પૌષ્ટિક તત્વોથી ભરપૂર બાજરો સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. બાજરામાં ઘઉં અને ચોખાથી અનેક ગણુ વધારે પૌષ્ટિકતાની માત્રા મળી આવે છે. બાજરાનું સેવન ન ફક્ત ખાવા માટે કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં તેનો ઉપોયગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. બાજરાથી બનેલો પૌષ્ટિક આહાર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે તેના ઔષધીય ગુણ પેઇનકિલર, પેટ સંબંધીત બીમારીઓથી છુટકારો અને સંક્રમણથી દૂર રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ ઘણા બધા લોકો બાજરાના સેવનથી થતા ફાયદાથી અજાણ હોય છે, ચાલો જાણીએ બાજરો ખાવાના ફાયદા વિષે.
બાજરામાં એન્ટીઓક્સીડેન્ટ, સેલેનીયમ, વિટામીન-C અને વિટામીન-E મળી આવે છે જે ચામડીને તંદુરસ્ત રાખવા મદદ કરે છે. બાજરો પાચનતંત્રને નિરોગી રાખવામાં મદદ કરે છે. એવામાં જો તમે ગેસ, કબજિયાત, ઉલ્ટી, ઉબકાની સમસ્યાથી પીડાઈ રહ્યાં છો, તો નિયમિત રીતે બાજરાના રોટલાનું સેવન કરો. તેમજ પેટના દુખાવામાં બાજરો રામબાણ સાબિત થાય છે. એટલા માટે બાજરો શેકીને તેની પોટલી બનાવીને પેટ પર શેક કરવાથી પેટના દર્દમાં જલ્દી આરામ મળે છે. જે લોકોને પેટ સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો બાજરાનું સેવન કરવાથી તે ધીરે ધીરે ઠીક થાય છે.
બાજરામાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે જેના લીધે આપણા હાડકા મજબુત રહે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાની નબળાઈ હોય તેને મજબૂતાઈ આપે છે. માટે કેલ્શિયમની ઉણપ વાળા લોકોએ બાજરો ખોરાકમાં લેવો જોઈએ. બાજરામાં આયર્નનું પ્રમાણ હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, આથી શરીરમાં આયર્નની ઉણપ નથી રહેતી. એવામાં જે લોકોને એનીમિયાની સમસ્યા છે તેણે રોજ બાજરાનું સેવન કરવું જોઈએ.
બાજરામાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે જે શરીરીનું વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેને ખાધા પછી તમારૂ પેટ લાંબા સમય સુધી ભર્યું રહે છે. એવામાં જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો નિયમિત રીતે બાજરાનું સેવન કરવું ફાયદાકારક મનાય છે.
બાજરાનું સેવન વધારે શારીરિક પરિશ્રમ કરનાર લોકો માટે શક્તિ જાળવી રાખવા અને શરીરને મજબુત કરવા માટે બાજરાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. બાજરાના રોટલા અને ગાયનું ઘી ખાવાથી શરીર માટે અનેક ગણું પોષણ પૂરું પાડે છે અને ખુબ ઉત્તમ ખોરાક છે. જેના લીધે શરીર મજબુત બને છે, અને શક્તિમાં પણ વધારો કરે છે. બાજરાના સેવનથી શરીરમાં ઝડપથી થાકનો અનુભવ નથી થતો.
બાજરો સંધિવા દર્દીઓ માટે ખુબ જ કારગત સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે બાજરાની તાસીર ગરમ હોય છે, એવામાં જો તમે સાંધામાં દુખાવો, ઘુંટણમાં દર્દ, પીઠમાં દુખાવો એટલે સંધિવાની સમસ્યાથી પીડાવ છો તો નિયમિત રીતે બાજરાથી બનેલો પૌષ્ટિક આહારનું સેવન કરો.
મેગ્નેશિમ અને પોટેશિયમથી ભરપૂર બાજરો હૃદય સંબંધીત બીમારીઓથી છુટકારો અપાવવા અને તેના સંક્રમણથી દૂર રાખવામાં કારગર સાબિત થાય છે. તેનું નિયમિત સેવન હાર્ટ એટેકની સંભાવનાને ઘટાડે છે અને તમારા હૃદય સંબધીત આરોગ્ય માટે લાભકારી હોય છે.
બાજરો બ્લડ શુગરના દર્દી માટે અતિ ફાયદાકારક હોય છે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. તેમજ શુગર ટાઈપ 2 રોગીઓ માટે રામબાણ સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે બાજરામાં મેગ્નેશિયમનું ભરપૂર પ્રમાણ હોય છે જે શરીરમાં ગ્લૂકોજ અને ઈન્સુલિન રિસેપ્ટરની ક્ષમતા વધારવામાં અસરકારક હોય છે.
બાજરો કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. આ કેન્સર કોશિકાઓને શરીરમાં ફેલવાથી અટકાવે છે, તેનું નિયમિત સેવન કરવાથી તમે આ ભયંકર બીમારીથી બચી શકો છો. તેમજ કેન્સરના દર્દી માટે તેનું નિયમિત સેવન લાભદાયી સાબિત થાય છે.
બાજરો મગજને શાંત રાખનારો છે. બાજરો માનસિક તણાવ, ઊંઘ ન આવતી હોય જેવી સમસ્યાઓ દૂર કરે છે. ગામડામાં મોટે ભાગે બાજરાનો રોટલો અને ગાયનું દૂધ અથવા તો ભેંશનું દૂધ સાંજે ભોજનમાં સેવન કરે છે અને ડાબા પડખે સુવાથી સારી ઊંઘ આવે છે અને માણસનું મગજ પણ શાંત રહે છે. આથી બાજરાનું સેવન તમારા માટે ફાયદાકારક હોય છે. એટલા માટે એક વાટકી દહીમાં એક થી બે ચમચી ખાંડ નાંખીને બાજરીના રોટલા સાથે નિયમિત રીતે તેનું સેવન કરો.
આમ, નિયમિત બાજરાનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે બાજરાનું સેવન કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com