ઉનાળો એટલે કેરીની સીઝન, સૌ કોઈને ખબર છે કે ગરમી શરૂઆત થતા કેરી બજારમાં વિપુલ પ્રમાણમાં આવવા લાગે છે. કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખક કેરીમાં એવા અણમોલ ગુણો છુપાયેલા છે કે તેને ફળનો રાજા કહેવામાં આવે છે. ઉનાળામાં આપણને તાપ જેટલો આકરો લાગે તેટલી જ કેરીઓ ખાવી ગમે છે. તે પછી કાચી હોય કે પાકી કેરી ખાવાની મઝા જ કંઇક અદભૂત છે. પાકી કેરીની સાથે કાચી કેરી પણ સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરૂપ માનવામાં છે. તેથી ગરમીમાં કાચી કેરીને પોતાના આહારમાં સ્થાન આપવું જરૂરી છે. કેરી સૌને ભાવતી હોય છે પછી તે કાચી કેરી હોય કે પાકી .ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા થી લઈને પેટમાં ટાઢક સુધીનું કામ કરે છે. એક પાકેલી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે.
કેરીમાં વિટામીન-C, વિટામીન-K અને વિટામીન-A, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ઉપરાંત સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર વગેરે જેવા જરૂરી તત્વો હોય છે. કેરીમાં કુદરતી રીતે શુગરનું પ્રમાણ રહેલું હોય છે. જેમને ડાયાબિટીસની તકલીફ છે, તેઓએ કેરી સાવ ઓછી ખાવી જોઈએ. જોકે પાકેલી કેરી દુબળા પાતળા બાળકો, વૃદ્ધો અને શરીરની નબળાઈ વાળા લોકો માટે અત્યંત ગુણકારી છે.
તાજી કેરી જોતા જ સૌ કોઈના મોંમાં પાણી આવી જતું હોય છે. લોકો આ કેરીને ખૂબ મજાથી ખાવાનું પસંદ કરે છે. કેરીમાં અન્ય ફળ કરતા અનેક બધાં ગુણ મળી આવે છે. આ કેલેરીમાં પણ ઓછી હોય છે. મતલબ કે તમે વજનની ચિંતા કર્યા વગર તેને ખાઈ શકો છો. કેરી તમને અનેક ઘાતક બીમારીથી બચાવી શકે છે. કેરીમાં વિટામીન સી, વિટામીન એ, આયરન, કોપર, પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ કારણ તેને ખાવાથી સ્વાથ્યને લગતા અનેક ફાયદા પણ થાય છે. તો ચાલો જાણીએ કેરી ખાવાના ફાયદા વિશે. (Health Benefits of Eating Mango)
રોગપ્રતિકારક ક્ષમતા વધારે : કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબુત થાય છે. કેરીમાં હાજર વિટામીન-C, વિટામીન-A અને 25 પ્રકારના કેરોટેનોયડ્સ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે.
કેન્સરથી બચાવે : અનેક સ્ટડીઝ દાવો કરે છે કે કેરી ખાવાથી કેન્સર થવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય છે. કેરીની અંદર હાજર એન્ટીઓક્સિડેન્ટ કોલોન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, લ્યૂકેમિયા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં હાજર ક્યૂર્સેટિન, એસ્ટ્રાગાલિન, ફિસેટિન જેવા પોષક તત્વ આપણને કેન્સર થવા નથી દેતું.
પાચન ક્રિયા સુધારે : કેરની અંદર હાજર એન્ઝાઈમ્સ શરીરમાં પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. આથી તમે ખાધેલું ભોજન જલ્દી પચી જાય છે. આ પ્રકારે કેરી તમારા પાચને પણ મજબૂત કરે છે.
એનીમિયા : કેરીના સેવનથી એનીમિયા જેવી બીમારીને દુર કરી શક્ય છે. કેરીમાં આયરનનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે જે શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે અને એનીમીયાની બીમારીમાં ફાયદાકારક છે.
નબળાઈ : કેરીના સેવનથી શરીરની નબળાઈ દુર થાય છે, કેરીનો રસ અને દૂધ મિક્સ કરીને પીવાથી શરીરની નબળાઈ દુર થાય છે અને સાથે વીર્યની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
લૂથી બચાવે : આયુર્વેદના અનુસાર આ કેરી તડકાથી થનારા નુકસાનથી પણ બચાવે છે, એટલા માટે તેને ગરમીમાં ખાવી ફાયદાકારક હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે : કેરીમાં સામેલ ફાઈબર અને વિટામીન-C લો ડેન્સીટી લિપોપ્રોટીન (એલડીએલ) મતલબ કે ખરાબ કોલેસ્ટ્રોના લેવલને ઘટાડવાનું કામ પણ કરે છે. આમ કેરીના સેવનથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રહે છે.
ત્વચાને ફાયદો પહોચાડે : કેરીને ખાવી અથવા તેને ફેસ પેક તરીકે લગાવવાથી ચહેરાના રોમ છિદ્ર ખુલે છે અને ખીલ પણ ઓછા થાય છે. આ ઉપરાંત આ તમારી સ્કિનને ગ્લો કરવામાં પણ મદદ કરે છે.
આંખોની રોશની વધારે : કેરીમાં હાજર વિટામીન-A આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. આ આંખોના નંબર પણ ઘટાડે છે. માટે કેરી ખાવી આંખો માટે પણ ફાયદાકારક છે.
ક્ષારીય તત્વોને સંતુલિત કરે : કેરીમાં હાજર સાઈટ્રિક એસિડ, ટરટેરિક એસિડ અને મેલિક બોડીમાં એલ્કલાઈ મતલબ ક્ષારીય તત્વોને સંતુલિત કરવાનું કામ પણ કરે છે. કેરીનું સેવન યોગ્ય માત્રામાં કરવું શરીર માટે ખુબ જ જરૂરી છે, વધારે પડતી કેરી ખાવાથી શરીરમાં નુકશાન પણ થઇ શકે છે.
આમ, ફળોના રાજા કેરી ખુબ જ ઉપયોગી ફળ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં ફાયદાકારક છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે કેરીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com