એલચી એક એવી વસ્તુ છે કે તેનો સ્વાદ અને સુગંધ તમારા મનને પ્રસન્ન કરી દે છે. એલચી તમને દરેક ભારતીય રસોડમાં મળી રહે છે. સ્વાદ અને સુગંધ વધારવા માટે મસાલાવાળા ખોરાકમાં એલચીનો ઉપયોગ થાય છે. એલચીનો સાચો ઉપયોગ કરવાથી આપણે શરદીથી માત્ર રાહત મેળવી શકીએ છીએ, પરંતુ તેનાથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે.આ ઉપરાંત એલચી પાચનની સમસ્યાઓથી પણ રાહત આપવામાં મદદ કરે છે. આયુર્વેદમાં એલચી જેવી ઘણી બાબતો પર સંશોધન કર્યા પછી, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે આયુર્વેદિક વસ્તુઓના યોગ્ય ઉપયોગથી પણ સૌથી મોટી બીમારીઓનો ઉપચાર કરી શકાય છે.
એલચીમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણાબધા તત્વો હોય છે. સામાન્ય રીતે આપણે બધાં એલચીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે જ કરીએ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. એલચીને જો નિયમિત રીતે ખાવામાં આવે તો તેનાથી શરીરને ચોકાવનારા લાભ થઈ શકે છે. આજે અમે તમને એલચી ખાવાના કેટલાક એવા ફાયદા વિશે જણાવીશું કે જેનાથી તમે સ્તબ્ધ થઈ જશો.
આમ તો એલચી પણ અનેક પ્રકારની હોય છે, જેમ કે લીલી એલચી અને કાળી એલચી. આ ઉપરાંત ભૂરી એલચી, નેપાળી એલચી, અને બંગાળી એચલી પણ આવે છે. લીલી એલચીનો ઉપયોગ પૂજા-પાઠ અને મીઠી વાનગીમાં થાય છે. મોટી કાળી એલચીની વાત કરી તો તેમનો ઉપયોગ મસલામાં કરવામાં આવે છે. તમે કોઈ પણ એલચી ખાઓ બધાના પોત-પોતાના અલગ ફાયદા હોય છે. તો ચાલો આજે જાણીએ એલચી થતા અઢળક ફાયદા વિશે.
આજની આ ખરાબ જીવનશૈલી અને દૂષિત ખાણી-પીણીના પગલે પુરૂષોમાં યૌન રોગ અથવા ગુપ્તરોગ થવા લાગ્યાં છે. પુરૂષ વર્ગ આ બીમારીથી પરેશાન છે, એવામાં એલચી તમારી યૌન સમસ્યાને હલ કરવાનુ કામ કરી શકે છે. એટલા માટે તમે નાની લીલી એલચી લો અને તેને રાત્રે સુતા પહેલા દૂધ મધ સાથે ઉકાળીને ખાઈ લો. આથી તમારી દરેક પ્રકારની યૌન સમસ્યા નષ્ટ થઈ જશે.
ગેસ, એસિડિટી અને પેટથી જોડાયેલી તમામ સમસ્યાથી છુટકારો માટે એલચી ફાયદાકારક છે. તેનું સેવન તમે રોજ કરી શકો છો. એલચી મીઠા ખોરાકને પચાવવામાં ખૂબ અસરકારક છે. એલચીનો ઉપયોગ પેટની બળતરાની સારવાર માટે પણ થાય છે.
અસ્થમાં (દમ), શ્વાસની તકલીફ અથવા ફેફસાની તકલીફમાં પણ એલચી ખાવી લાભકારી હોય છે. આ રોગોથી પીડિત લોકોને દિવસમાં બે વાર એલચી ચાવીને ખાવી જોઈએ.
તમને જાણીને હેરાની થશે કે એલચીને જો નિયમિત ખાવામાં આવે તો આ કેન્સર જેવી ગંભીર બીમારીને પણ હરાવી શકે છે. વાસ્તવમાં એલચીમાં એન્ટી ઈન્ફેલેમેન્ટરી ગુણ હોય છે, જે મોંનું કેન્સર, ત્વચાનું કેન્સરના કોષોથી લડવામાં અસરકારક હોય છે. એટલા માટે કેન્સર દર્દીએ રોજ એલચીનું સેવન કરવું જોઈએ. સામાન્ય વ્યક્તિ પણ તેને રોજ ખાઈ તો તેને કેન્સરનો ખતરો ઓછો થઈ જશે.
બ્લડપ્રેશરના દર્દીએ પણ રોજ એલચી ખાવી જોઈએ. તેમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને શરીરના રક્ત સંચારને પણ સામાન્ય બનાવે છે.
એલચીના સેવનથી પાચન સંબધિત સમસ્યાઓ દુર થાય છે. એલચીમાં રહેલા ગુણ કબજિયાતમાં રાહત આપે અને પાચનતંત્રને મજબુત કરે છે.
એલચીને એક ગરમ મસાલો ગણાવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી. એલચીના દાણા અને સિંધવ નામકને ઘી અને મધ સાથે મિક્સ કરીને પીવાથી કફની સમસ્યામાં રાહત મળે છે.
મોઢાની દુર્ગંધને દૂર કરવા માટે લોકો કેટલાય પ્રકારના માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. પરંતુ, તેનાથી પણ જો કોઈ ફાયદો થતો નથી. ત્યારે મોઢામાં એેક એલચી રાખો. એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
ગળુ ખરાબ હોય તો ગરમ પાણી સાથે 1 લીલી એલચી, 1 નાનો ટુકડો આદુ, 1 લવીંગ અને 3-4 તુલસીના પાન સાથે ખાવુ. તેનાથી રાહત મળશે. વધારે પ્રમાણમાં એલચી ખાવાથી ઘણી શ્વસન સમસ્યાઓ પણ થઈ શકે છે જેમ કે શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં પીડા, છાતીમાં ધ્રુજારી આવવી. માટે એલચીનો યોગ્ય માત્રામાં સેવન કરવું શરીર માટે હિતાવહ છે.
આમ, એલચી ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com