નારંગી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ ફળ છે, તેનો સ્વાદ થોડો ખાટો અને સહેજ મીઠો હોય છે. નારંગીના ફળને સંતરા તરીકે પણ ઓળખવામાં આવે છે. નારંગી ખાવામાં ઠંડી અને તન, મનને પ્રસન્નતા આપનાર ફળ છે. નારંગી આરોગ્ય માટે ફાયદાકારક છે, તેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે અને તેને ખાવાથી શરીરમાં વિટામીન-C મળી રહે છે.
નારંગી ખાટુ-મીઠું આ ફળ સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, નારંગીમાં સારા પ્રમાણમાં પોટેશિયમ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-C, વિટામીન-E અને વિટામીન-A હોય છે. નારંગીના સેવનથી વારવાર થતી શરદી પણ દુર થાય છે સાથે શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે અને શરીરનું વજન ઘટે છે. સીજનલ બીમારીઓથી બચવા માટે નારંગીનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. ચાલો જાણીએ નારંગીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે.
ઈમ્યુનીટી સ્ટ્રોંગ બનાવે : નારંગીના સેવનથી શરીરની ઈમ્યુનીટી સ્ટ્રોંગ બનાવી શકાય છે, નારંગીને લીંબુની જેમ શરીરની ઈમ્યુનીટી બુસ્ટર તરીકે પણ માનવામાં આવે છે. નારંગીમાં રહેલું વિટામીન-C શરીરની ઈમ્યુનીટી વધારે છે અને અનેક બીમારીઓ સામે રક્ષણ કરે છે. નિયમિત નારંગીના સેવનથી શરીરની ઈમ્યુનીટી વધારી શકાય છે.
ડાઈજેસન : નારંગીનું સેવન કરવાથી શરીરની પાચન ક્રિયા સારી થાય છે. નારંગીમાં ભરપુર માત્રામાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાયબર હોય છે, જે પેટ અને આંતરડાને હેલ્ધી રાખે છે. માટે નારંગીના સેવનથી શરીરનું ડાઈજેસન સ્ટ્રોંગ બને છે.
શરદી અને કફ : નારંગીમાં રહેલા વિટામીન-C ખાવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે જે વારવાર થતી શરદીમાં રાહત આપે છે, નારંગીના રસનું સેવનથી કારથી કફને પાતળો કરી બહાર કાઢે છે અને તાવ, સુકી ખાંસીમાં ફાયદો થાય છે.
બ્લડપ્રેશર : નારંગીના સેવનથી શરીરનું હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરી શકાય છે. નારંગીમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. નારંગીનું સેવન હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં ફાયદાકારક છે.
હેલ્ધી હાર્ટ માટે : નારંગીના સેવનથી હાર્ટને હેલ્ધી રાખી શકાય છે, નારંગીમાં રહેલું પોટેશિયમ તત્વ હદયને સ્વસ્થ રાખે છે. નારંગીમાં રહેલું વિટામીન-C કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે.
આંખોની રોશની : નારંગીમાં વિટામીન-A નું પ્રમાણ સારું હોય છે જે આંખોની રોશની વધારે છે. નારંગીના સેવનથી આંખોનું સ્વાસ્થ્ય જળવાય છે અને આંખોની દ્રષ્ટી તેજ થાય છે. જે લોકોની આંખોની દ્રષ્ટી નબળી હોય તેને ચોક્કસપણે આ ફળનું સેવન કરવું જોઈએ.
ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યામાં નારંગી લાભદાયી છે, નારંગીના સેવનથી શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે.
વજન ઘટાડવા : નારંગીના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. નારંગીમાં ફાયાબરનું પ્રમાણ વધારે હોય છે જેથી તેને ખાવાથી વધારે પડતી ભૂખ લાગતી નથી, આથી શરીરનું વજન આપોઆપ ઓછુ થવા લાગે છે. વજન ઓછુ કરવા ઈચ્છતા લોકોએ પોતાના આહારમાં નારંગીનો સમાવેશ કરવો જોઈએ.
લીવર પ્રોબ્લેમ : નારંગીમાં કેરોટીનોઈડ તત્વ હોય છે, જે લીવર સંબધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે, માટે નારંગીના સેવનથી લીવરની સમસ્યામાં ફાયદો થાય છે.
પથરી : નારંગીનું નિયમિત સેવન કરવાથી પથરી અને કિડનીના રોગો થવાનો ખતરો ઘટી જાય છે. નારાગીનું સેવન કરવાથી પથરીને દુર કરી શકાય છે.
કેન્સર : નારંગીનું સેવન કેન્સર જેવી બીમારીમાં ફાયદાકારક છે. નારંગીમાં ડી-લીમોનેન નામનું તત્વ હોય છે જે ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સ્કીન કેન્સર જેવી બીમારી સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
સ્કીન માટે : નારંગીના સેવનથી સ્કીનને હેલ્ધી રાખી શકાય છે, નારંગીમાં રહેલું વિટામીન-C અને બીટાકેરોટીન જે એક સ્ટ્રોંગ એન્ટી ઓક્સીડેન્ટ છે, જે સ્કીનના સેલ્સને ડેમજ થતા બચાવે અને ચેહરા પરની કરચલીઓને દુર કરે છે.
વાળ માટે : નારંગીના સેવનથી વાળાને મુલાયમ બનાવી શકાય છે. નારંગીના રસને વાળ પર લગાવવાથી વાળ એકદમ મુલાયમ થઇ જાય છે અને વાળાને ખરતા પણ અટકાવે છે. નારંગીના રસમાં મધ મિક્સ કરીને વાળમાં લગાવી સુકાવા દો, થોડો ટાઇમ રાખ્યા બાદ પાણીથી ધોઈ નાખવા. આમ કરવાથી તમારા વાળ મુલાયમ થઇ જશે.
અલ્સર : નારંગીમાં ફાય્બરનું પ્રમાણ સારું હોય છે જેથી નિયમિત નારંગીના સેવનથી અલ્સરની સમસ્યામાં ફાયદો થાય છે.
ફર્ટીલીટી વધારે : નારંગીના સેવનથી ફર્ટીલીટી વધે છે. નારંગીમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ વિટામીન-C સ્પર્મની ગુણવત્તા અને ગતીશીલાતાને સુધારે છે અને ફર્ટીલીટી વધારે છે.
આમ, નિયમિત નારંગીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.
Image Source : www.google.com