સલાડ તરીકે હંમેશા ઉપયોગમાં લેવાતી કાકડી દરેકને પસંદ હોય છે. કાકડી ખાવાથી આપણા શરીરને ઘણાં જરૂરી પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ 95 ટકા જેટલું હોય છે, જેથી તેને ખાવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. ગરમીની સીજનમાં કાકડી ઘણાં શહેરોમાં રોડ કાંઠે વેચાય છે. આ સીઝનમાં કાકડીનું રાયતું, કાકડીની શાકભાજી, કચુંબર અથવા કાકડીઓ કાપીને મસાલા સાથે ખૂબ ખાવામાં આવે છે. કારણ કે કાકડીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને પ્લાન્ટ કમ્પાઉન્ડ અનેક રોગો સામે રક્ષણ આપી શકે છે. જો તમે સવારે કાકડી ખાશો તો તેનો ફાયદો કાકડી જેટલો જ મળશે, જો તમે દિવસ દરમિયાન કાકડી ખાશો તો કાકડી તમારા શરીર માટે સોના જેટલી કિંમતી છે અને જો તમે રાત્રે કાકડીનું સેવન કરો છો.’ તેથી, તમને શૂન્ય જેવા જ ફાયદો મળશે. માટે કાકડીનું સેવન બપોરના સમયે કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
ડાયેટિશિયન ડો.રંજના સિંહના કહેવા મુજબ કાકડીમાં વિટામિન-A, ખનીજ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ હોવાનું કહેવામાં આવે છે. આહાર નિષ્ણાતો હંમેશાં દિવસ દરમિયાન એટલે કે બપોરે કાકડી ખાવાની સલાહ આપે છે. ઉનાળામાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે. તમે તેને કચુંબર, સેન્ડવિચ અથવા રાયતામાં ખાઈ શકો છો. ચાલો જાણીએ કાકડી ખાવાથી થતા ફાયદા વિષે. (Health Benefits of Eating Cucumber).
ઈમ્યૂનિટી : દરરોજ કાકડી ખાવાથી શરીરની ઈમ્યૂનિટી મજબૂત થાય છે. કાકડીમાં વિટામિન-C, બીટા કેરોટિન જેવા એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જેના કારણે શરીરમાં હાજર મુક્ત રેડિકલ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
પેટની સમસ્યા : કાકડીમાં ફાયબરનું પ્રમાણ જોવા મળે છે માટે તેનું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યામાં કાકડી ફાયદાકારક છે. કબજિયાત અને અપચાની સમસ્યામાં કાકડી છુટકારો અપાવે છે. કાકડી ખાવાથી ઝેરી પદાર્થો શરીરની બહાર નીકળી જાય છે અને શરીરીને ડીટોક્સ કરે છે.
વજન ઘટાડે : વજન ઘટાડવા માટે કાકડી ખૂબ જ સારો વિકલ્પ છે. કાકડીમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે માટે કાકડી ખાવાથી પેટ ભરાય છે અને તમને પુષ્કળ પોષક તત્વો પણ મળે છે. કાકડીમાં 95 ટકા પાણી હોય છે, જેથી મેટાબોલિઝ્મ મજબૂત બનાવે છે અને શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. કાકડીને તમે તમારા ડાયટ પ્લાનમાં પણ સામેલ કરી શકો છો.
કેન્સરનું જોખમ ઘટાડે : ડો. રંજના સિંહના જણાવ્યા અનુસાર ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે દરરોજ કાકડી ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. તેમાં જોવા મળતા પ્રોટીન આપણા શરીરમાં કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. કાકડી આપણા શરીરમાં કેન્સર અથવા ગાંઠના વિકાસને અટકાવે છે.
શરીરને હાઇડ્રેટ રાખે : આપણા શરીર માટે પાણીનું પૂરતુ પ્રમાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાણી આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શરીરનું યોગ્ય હાઇડ્રેશન શારીરિક અસર અને મેટાબોલિઝ્મને પણ અસર કરે છે. જ્યારે લોકોના શરીરને સામાન્ય રીતે પાણી દ્વારા હાઇડ્રેટ થાય છે, ત્યારે કેટલાક લોકો પોતાના શરીરનું જરૂરીયાતનું 40 ટકા પાણી ખાવાથી જ મેળવે છે. કાકડી શરીર માટે પાણીનો સારો સ્રોત માનવામાં આવે છે કારણ કે કાકડીમાં પાણીનું પ્રમાણ 95 ટકા જેટલું છે.
આંખોની દ્રષ્ટી વધારે : કાકડીના ઉપયોગથી આંખોની રોશની બનાવી રખાય છે. ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનીટ સુધી આંખો પર રાખવાથી આંખો સ્વસ્થ રહે અને આંખોની દ્રષ્ટી વધે છે અને ડાર્ક-સર્કલને પણ દુર કરે છે.
બ્લડ શુગર ઘટાડે : કાકડી બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં અને ડાયાબિટીઝ સાથે સંકળાયેલ સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. વનસ્પતિના અન્ય કેટલાક ખોરાકનો પણ એક અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જોવા મળ્યું કે કાકડી બ્લડ શુગરને અંકુશ લાવવામાં અન્ય પ્લાન્ટના ખોરાક કરતાં વધુ સારી છે.
પેશાબની સમસ્યાઓ : પેશાબ કરવામાં મુશ્કેલી આવે તો દર્દીએ ખોરાકમાં કાકડી લેવી લાભદાયી છે. કાકડીના બીજનો ઉકાળો નિયમિત રીતે દૂધ સાથે લેવાથી થોડા દિવસોમાં પેશાબની બળતરા ઘટી જાય છે. તલ અને કાકડીનું બીજ સરખું લઈને દૂધ સાથે પીસી લો. તે વારંવાર પેશાબ કરવાની સમસ્યાને દૂર કરે છે. કાકડીના પાનને બરાબર પીસી ગાળી લો. તેમાં શુગર કેન્ડી મિક્સ કરી 10-15 મિલી માત્રામાં પીવાથી પેશાબ ખુલ્લીને આવે છે અને તે પેશાબની વિકારમાં ફાયદાકારક છે.
રાત્રે કાકડીનું સેવન કરવાના ગેરફાયદા
ડો. રંજના સિંહના જણાવ્યા અનુસાર રાત્રે કાકડી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં ભારેપણું આવે છે. રાત્રે કાકડી પચવી મુશ્કેલ છે, અને પચવામાં સમય લે છે. બીજી બાજુ, રાત્રે કાકડી ખાવાથી ઊંઘમાં પણ ખલેલ પહોચે છે. કાકડીમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે, જેનાથી પેટમાં ભારેપણું આવે છે અને સૂવામાં તકલીફ પડે છે.
આમ, નિયમિત સલાડમાં કાકડીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે કાકડીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com