કંટોલા સામન્ય રીતે ચોમાસાની સીજનમાં બજારમાં જોવા મળે છે. ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં જ ખેતરના સેઢે અને વગડામાં કંટોલાના વેલાઓ ઊગી નીકળે છે. તેના વેલાઓ વાડ ઉપર ચડીને ફળ રૂપે નાનાં નાનાં સુંવાળાં કાંટાવાળાં કંટોલાં કે કંકોડાં આપે છે. અલગ અલગ વિસ્તારમાં આ શાકભાજીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે જેમ કે કંટોલા, કંકોડાં, કર્કોટકી વગેરે. સંસ્કૃતમાં કંકોડાંને રોમશ ફળ એટલે કે ફરતી રૂંવાટીવાળું ફળ પણ કહે છે. કંટોલા એ કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા વગર થતું સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી છે. કંટોલા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે માટે જ તેને આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કંટોલાંનો ઉપયોગ ખાસ કરીને દવામાં થાય છે. ચાલો જાણીએ કંટોલાં ખાવાથી થતા ચમત્કારિક ફાયદા વિષે. (Health Benefits of Eating Spiny Gourd).
કંટોલાં સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીનથી ભરપુર હોવાથી આ શાકભાજીને શરીર માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. કંટોલાં સ્વાદમાં સહેજ કડવાં અને મધુર હોવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, તે કડવાં હોવાથી કેટલાક ગ્રંથકારોએ તેના ગુણ કારેલાંના ગુણ જેવા છે તેવું કહ્યું છે. કંટોલા પચાવમાં હળવા, તાસીરમાં ઠંડા અને વાયુકારક હોવાથી ચોમાસામાં તેના શાકમાં તલ તેલ, હિંગ, લસણ, મેથી વગેરે વધુ નાખવામાં આવે છે. વાયુના રોગો અને વાયુ પ્રકૃતિવાળાએ તેનું સેવન ઓછું કરવું જોઈએ. કંટોલાં કડવાં, મધુર અને શીત ગુણવાળાં હોવાથી પિત્તશામક અને કફશામક પણ છે. તેથી ઠંડી અને ગરમ એમ બંને ઋતુમાં ખાઈ શકાય છે.
કંટોલામાં સારા પ્રમાણમાં એન્ટી-ઓકિસડેન્ટથી હોય છે. કંટોલાનું સેવન કરવાથી વ્યક્તિને ખૂબ જ વધારે ઊર્જા પ્રાપ્ત થવાની સાથે શરીરની નબળાઇ દૂર થાય છે. કંટોલામાં ફાઇટોકેમિકલ્સ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે અને લીવરને પણ સ્વસ્થ રાખે છે. કંટોલાંમાં પ્રોટીન અને આયર્ન વધારે માત્રામાં હોય છે જયારે કેલેરી ઓછી માત્રામાં હોય છે. માટે કંટોલાનું સેવન કરવાથી શરીરને ઓછી કેલેરી મળે છે જેથી વજન ઘટાડનારા લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે.
કફપિત્તના કોઈ પણ રોગમાં તેનું સેવન કરી શકાય છે. કેટલાક ગ્રંથકારોએ કુમળાં કંટોલાંને ત્રિદોષશામક કહેલાં હોવાથી કોઈ પણ ઋતુ, કોઈ પણ રોગ અને કોઈ પણ ઉંમરનાં તેનું સેવન કરી શકાતું હોવાથી તેને શાકભાજી તરીકે હંમેશાં ખાઈ શકાય છે. આયુર્વેદમાં કંટોલાનો ઘણા રોગોમાં ઉપયોગ કરવાનું કહેવામાં આવેલ છે.
કંટોલામાં મળી આવતું લ્યુંટેન અને કેરોનોઈડસ હદયરોગ, આંખ સંબધિત રોગ અને કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. સુશ્રુતસંહિતમાં પણ નેત્ર રોગના દર્દીને કંટોલાનું સેવન ખુબ જ ફાયદાકારક એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંટોલા આંખની બીમારીમાં ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. કંટોલાના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તેમાં એક ચમચી મધ નાખી પીવાથી તાવમાં ઝડપથી રાહત થાય છે.
કંટોલાના નિયમિત સેવનથી કરવાથી શરીરનું પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. જો ખાવામાં કંટોલાનું શાક પસંદ ન આવે તો તમે તેનું અથાણું બનાવીને પણ તેનું સેવન કરી શકો છે. કંટોલા ખાવાથી કબજિયાત અને અપચા જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે. માટે જ કંટોલાને ખુબ જ ગુણકારી અને શક્તિશાળી કહેવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દી માટે કારેલાંની જેમ કંટોલાના શાકનો ખોરાકમાં વધુ ઉપયોગ ફાયદાકારક છે. કંટોલાંનો રસ કાઢીને રોજ સવારે હળદર મેળવીને પીવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. કંટોલાના સેવનથી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકાય છે.
હૃદયરોગના દર્દી માટે પણ કંટોલાંનું સેવન ગુણકારી માનવામાં આવે છે. કંટોલાના નિયમિત સેવનથી કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. કંટોલામાં કારેલાની જેમ મોમોરડીસન નામનું તત્વ હોય છે જે એક એન્ટીઓક્સીડેન્ટ છે. માટે તેના સેવનથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે.
એક રિચર્ચ અનુસાર કંટોલાનું શાક ખાવાથી તે શરીરને સારી રીતે ડીટોક્સ કરે છે અને જેનાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે અને ચેહરા પરના ખીલ, દાગ-ધબ્બાને દુર કરે અને ત્વચામાં નિખાર લાવે છે. પથરીના દર્દીને પણ કંટોલાંનું સેવન ફાયદાકારક છે, વાયુજન્ય કોઈ પણ દુખાવામાં તેમજ પેટના ઘણા બધા રોગોમાં કંટોલાંનું શાક લાભદાયી છે. રીંગણની જેમ કંટોલાંને પણ ઉધરસમાં સેવન કરવાનું લાભદાયી માનવામાં આવે છે.
કારેલાંની જેમ જ કંટોલાં પણ પેટમાં કૃમિને થતાં અટકાવે છે, તેથી બાળકોને કંટોલાંનું શાક ખાસ ખવડાવવું જોઈએ. માટે કંટોલાના સેવનથી પેટના કૃમિની સમસ્યાને દુર કરી શક્ય છે.
કંટોલાનું સેવન શરદી-તાવ માટે પણ ફાયદાકારક છે, બદલાતી ઋતુમાં ઘણીવાર શરદી ઉધરસ થઇ જાય છે, ત્યારે કંટોલાનું સેવન લાભદાયી માનવામાં આવે છે, કારણ કે કંટોલામાં એન્ટીએલર્જીક ગુણ હોય છે જે શરદી-તાવની સમસ્યામાં રાહત આપે છે.
હરસના દર્દી માટે પણ સૂરણનું શાક ઉપરાંત કંટોલાનું શાક ફાયદાકારક થાય છે. કોઈ પણ કારણ સર શરીરમાં સોજા આવ્યા હોય તેમાં પણ કંટોલાનું શાક લાભદાયી છે.
આમ, નિયમિત કંટોલાનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે કંટોલાનું સેવન કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com