દુધીને સૌથી પૌષ્ટિક શાકભાજીઓમાંથી એક માનવામાં આવે છે, તેને લૌકી નામથી પણ જાણવામાં આવે છે. ભારતમાં લાંબા સમયથી આ આછા લીલા રંગની દુધીનો ઉપયોગ ભોજનમાં થતો આવ્યો છે. લોહીમાં શુગર ઘટાડવા માટે દુધી ખુબ જ ઉપયોગી છે. દુધીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જેના લીધે શરીર ઠીક રીતે કાર્ય કરે છે અને અનેક બીમારીઓથી બચાવે છે. દૂધીનું વાનસ્પતિક નામ (Lagenaria siceraria (Monila)) લેજીનેરીયા સીસેરેરિયા છે. જેને સંસ્કૃતમાં ક્ષીરતુમ્બી, અલાબૂ કહે છે. જ્યારે હિન્દીમાં તેને લૌકિ અને કદ્દુ કહે છે. અંગ્રેજીમાં તેને Calabash કહે છે. દુધી અનેક આયુર્વેદિક ગુણ ધરાવતી હોવાથી અહિયાં તેના આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીશું. ચાલો જાણીએ દુધીના સેવનથી થતા ફાયદા વિષે. (Health Benefits of Calabash)
માથાનો દુખાવો: જો તમને કાયમ માથાનો દુખાવો રહે છે તો તમારા માટે દૂધી ખુબ જ ઉપયોગી છે. સતત આ માથાના દુખાવાની અસર મગજ પર પડે છે જેથી યાદદાસ્ત ઓછી થઈ જાય છે. દુધીના બીજનું તેલ માથા પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
ટાલ: વાળ ખરવાની સમસ્યા કે પછી ટાલની સમસ્યા હોય તેને દુધી દ્વારા દુર કરી શકાય છે. ટાલ પડવાની સમસ્યામાં દુધીનો ઘરેલું ઉપચાર ખુબ જ ઉપયોગી થાય છે. આ ઉપાય માટે દુધીના પાંદડાના રસને માથા પર લગાવવાથી ટાલ પડવાની મટે છે અને નવા વાળ ઉગે છે.
કબજીયાત: કબજિયાતથી પરેશાન લોકો માટે દુધી ખુબ જ ઉપયોગી છે. કબજિયાતની સમસ્યા કાયમ રહેતી હોય તો દૂધીનું સેવન કરવાથી લાભ મળે છે. 50 મિલી દુધીના મૂળનો રસ પીવાથી પેટ દર્દ, પેટમાં અલ્સર તથા કબજીયાતમાં લાભ મળે છે.
વજન ઓછું થાય: જલ્દી વજન ઘટાડવા માટે માંગતા લોકો માટે દુધીનું સેવન ખુબ જ ઉપયોગી છે. કારણ કે દુધીમાં 96 ટકા પાણી હોય છે અને પ્રતિ 100 ગ્રામ દુધીમાં 12 કેલોરી હોય છે, સાથે જ દુધીમાં ફાઈબરનો માત્રા ખુબ જ વધારે હોવાથી જલ્દી ભૂખ પણ નથી લાગતી જેના કારણે વજન જલ્દી ઘટે છે. સાથે જ લાંબા સમય સુધી પેટ ભરેલું મહેસુસ થાય છે.
રતાંધળાપણું: રતાંધળાપણાના ઉપચારમાં દુધીનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી જલ્દી આરામ મળે છે. દુધીના ફળની રાખમાં મધ ભેળવીને અંજન કરવાથી રતાંધળાપણામાં લાભ થાય છે. આ દુધીના ફળની રાખ મધ સાથે આવી રીતે કાજળ આંજતા હોય તે રીતે આંજવું.
દાંતના કીડા: દાંતના કીડા અથવા સ્કર્વી જેવા રોગોની સમસ્યા ઘણા લોકોને હોય છે. એટલા માટે આ પ્રયોગ કરવા માટે કડવી દુધીના મૂળનું ચૂર્ણ મંજન કરવાથી દાંતના કીડાના દર્દમાં લાભ થાય છે. દુધીના ફૂલોને વાટીને દાંત પર રગડવાથી દાંતનું દર્દ ઓછું થાય છે.
ગોઈટર: દરરોજ એક અઠવાડિયા સુધી ગરમ પાણી અથવા કાંજીમાં રાખેલી કડવી દુધી અથવા દુધીના પાકેલા ફળનું સેવન કરવાથી તથા ખાવાથી કંઠમાળ રોગ મટે છે, ગળકંઠમાં લાભ થાય છે. કડવી દુધીના રસમાં સરસવનું તેલ સિદ્ધ કરીને 1 થી 2 ટીપા નાકથી લેવાથી ગોઈટર રોગમાં પણ લાભ થાય છે.
