આજે અમે તમારા માટે લઈને આવ્યાં છે મખાનાના અદ્ભુત ફાયદા, મખાના ન માત્ર સ્વાદમાં ઉત્તમ હોય છે, પરંતુ તેને ખાવાથી તમે અનેક બીમારીઓથી પણ બચી શકો છો. આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થ છે. મખાના એક એવો આહાર છે જેને તમે ક્યાંય પણ અને ગમે ત્યારે નાસ્તા તરીકે ખાઈ શકો છો. હેલ્થ એક્સપર્ટના કહ્યા અનુસાર મખાના શરીરમાં અનેક બીમારીને દૂર કરવાની સાથે શરીરમાં પ્રોટીનની માત્રા પણ પૂરી કરે છે. એટલું જ નહીં પાચનતંત્રથી લઈને સાંધાના દુખાવા માટે પણ ખુબ જ અસરકારક છે.
મખાનામાં એન્ટી-ઓક્સીડેન્ટનું પૂરતુ પ્રમાણ મળી આવે છે. એન્ટી-ઓક્સીડેન્ટ મુખ્ય રીતે આપણા શરીરની ત્વચા નિખારવા અને રોગપ્રતિકાકર ક્ષમતાને મજબૂત કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મખાનામાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, આયર્ન વિપુલ માત્રા મળી આવે છે. આ જ ગુણોના કારણે મખાનાને સુપર ફૂડ માનવામાં આવે છે. ચાલો જાણીએ મખાનાના સેવનથી થતા ફાયદા વિષે. (Health Benefits of Eating Prickly Water Lily)
જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તેને મખાનાનું નિયમિતપણે સેવન કરવું જોઈએ. આ ન ફક્ત બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે પરંતુ તેને હાઈ બ્લડ પ્રેશરના કારણે થનારા જોખમથી પણ રક્ષણ આપશે. વાસ્તવમાં મખાનામાં મેગ્નેશિયમનું પ્રમાણ જોવા મળે છે. આ એક એવું મિનરલ છે જે શરીરના બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં સહાય કરે છે. ભોજનમાં અનિયમિતતા અને વધારે પડતું બહારનું ખાવાથી પાચનની સમસ્યા ઉત્પન્ન થાય છે, મખાનામાં રહેલા પોષક તત્વો પાચનતંત્રને સારું રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
મખાનામાં ફાયબરનું પ્રમાણ હોય છે માટે તેનું સેવન કરવાથી શરીરીનું વજન ઘટાડવા માટે પણ ઉપયોગી થાય છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તે લોકો માટે મખાનાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે, ડાયાબિટીસની સમસ્યામાં નિયમિત સવારે 4-5 દાણા મખાનાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. મખાના શરીરમાં ઈન્સ્યુલીન બનાવવામાં મદદરૂપ થાય છે માટે સવારના નાસ્તામાં મખાનાનું સેવનથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
મખાનાનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, વૃદ્ધ લોકો દિવસમાં બે વાર મખાનાનું સેવન કરી શકે છે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે. આ વધતી ઉંમસ સાથે હાડકાંને નબળા થવાથી બચાવવામાં ખૂબ મદદરૂબ સાબિત થશે. જ્યારે અન્ય ઉંમરના લોકો માટે પણ તેને હાડકાં મજબૂત બનાવવા માટે એક લાભદાયક ખાદ્ય પદાર્થ તરીકે ખાઈ શકે છે.
સાંધાના દુખાવાની સમસ્યામાં મખાનાનું સેવન લાભદાયી થાય છે, શરીરમાં કેલ્શિયમની ખામિના કારણે સાંધાનો દર્દ થાય છે માટે મખાનામાં રહેલું કેલ્શિયમ તેમજ અન્ય પોષક તત્વો શરીરીને નીરોગી રાખવા અને સાંધાના દુખાવામાં રાહત આપવા મદદરૂપ થાય છે. મખાનાનું સેવન શરીરમાં લોહીની વૃદ્ધિ કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. તેમાં પૂરતા પ્રમાણાં આયર્ન મળી આવે છે, જે શરીરમાં લોહીની ઉણપને દુર કરી લોહીની વૃદ્ધિ કરે છે.
હૃદય સંબધિત બીમારીઓને દૂર કરવા મખાનાનું સેવન ફાયદાકારક છે, મખાના ચરબીનું પાચન સારી રીતે કરે છે અને લોહિને પાતળું રાખવામાં પણ મદદ કરે છે. મખાના લોહીમાં જમા થયેલું કોલેસ્ટ્રોલને દુર કરે છે એટલા માટે હૃદયથી જોડાયેલી બીમારીઓને દૂર કરવામાં મખાના લાભદાયી હોય છે.
મખાનામાં રહેલા પોષક તત્વો તણાવ ઓછું કરી માનસિક તંદુરસ્તી જાળવવા માટે મદદરૂપ થાય છે. મખાના ખાવાથી તણાવ ઓછું થાય છે અને નિંદર સારી આવે છે. જે લોકો તણાવમાં રહે છે અને આ કારણથી ઉંઘ નથી આવતી તેણે સુતા પહેલા ગરમ દૂધ સાથે 7-8 મખાના ખાવા જોઈએ. મખાનાનું સેવન અનિદ્રાથી પીડાતા લોકો માટે પણ ફાયદાકારક છે.
મખાનામાં એથેનોલ નામનું એક તત્વ મળી આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. મખાનામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરીયલ ગુણો મળી આવે છે. માટે જ મખાના દાઢના સોજામાં અને બેક્ટેરીયાની અસરને કારણે થનારા સડાને રોકવામાં મદદરૂપ થાય છે.
મખાનાના સેવનથી પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ કરે છે. મખાના પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પુરૂષોમાં થનારા તમામ શારીરિક બદલાવોમાં આ હાર્મોનની મોટી ભૂમિકા હોય છે. આ હોર્મોનની ઉણપથી પુરૂષોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ રીતે કરો મખાનાનું સેવન : તમે દૂધ સાથે મખાનાનું સેવન કરી શકો છો. આ ઉપરાંત તમે તેને ઘીમાં શેકીને મીઠું સાથે નાસ્તાની જેમ પણ ખાઈ શકો છો.
આમ, નિયમિત મખાનાનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.