આયુર્વેદમાં અજમો અને તેના પાનનો પ્રાચીન કાળથી અનેક સમસ્યાઓના ઇલાજમાં ઉપયોગ થતો આવ્યો છે. આયુર્વેદ અનુસાર અજમાના સેવનથી પેટનું દર્દ, કફ, ઉધરસ, સાંધાનો દુખાવો, ગેસ, અપચો, પેટના કૃમિ વગેરે જેવી સમસ્યામાં રાહત થાય છે. અજમાની તાસીર ગરમ પ્રકૃતિની હોય છે. માટે બાળકો અને મહિલાઓએ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.
અજમાનો ઉપયોગ મોટાભાગે રસોઈ, મુખવાસમાં અને ઘરગથ્થું ઔષધી તરીકે થતો હોય છે. અજમા મા ભરપુર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, સોડીયમ, રીબોફ્લોવીન જેવા તત્વો હોય છે. અજમાના ફળમાં થાયમોલ અને તેના તેલમાં સાઈમીન હોય છે. અજમાને નિયમિત સવારે અડધી ચમચી પાણી સાથે ઉકાળીને પીવાથી અનેક પ્રકારની બીમારીઓ દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ અજમાના સેવનથી થતા ફાયદા વિષે.
શરદી અને ખાંસી : અજમાના પાન અને ફુદીનાને ચામાં નાખી ઉકાળીને પીવાથી ખાંસીની સમસ્યામાં રાહત મળે છે. અજમાના પાનને ચાવીને તેનો રસ ગળી જવાથ શરદી અને કફમાં રાહત થાય છે. અજમાને વાટીને એક કપડામાં બાંધીને પોટલી બનાવી લો, આ પોટલીને સુંઘવાથી બંધ નાક અને શરદીમાં રાહત મળશે. અજમાનો ઉકાળો બનાવીને ગરમ પાણી કે દૂધ સાથે સેવન કરવાથી શરદી, કફ, ઉધરસ અને માથાના દુખાવમાં રાહત થાય છે.
તાવ : તાવની સમસ્યામાં અજમો ખુબ જ લાભદાયી છે, રાત્રે અજમાને પાણીમાં પલાળીને સવારે ગાળીને તેમાં થોડું મીઠું નાખીને પીવાથી મેલેરિયા તાવ મટે છે. અજમાને શેકીને તેનું ચૂર્ણ બનાવીને લેવાથી પણ તાવ ઉતરે છે.
માથાના દુખાવામાં : માથાના દુખાવામાં અજમાને બરાબર પીસીને નારિયેળના તેલમાં મિક્સ કરી લો, આને માથામાં લગાવી અને ધીમે ધીમે માલીશ કરવાથી માથાના દુખાવામાં તરત જ રાહત મળશે. આમ અજમાના ઉપયોગથી માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
પેટની સમસ્યા : પેટની સમસ્યામાં અજમાના સેવનથી ફાયદો થાય છે. પેટ ખરાબ થવા પર અજમાને ચાવીને ખાવો અને એક કપ ગરમ પાણી પીવું આમ કરવાથી પેટમાં થતી ગડબડ દુર થાય છે. પાચનતંત્રમાં તકલીફ હોય તો મૂળા સાથે અજમાના સેવનથી રાહત થાય છે.
ચેહરા માટે : અજમાના ઉપયોગથી ચહેરા પરના ખીલ અને ડાર્ક સર્કલ દુર થાય છે. અજમાને વાટીને થોડા દહીંમાં નાખી મિક્સ કરી લો, આને રાત્રે સુતી વખતે ચહેરા પર લગાવી સવારે પાણીથી ચહેરાને સાફ કરી લો, આમ કરવાથી ચેહરા પરના ખીલની સમસ્યા દુર થાય છે. તેમજ કાકડીના રસમાં અજમાને વાટીને ચેહરા પરના ડાર્ક સર્કલ પર લગાવાથી ડાર્ક સર્કલ દુર થાય છે.
મોંની દુર્ગંધ દુર કરવા : મોઢામાં આવતી દુર્ગંધને દુર કરવા અજમો ફાયદાકારક છે. દાંતનો સડો, જામેલો કફ, અપચો જેવી સમસ્યાના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. રાત્રે અજમાને ગરમ પાણી સાથે લેવાથી આ દુર્ગંધની સમસ્યા દુર કરી શકાય છે.
કબજિયાત : કબજિયાતની સમસ્યામાં અજમો ફાયદાકારક છે, રાત્રે સુતી વખતે અજમો અને ગોળ ભેળવીને ખાઈ લો, ત્યારબાદ થોડું પાણી પીવું. આમ કરવાથી સવારે પેટ સાફ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
પેઢાનો સોજો દુર કરવા : પેઢાનો સોજો દુર કરવા માટે અજમાના તેલના ટીપાને ગરમ પાણીમાં નાખીને કોગળા કરવાથી પેઢાનો સોજો ઉતરી જાય છે. માટે અજમો પેઢાનો સોજો દુર કરવા ઉપયોગી છે.
અસ્થમા : અસ્થમાની સમસ્યામાં અડધો કપ અજમાંના રસને પાણીમાં મિક્સ કરીને સાંજે જમ્યા પછી લેવાથી અસ્થમાની સમસ્યામાં રાહત થાય છે.
પાચનક્ષમતા મજબુત કરવા : અજમાના સેવનથી પાચનક્ષમતા મજબુત થાય છે. જયારે ભારે મીઠાઈ, દૂધ જેવી વસ્તુ પચતી ન હોય ત્યારે અજમાનું સેવન કરવાથી ઝડપથી પછી જાય છે. અજમાના સેવનથી પાચનક્ષમતા મજબુત થાય છે.
ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યામાં અજમો ખુબ જ ફાયદાકારક છે. અજમાને તલના તેલ સાથે દિવસમાં 2-3 વાર સેવન કરવાથી ડાયાબીટીસની સમસ્યામાં ફાયદો થાય છે.
શીળસ : અજમાને ગોળ સાથે સરખા પ્રમાણમાં લઇ તેને બરાબર ખાંડીને મિક્સ કરી તેની નાની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓને સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં નીકળેલા શીળસ દુર થાય છે.
સાંધાનો દુખાવો : સાંધાના દુખાવામાં અજમાના સેવનથી ફાયદો થાય છે, એક કપ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી સાંધાનો દુખાવો ઓછો થાય અને સંધિવામાં પણ રાહત થાય છે.
આમ, અજમો ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ સારી થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનંતી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.