મેથીનો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે વર્ષોથી કરવામાં આવે છે. મેથી ભારતીય રસોડામાં સહેલાયથી મળતી વસ્તુ છે, મેથી ભોજનમાં સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. એવામાં મેથીના બીજનું પાણી પણ આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આજના આ વ્યસ્તતા અને ભાડદોડ ભર્યા જીવનમાં આજકાલના યુવાનો અનેક બીમારીઓની ઝપેટમાં ઝડપથી આવી રહ્યાં છે. એવામાં તેની ખાવા-પીવાની અને ખરાબ આદતો તેના સ્વાસ્થ્યને વધારે નુકસાન પહોચાડે છે. જેથી લોકોમાં બ્લડ પ્રૅશર, ડાયાબિટીસ, પથરી, અપચો, એસીડીટી અને કબજિયાત જેવી અનેક સમસ્યાઓ ખૂબ જોવા મળી રહી છે. આ બધી સમસ્યાઓને દુર કરવા નિયમિત મેંથી પાણીનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. મેંથી પાણી અનેક રોગોને જડથી મટાડવા માટે લાભદાયી છે. આજના આ આર્ટીકલમાં અમે તમને મેંથી પાણીના સેવનથી થતા ફાયદા અને તેને બનાવવી રીત વિષે જણાવવાના છીએ.
મેંથીનું પાણી આપણા સ્વાથ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, તે આપણાં શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને યોગ્ય રાખવાની સાથે શરીરના વધવા વજનને પણ કાબુમાં રાખે છે. મેથીમાં અનેક ઔષધીય ગુણ અને ન્યૂટ્રિએન્ટસ મળી આવે છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મેથીના પાણીનું સેવન કરવાથી પાચનને લગતી ઘણી બધી સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. જો તમે પણ તેનું નિયમિત સવારે સેવન કરશો તો તમને આવી ખતરનાક બીમારીથી છુટકારો મળી શકે છે. તો ચાલો જાણીએ મેથીના પાણીનું સેવન કરવાથી આપણાં શરીરને થતા ફાયદા વિષે. (Health Benefits of Fenugreek Water)
મેથીનું પાણી પીવાના ફાયદા
મેથી પાણીના સેવનથી શરીરનું વજન ઝડપથી ઘટાડી શકાય છે, મેથીના બીજમાં ફાઈબરનું પ્રમાણ વધું હોય છે, જે આપણાં પેટને ભરેલું મહેસુસ કરાવે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી અને ઓવરઈટિંગથી બચી શકીએ છીએ. માટે મેથીના પાણીનું દરરોજ સેવન કરવાથી તમારૂ વજન આસાનીથી ઘટી શકે છે.
મેથીના દાણા તથા તેનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત લાભદાયી જડીબુટ્ટી સમાન માનવામાં આવે છે. મેથીના પાણીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું હંમેશા કંટ્રોલમાં રહેશે. મેથી પાણીમાં ગેલેકટોમેનન નામનું ફાયબર મળી આવે છે જે લોહીમાં શુગરને અબ્સોર્બ થતું અટકાવે છે, જેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસની સમસ્યા સામે રક્ષણ આપે છે.
મેથીના પાણીનું દરરોજ સેવન કરવાથી શરીરમાં ઉત્પન્ન થનારા હાનિકારક ઝેરી તત્વો સહેલાયથી બહાર નીકળી જાય છે અને શરીર ડીટોક્સ થાય છે. માટે તેનું સેવન કરવાથી ખીલ અને અનેક પ્રકારની ત્વચા સંબંધિત બીમારીઓથી છુટકારો મળી શકે છે. મેથીના પાણીનું સેવન કરવાથી ચહેરાની કરચલીઓ દૂર થઈ શકે છે. મેથીમાં પોષક તત્વ ખૂબ પ્રમાણમાં મળી આવે છે. તેનું સેવન કરવાથી તમારા વાળનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે છે.
જો તમને કિડનીમાં પથરીની તકલીફ છે તો મેથી પાણીનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. મેથી પાણીનું સેવન કરવાથી કિડનીમાં પથરીની તકલીફથી છુટકારો મળી શકે છે. મેથી પાણીનું નિયમિત સેવન કરવાથી કિડની પથરીની સમસ્યામાં ફાયદો થાય છે.
મેથી આપણાં શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે મેથી પાણીનું નિયમિત સેવન કરો છો તો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર યોગ્ય બની રહે છે અને તમે હૃદય સંબંધીત બીમારીઓથી બચી શકો છો. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ આપણાં હૃદય માટે અત્યંત ફાયદાકર માનવામાં આવે છે. મેથીના પાણીનું દરરોજ સેવન કરવાથી હાર્ટ સંબધિત બીમારીઓથી બચી શકાય છે.
ગરમીમાં એસી અને કૂલરની હવા લેવાથી ઘણાં લોકોને શરદી અને ઉધરસ થતી હોય છે. શરદી અને ખાંસી માટે આમ તો ઘણાં ઉપાય હોય છે, પરંતુ જો તમે દરરોજ સવારે ખાલી પેટ એક કપ મેથીના પાણીને નવશેકુ કરીને પીશો તો તમને શરદી અને ઉધરસમાં ખૂબ આરામ મળશે. જો તમને ખૂબ જલ્દી જ ખાંસી અને શરદી થઈ જાય છે તો તમારા માટે આ મેથીનું પાણી વરદાનથી કમ નથી.
જયારે પણ વધારે તીખું તળેલુ ખાવાથી પેટમાં બળતરા, ગેસ, અપચો અને એસીડીટી જેવી સમસ્યા ઉભી થાય છે, આ સમસ્યામાં મેંથી પાણી ખુબ જ ફાયદાકારક નીવડે છે, સવારે ખાલી પેટ એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી આ સમસ્યામાં ઝડપથી આરામ મળે છે.
મેથીનું પાણી દરરોજ સેવન કરવાથી શરીરમાં પાચન અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. મેથીનું પાણી નિયમિત પીવાથી કબજિયાતની સમસ્યા ઘણાં અંશ સુધી મટી શકે છે. મેથીનું પાણી આપણાં શરીરને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. જો તમે મેથીના પાણીનું દરરોજ સેવન કરશો તો તમે અનેક બીમારીથી બચી શકો છો.
મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઈન્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે મેથી પાણીનું સેવન કરવાથી પગ અને ઢીંચણમાં થનારા દુખાવામાં પણ આરામ મળેછે. પલાળેલી મેથી સાથે તેનું પાણી પીવાથી તમને જલ્દી ભૂખ નહી લાગે. દરરોજ એક મહિના સુધી મેથીનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
મેંથી પાણી બનાવાવની રીત : આ રીતે બનાવો મેંથી પાણી, સાંજે સુતી વખતે એક ગ્લાસ પાણીમાં એક અથવા અડધી ચમચી મેથી પલાળી દો, સવારે તેને ગાળીને તે પાણી પીવાથી પેટની ઘણી બધી સમસ્યાઓ દુર કરી શકાય છે, પાણી ગાળ્યા પછી આ મેથીનું પણ સેવન કરી શકો છો, આમ આ નિયમિત પાણી પીવાથી ખુબ જ ફાયદો થાય છે.
આમ, નિયમિત મેંથી પાણીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે અને તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે મેંથી પાણીનું સેવન કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com