દરેક વ્યક્તિએ લીચી ફળ ખાધું જ હશે. તે ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. બાળકો હોય કે યુવા, દરેકને લીચી ખાવાનું પસંદ હોય છે. લીચી એકમાત્ર ફળ છે જેને ઝાડ પર ઉગેલા રસગુલ્લા કહેવામાં આવે છે, તેની મિઠાસ અને રસદારથી લોકોને ઉનાળાના દિવસોમાં ગરમીથી રાહત આપે છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લીચી ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે અને આરોગ્ય સ્વસ્થ રહેવાની સાથે શરીરને અસંખ્ય રોગોથી બચાવે છે.
સ્વાસ્થ્યનો ખજાનો લીચી માત્ર ફળ તરીકે જ ખાવામાં આવતી નથી, પરંતુ તેનો રસ અને શેક પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. લીચીનો ઉપયોગ સુશોભન જામ, જેલી, મુરબ્બો, સલાડ અને અલગ અલગ વાનગીઓ માટે પણ થાય છે. લીચીમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન-C, વિટામિન-A અને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, આયર્ન જેવા ખનીજ તત્વો મળે છે, જે તેને ખૂબ ફાયદાકારક બનાવે છે.
લીચીમાં પાણીનું પ્રમાણ વધું હોય છે. તે વિટામિન સી, પોટેશિયમ અને કુદરતી શુગરનો સારો સ્રોત પણ છે. તેનું સેવન શરીરમાં પાણીના પ્રમાણને સંતુલિત કરે છે, જે શરીર અને પેટને ઠંડક આપે છે. પાચનતંત્રને યોગ્ય રાખવાની સાથે મગજના વિકાસમાં પણ તેનો મોટો ભાગ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ લીચી ખાવાથી થતા ફાયદા વિશે. (Health Benefits of Eating Lychee)
લીચીનું સેવન કરવાથી શરીરનું પાચન સારું રહે છે. લીચીમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે, ફાઇબર આપણા ખોરાકને પચાવવામાં મદદગાર થાય છે અને આંતરિક સમસ્યાઓ અટકાવવામાં મદદ કરે છે. લીચીમાં રહેલા વિટામિન રેડ સેલ્સ ડેવલોપ કરવા માટે અને પાચન-પ્રક્રિયા માટે ખુબ જ જરુરી છે, આ યકૃત અને અન્ય અવયવોમાં બીટા કેરોટિન સંગ્રહિત કરવામાં મદદ કરે છે. જે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય તેમણે રોજ એક લીચી ખાવી જોઇએ, કારણ કે લીચીમાં પોટેશિયમ રહેલું છે જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
લીચી એક સારો એવો ઉર્જાનો સ્ત્રોત છે. થાક અને નબળાઈ અનુભવતા લોકો માટે લીચી ખૂબ ફાયદાકારક છે. તેમાં હાજર નિયાસિન આપણા શરીરમાં ઉર્જા માટે જરૂરી સ્ટીરોઇડ હોર્મોન અને હિમોગ્લોબિન બનાવે છે. લીચીમાં એન્ટી-ઓક્સિડેન્ટ અને વિટામિન-C ની હાજરીને કારણે તે હાર્ટના રોગોથી બચાવવા માટે મદદગાર થાય છે.
લીચી પણ એક સારૂ એન્ટીઓકિસડન્ટ છે. તેમાં હાજર વિટામિન-C આપણા શરીરમાં લોહીના કોષોનું નિર્માણ કરવામાં પણ મદદ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે જરૂરી છે. બીટા કેરોટિન, રાયબોફ્લેવિન, નિયાસિન અને ફોલેટ લીચીમાં સારા પ્રમાણમાં જોવા મળે છે, જે રક્ત કોશિકાઓની રચના અને પાચનમાં મદદ કરે છે, અને તે રક્ત વાહિનીઓને સંકુચિત થતી અટકાવે છે, જેના કારણે લોહીનું પરિભ્રમણ સામાન્ય રહે છે
લીચીના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. લીચીમાં દ્રાવ્ય ફાઇબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે, જેના કારણે વધારે ભૂખ લાગતી નથી, એટલું જ નહી લીચીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તેને ખાવાથી શરીરને ઓછી કેલેરી મળે છે અને વધારાની ચરબી બનતી નથી. તમે લીચીને તમારા ડાયટ પ્લાનમાં પણ સામેલ કરી શકો છો.
લીચીનું સેવન કરવાથી હળવા અતિસાર, ઉલટી થવી, પેટની ખરાબી, પેટમાં અલ્સર થવું અને આંતરિક સોજા વગેરેને મટાડવા માટે ફાયદાકારક છે. તે કબજિયાત અને હાનિકારક ઝેરી તત્વોની અસર ઘટાડે છે. કિડનીની પથરીથી થતાં પેટના દુખાવામાં પણ રાહત આપે છે.
લીચીનો રસ એક પૌષ્ટિક પ્રવાહી છે. તે ઉનાળાની ઋતુને લગતી સમસ્યાઓ દૂર કરે છે અને શરીરને ઠંડક આપે છે. લીચી આપણા શરીરમાં સંતુલિત પ્રમાણમાં પાણી પહોંચાડે છે. લીચી તમને શરદી અને ઉધરસના વાયરલ ચેપ જેવી સમસ્યાઓથી પણ રક્ષણ આપે છે કારણ કે તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે અને તમારા શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે.
ચેહરા પરના ડાઘને દુર કરવા લીચીનો રસ અસરકારક સાબિત થાય છે, લીચીના રસને ચેહરા પર લગાવવાથી ડાઘથી છુટકારો મળે છે. લીચીનું સેવન કરવાથી વાળનો વિકાસ થાય છે. જે લોકો વાળા વધારવા માંગે છે તેઓએ લીચીનું સેવન કરવું જોઈએ.
વાઈરલ રોગો ત્યારે થાય છે જ્યારે તમારી પાચન શક્તિ નબળી હોવાના કારણે રોગોથી લડવાની શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે તમારું શરીર રોગો સામે લડવામાં અસમર્થ થાય છે. લીચીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે, તેમજ તમારા પાચનમાં સુધારો કરે છે, તમારા શરીરને રોગો સામે લડવામાં અને સ્વસ્થ રહેવા માટે સક્ષમ બનાવે છે.
લીચીના કેટલાક અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ, તો જંતુના કરડવાથી સારવારમાં પણ મદદરૂપ થાય છે. કેટલીકવાર નાના જંતુ કરડવાથી પીડા, બળતરા અને સોજો થાય છે. આ પીડામાંથી રાહત મેળવવા માટે લીચી ખૂબ ઉપયોગી છે. લીચીના પાનને પીસીને, તેને કીટના કરડવાના ભાગમાં લગાવો. તે પીડા, બળતરા, સોજો અને અન્ય ઝેરી અસરોથી રાહત આપે છે.
આમ, લીચીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે, તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે લીચીનું સેવન કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.
Image Source : www.google.com