કેટલી વાર તાળી પાડવી જોઈએ?
તાળીઓ પાડતી વખતે તમારા હાથમાં સરસવ અથવા નાળિયેર તેલ રાખવું સારું છે. જ્યારે પણ તાળીઓ પાડતા હોય ત્યારે ધ્યાન રાખો કે, તમારી હથેળી અને આંગળીઓની ટોચ એકબીજાને સ્પર્શે છે. સવારે ક્લેપિંગ થેરાપી કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. એક માહિતી અનુસાર દિવસમાં લગભગ 1500 વખત તાળીઓ પાડવી જોઈએ જે સ્વાથ્ય માટે લાભદાયક છે.
સકારાત્મક ઉર્જાનો સંચાર : તાળી વગાડવી એક આસાન છે. જ્યારે તમે તાળી વગાડો છો તો શરીરમાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે. જે તમારા સમગ્ર શરીરમાં એક ખેંચાણ ઉત્પન્ન થાય કરે અને માંસપેશિઓ સક્રિય થઈ જાય છે. શુભ અવસરે તાળી વગાડવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે, તે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે .
શરીરના ડીટોક્સિક કરે : તાળી વગાડતા સમયે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે, જેથી શરીરના નકામા પદાર્થ બહાર નીકળી જાય છે. આથી આ પ્રાકૃતિક રીતે શરીરને ડિટોક્સિક કરે છે .
ભક્તિમાં મન સ્થિર રહે : આરતી સમયે તાળી વગાડવાનું શુભ માનવામાં આવે છે. હકીકતમાં હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આરતી સાથે સંયોજિત રીતે તાળી વગાડવીએ ભગવાનનું ધ્યાન ધરવાની સાચી રીત છે. તાળીના અવાજથી મન ભ્રમિત થતું નથી અને ભગવાનની ભક્તિમાં લીન રહે છે. માટે જ ભજન-કીર્તન સમયે તાળી પડવાની પ્રથા છે.
આમ, ભજન કીર્તનમાં તાળી પડવાથી શરીરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન છે, અને ખુબ જ કાયદાકારક છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી લોકો ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.