શ્વાસની તકલીફ: કોઈ કારણસર શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હોય તો તરત આરામ લેવા માટે દૂધીનું સેવન કરવું જોઈએ. દૂધીનાં ફળનું શાક બનાવીને સેવન કરવાથી શ્વાસની તકલીફ, શ્વાસની નળીમાં સોજો, સુકી ખાંસી, સ્તન રોગ અને છાતી સંબંધી રોગોમાં લાભ છે.
હ્રદય માટે લાભકારી: હ્રદયની બીમારીથી રાહત મેળવવા માટે હ્રદયને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી હોય છે. દૂધીનું સેવન કરવાથી હ્રદયની બીમારીના જોખમને ઘટાડી શકવામાં લાંબી હદ સુધી લાભ થાય છે. દરરોજ 100-150 મિલી મીઠી દૂધીના રસનું સેવન કરવાથી હ્રદય રોગોને રોકી શકાય છે.
હાથીપગો: હાથીપગામાં દૂધીનું સેવન કરવાથી જલ્દી આરામ મળે છે. 1 થી 2 ગ્રામ કડવી દુધીના બીજોને વાટીને બકરીના દુધ સાથે પીવાથી ઉલ્ટી થતી હોય તો લાભ થાય છે. સાથે તે હાથીપગો, કોઢ તથા પેટના રોગમાં પણ ફાયદાકારક છે.
હરસમસા: મીઠી દુધીના બીજ તથા મીઠાને કાંજીથી વાટીને, ભૂંગળી બનાવીને, એક એક કરીને ત્રણ ભૂંગળી ગુદા- મળદ્વાર પર રાખવાથી તથા ભોજનમાં દહી ખાવાથી હરસમસાના અંકુરો નાશ પામે છે. આકડાનું દૂધ, થોરનો પ્રકાંડ, કડવી દુધીના પાંદડા તથા કરંજના બીજનો માંજ્જો બકરાના મૂત્રમાં વાટીને હરસ મસા પર લેપ કરવાથી મટે છે. દુધીના બીજને સિંધવ મીઠું અથવા અમ્લ યવાગું સાથે વાટીને ગોળી બનાવીને પ્રયોગ કરવાથી હરસ મટે છે.
પથરી: કડવી દુધીના બીજના ચૂર્ણ 1 થી 2 ગ્રામને મધ અથવા બકરીના દુધના અનુપાતથી 7 દિવસ સુધી પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. 20 થી 50 મિલી કડવી દુધીના ફળના રસમાં 60 મીલીગ્રામ નવસાર તથા 5 થી 10 ગ્રામ મિશ્રી ભેળવીને પીવાથી પથરીથી છુટકારો મળે છે.
પગની એડી ફાટવી: શિયાળામાં અને ગરમીના એડીઓ ફાટવાની તકલીફ અમુક લોકોને વધારે રહે છે. થોરના દુધમાં દુધીના વેલાને વિડ મીઠું અથવા સૌવાર્ચલ મીઠા સાથે વાટીને, ત્રણ દિવસ સુધી કડવી દુધીમાં રાખીને પછી પગમાં લગાવવાથી એડી ફાટવાની તકલીફો દુર થાય છે.
કાનની બીમારી: જો શરદી અને ખાંસી અથવા કોઈ બીમારીની આડઅસરથી કાનમાં દર્દ થાય છે તો દુધીનો આ રીતે ઈલાજ કરવાથી આરામાં જલ્દી મળે છે. દુધીનાં રસથી બનેલા તેલના 1 થી 2 ટીપા કાનમાં નાખવાથી કાનના રોગમાં લાભ થાય છે. 1 થી 2 ટીપા ફળનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો વગેરે રોગોમાં લાભ થાય છે.
ગાઠીયો વા: આ વાનો બધી જ ઉમરના લોકોમાં થાય છે. દિવસભર એસીમાં રહેવા અથવા વધારે સમય સુધી બેસી રહેવાના કારણે કોઇપણ ઉમરમાં આ બીમારી થાય છે. તેનાથી રાહત મેળવવા માટે દુધીનો આ પ્રકારે ઉપયોગ કરી શકાય છે. દુધીના ફળથી સિદ્ધ તેલની માલીશ કરવાથી આમવાતમાં પણ લાભ થાય છે.
આ સિવાય દૂધી ડાયાબીટીસ, લ્યુકોરિયા, ડીલીવરી બાદ ઈજા કે ઘાવ, પીરીયડની પરેશાની, પગની જલન, કુષ્ઠ રોગ, ખંજવાળ, કાળા મસ, ખીલ, સોજો વગેરે સમસ્યા મટાડવા માટે પણ દુધી ખુબ જ ઉપયોગી છે.
આમ, દુધી ખુબ જ ઉપયોગી શાકભાજી હોવાની સાથે એક ઉત્તમ જડીબુટ્ટી પણ છે. જેનો શાકભાજી તરીકે ઉપયોગ થતો હોવાથી તેના વધારે પડતા સેવનથી કોઈ નુકશાન થતું નથી તેમજ તેના અંગો ફળ, ફૂલ, મૂળ, બીજ અને વેલાનો ઉપયોગ કરવાથી ઘણા બધા ઉપચારો થઇ શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com