આયુર્વેદમાં હળદરના ફાયદા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રાચીન કાળથી જ હળદરનો જડીબુટ્ટીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત કરવાથી માંડીને શરદી, કફ, ઉધરસ વગેરેમાં હળદરના સેવનથી ફાયદો થાય છે. સૌ કોઈના ઘરના રસોડામાં હાજર હળદર તેમાં ખૂબ કારગર છે. ભારતીય મસાલામાં હળદરનું એક અલગ જ મહત્વ છે. હળદર ભોજનનો સ્વાદ વધારવાની સાથોસાથ અનેક પ્રકારના રોગોથી પણ રક્ષણ આપે છે. હળદર ખૂબ જ શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ છે. તેમાં મળી આવતી કરક્યૂમિન શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબૂત કરે છે.
હળદરમાં હાજર કરક્યૂમિન અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણોથી ભરપૂર છે. તેના ફાયદાની યાદી લાંબી છે. એક તંદુસ્ત વ્યક્તિને દિવસભરમાં 500થી 1000 મિલીગ્રામ કરક્યૂમિનની જરૂર હોય છે. એક ચમચી હળદરમાં લગભગ 200 મિલીગ્રામ કરક્યૂમિન હોય છે અને એટલા માટે દિવસભરમાં 2-3 ચમચી હળદર લઈ શકો છો. હળદરનું સીધું સેવન કરવાની જગ્યાએ હળદરથી બનેલી અન્ય પ્રોડક્ટ અને વાનગીનું સેવન કરવાથી કરક્યૂમિનની ઉણપ પૂરી થાય છે. તો ચાલો જાણીએ હળદરના સેવનથી થતા ફાયદા વિષે.
આ રીતે કરો હળદરનો ઉપયોગ : અધડો ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી હળદર, એક ચમચી મધ અને અડધુ લીંબૂનો રસ મિક્સ કરીને દરરોજ સવારે સેવન કરો. આથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત રહે છે. હળવા ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાની સાથે ગોળનું સેવન કરવું જોઈએ. આથી શરીરને બીમારીઓથી લડવામાં શક્તિ મળે છે. ગર્ભવતી મહિલા, પથરી અને કમળાની બીમારીવાળા લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ.
અરડૂસીનો 3 ચમચી રસ અને અડધી ચમચી હળદરનુ ચૂર્ણ અને એક ચમચી મધ સવાર સાંજ લેવાથી કફ, શરદી અને ઉધરસ દુર થાય છે.
લીલી હળદરને ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, લોહીનો બગાડ, સોજા, અને અપચો વગેરે મટે છે.
દરરોજ એક ગ્લાસ દૂધમાં સવારના સમય અડધી ચમચી હળદર મિક્સ કરીને પીવાથી શરીર નિરોગી રહે છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી બચાવે છે.
નવશેકા દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીરમાં જમા વધારાની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે અને શરીરનું વજન ઘટાડવામાં મદદગાર થાય છે.
કફ અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું મધ સાથે મિક્સ કરીને ચાટવાથી આ રોગોમ ફાયદો થાય છે. ગરમ દૂધ અથવા મધ સાથે હળદર મિક્સ કરીને સેવન કરવાથી ઉધરસ, સળેખમ અને કાકડાની સમસ્યામ ફાયદો થાય છે.
ઘાવને ઝડપથી મટાડવા હળદર ઉપયોગી છે, જો તમને ઈજા થવા પર ખૂબ લોહી બહાર આવે છે તો તમે તે જગ્યાએ તાત્કાલિક હળદર નાંખી દો. આથી તમારા ઘાવનું લોહી નીકળતું બંધ થઈ જશે. વારંવાર ભરાતા ઘા અને જલ્દી ન રુઝાતા ઘા પર હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા પર લગાવવાથી ઘા રૂઝાય જાય છે અને ખુબ જ ફાયદો થાય છે.
હળદરની તાસીર ગરમ હોવાના કારણે શરદીમાં તેનું સેવન લાભદાયી રહે છે. હળદરના ધૂમાડાને રાત્રીના સમય સુંઘવાથી ખાંસી જલ્દી મટે છે. ખાંસી અને શ્વાસને લગતી તકલીફને દૂર કરવામાં ફાયદાકાર હોય છે, ખાસ કરીને શ્વસનના સંક્રમણને દુર કરવા હળદર ઉપયોગી છે.
હળદરના સેવનથી વાયરલ તાવની સમસ્યાથી ઘણાં અંશે છુટકારો મળી શકે છે. હળદરમાં સૂજનને રોકવાના ખાસ ગુણ હોય છે.
હળદરના સેવન ત્વચા માટે લાભદાયી હોય છે. બ્લડ શુગર વધવા પર હળદરનું સેવન કરવું હિતાવહ છે. શુગર લેવલ ઓછું થાય છે.
હળદરમાં હાજર કરક્યૂમિન કેન્સરને વધવાથી રોકે છે અને હૃદય હુમલાના ખતરાને ઘટાડે છે. હળદરનું સેવન ઘૂંટણની પીડામાં પણ રાહત આપે છે.
આમ, હળદર ખુબ જ ઉપયોગી ઔષધી છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે હળદર નો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
Image Source : www.google.com