કીવી એક એવું ફળ છે જેના વિશે તો લોકો કદાચ વધું નહી જાણતા હોય. પરંતુ હવે આ દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે. કીવીનું ઉત્પાદન મુખ્ય રીતે ચીનમાં વધારે થાય છે. બીજા દેશોમાં પણ તેનું ઉત્પાદન શરૂ થયું છે, પરંતુ આજ પણ ચીન દુનિયાભરમાં સૌથી વધું 56 ટકા કીવી ફળનું ઉત્પાન કરે છે. ભારતના કેટલાક વિસ્તામાં તેની ખેતી શરૂ ગઈ છે પરંતુ ખાસ કરીને અત્યારે પણ આ બીજા દેશથી જ આવે છે, એટલા માટે બીજા ફળોની તુલનામાં આ મોંઘું છે, પરંતુ સ્વાસ્થ્ય આ ખુબ જ મહત્વપૂર્ણ ફળ છે. આ ફળ વિશે કહેવામાં આવે છે તમારા શરીરમાં જે વસ્તુની પણ ઉણપ હશે, તેનો પૂરવાર આ ફળ કરે છે.
કીવી ફળ દેખવામાં ભલે થોડું ઓછું આકર્ષિત લાગે પરંતુ આપણા સ્વાથ્ય માટે ખુબ જ ફાયદકારક છે. કીવી એક ખાટું-મીઠું સ્વાદિષ્ટ ફળ છે. કીવીને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. વાસ્તવામાં કીવી પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમાં વિટામીન-K, વિટામીન-C, વિટામીન-E, ફોલેટ, પોટેશિયમ વગેરે વધારે માત્રામાં મળી આવે છે, જે શરીરને અનેક બીમારીથી બચાવવામાં મદદ કરી શકે છે. ભૂરા રંગની છાલવાળુ કીવી ફળ અંદરથી મુલાયમ, લીલા રંગનું હોય છે. તેની અંદર કાળા રંગના નાના નાના બીજ પણ સામેલ હોય છે.
કીવીમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ શરીરને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે. આ ફળના સેવનથી શરીરની ઈમ્યૂનિટી ખુબ જ મજબુત થાય છે, એટલું જ નહીં કીવીમાં ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે, જે શરીરની સૂજન ઘટાવામાં મદદ કરે છે. કીવીને ડાયટમાં સામેલ કરીને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો જાણીએ આ શક્તિશાળી કીવી ફળ ખાવાથી થતા ફાયદા વિષે.
રોગપ્રતિકાર ક્ષમતા વધારે : કીવીમાં વિટામીન-C ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જેથી તેનું સેવન કરવાથી શરીરની ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકાય છે. જો તમે નિયમિત કીવીનું સેવન કરો છો તો તમને અનેક વાયરલ સંક્રમણથી બચવામાં મદદ મળે છે, માટે કીવી ફળનું સેવન આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
કોલેસ્ટ્રોલમાં કંટ્રોલ રાખે : કીવી ફળનું સેવન શરીરનું કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારી શકે છે, એટલું જ નહી આ હાર્ટને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થઈ શકે છે. કીવી ફળ હૃદય માટે લાભકારી હોય છે. કીવી ફળનું 28 દિવસ સુઘી સેવન કરવામાં આવે તો પ્લેટલેટ હાઈપરએક્ટિવિતી, પ્લાઝ્મા લિપિડ તેમજ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકે છે. જો કોઈને હૃદય રોગની સમસ્યા પહેલાથી જ છે, તો તે દવાઓનું સેવન ચાલુ રાખે અને ડોક્ટરની સલાહ લઈને કીવી ફળનું સેવન કરવું.
આંખોની રોશની વધારે : આંખોને તંદુરસ્ત રાખવા માટે કીવી ફળનું સેવન જ ખૂબ સારૂ માનવામાં આવે છે. કીવીમાં વિટામીન, ફોલેટ, એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે આંખોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે સાથે જ આંખોની દ્રષ્ટી વધારે છે.
પાચનમાં ક્રિયા મજબૂત બનાવે : કબજિયાતની સમસ્યા થવા પર કીવીનું સેવન કરવું ખૂબ લાભદાયી હોય છે. કીવીમાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ મળી આવે છે જે કબજિયાત, ગેસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે. રોજ કીવી ખાવાથી ડાઈજેશન યોગ્ય રહે છ, કારણ કે તેમાં ખૂબ માત્રામાં ફાઈબર મળી આવે છે. તેમાં અનેક પ્રકારની એન્ઝાઈમ્સ હોય છે. આથી કબજિયાત અને એસિડિટીથી પણ રાહત આપે છે.
ત્વચા માટે : કીવી ફળના સેવનથી આપણી ત્વચામાં રહેલ કોલેજન અને ત્વચાને સુંદર રાખવા માટે મહત્વનો ભાગ ભજવે છે, કીવી ફળમાં વિટામીન-C ભરપુર માત્રામાં મળી આવે છે જે આપણી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે સાથે જ ત્વચા પરની કરચલીને દુર કરે છે અને ત્વચાને સુંદર બનાવે છે.
સોજામાં રાહત આપે : કીવીમાં ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે, એવામાં જો તમને અર્થરાઈટિસની ફરીયાદ છે, તો કીવીનું નિયમિત સેવન કરવાથી તમારા માટે લાભદાયી થઈ શકે છે. આ ઉપરાંત આ શરીરની અંદરના ઘાવને ભરવા અને સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ઈન્ફેક્શમાં સહાયક : ઈન્ફેક્શથી બચવા માટે તમારી ડાયટમાં કીવીને સામેલ કરો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામીન-C અને અનેક પોષક તત્વ મળી આવે છે. કીવી ફળ શરીરને સિઝનલ બીમારીઓ અને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે : કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. કીવીમાં પ્રોટીન, વિટામીન્સ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વ હાજર હોય છે, જે બ્લડપ્રેશને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
હોર્મોન્સની સંતુલીત કરે : કીવી હોર્મોન્સમાં થનારી ગડબડને પણ દૂર કરે છે. રોજ કીવી ખાવાથી હોર્મોન્સનું સંતુલન ખરાબ નથી થતું અને અનેક પ્રકારની હોર્મોનલ બીમારીઓથી બચાવ થાય છે.
સારી ઉંઘ : કીવી ખાવાના ફાયદાની વાત કરીએ અને ઉંઘનો ઉલ્લેખ ન થાય એવું તો ન બની શકે. ઉંઘની એક કલાક પહેલા કીવી ફળનું સેવન કરવાથી સારી ઉંઘમાં મદદરૂપ થાય આ વિશે અભ્યાસમાં મળી આવ્યું છે.
આમ, નિયમિત કીવી ફળનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે, તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે કીવી ફળનું સેવન કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com