વરિયાળીનો ઉપયોગ પ્રાચીન કાળથી જ મુખવાસ અને રસોઈમાં કરવામાં આવે છે, તે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. વરીયાળીનું સેવન જમ્યા બાદ કરવાથી ખોરાકને પચાવવામાં સરળતા રહે છે. વરિયાળી તંતુમય હોય છે, માટે ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી અન્ન નળી સરખી રીતે સાફ થઈ જાય છે અને ભોજન સરળતાથી પચી જાય છે.
વરિયાળીમાં સારા પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, વિટામીન-K, વિટામીન-E જેવા અનેક ખનીજ તત્વો મળી આવે છે. આર્યુવેદ પ્રમાણે વરિયાળી ત્રિદોષ નાશક હોવાની સાથે બુદ્ઘિવર્ધક અને રૂચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણ છે જેના કારણે અનેક બિમારીઓનો નાશ કરે છે. ચાલો જાણીએ વરીયાળીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. (Health Benefits of Fennel Seeds)
પાચન માટે : વરિયાળીમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે જે પાચનને સારું રાખે છે. વરીયાળીને શેકીને ભોજન પછી નિયમિત મુખવાસ તરીકે ખાવાથી તેમાં રહેલું ફાયબર પાચનને તંદુરસ્ત રાખે છે. ભોજન કર્યા પછી વરિયાળી સાથે સાકર નું સેવન કરવાથી પેટના ઘણા બધા રોગો જેમ કે કબજિયાત, ગેસ, અપચો વગેરે દૂર થઈ જાય છે.
મેમરી પાવર વધારે : વરિયાળી, બદામ અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને મિક્સ કરો, આ મિશ્રણને ભોજન બાદ સેવન કરવાથી મેમરી પાવરમાં વધારો થાય છે. એક ચમચી વરીયાળીને ઉકાળી લો અને ત્યારબાદ આ વરીયાળીને દૂધમાં મિક્ષ કરીને સુતા પહેલા પીવાથી સારી ઊંઘ આવે છે.
મોઢાના ચાંદા : મોઢાની ચાંદી પડવા પર વરીયાળીના પાણીથી કોગળા કરવા પર રાહત થાય છે, એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળી નાખીને ઉકાળી લો, ત્યારબાદ તેમાં થોડી ફટકડી મિક્સ કરીને દિવસમાં 2-3 વાર આ પાણીથી કોગળા કરવાથી મોઢાની ચાંદીમાં રાહત થશે. એક ગ્લાસ પાણીમાં 2 ચમચી વરીયાળી નાખી પાણીને ઉકાળો, ત્યારબાદ તેને ગાળીને પીવાથી ઉલટીમાં રાહત થાય છે.
નબળાઈ દુર કરે : વરિયાળીના સેવનથી શરીરની નબળાઈને દુર કરી શકાય છે. વરીયાળી અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને સવાર સાંજ એક એક ચમચી લેવાથી શરીરની નબળાઈ દુર થશે.
ચહેરા માટે : વરીયાળી ચહેરા પરના ખીલને દુર કરવા કારગત સાબિત થાય છે, એક ચમચી વરીયાળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો, ઠંડુ પડ્યા બાદ તેને ચહેરા પર લગાવો અને 15 મિનીટ પછી સ્વચ્છ પાણી વડે ચહેરાને ધોઈ લો, આમ કરવાથી ચહેરા પરના ખીલની સમસ્યા દુર થાય છે.
વજન ઘટાડે : વરિયાળીના સેવનથી શરીરમાં વધારાની ચરબીને ઘટાડે છે, દરરોજ અડધી ચમચી વરિયાળીના પાવડરને નવશેકા ગરમ પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી શરીરની ચરબી ઘટે છે અને વજન ઓછુ થાય છે.
મોં ની દુર્ગંધ : વરિયાળીમાં રહેલું એન્ટી બેક્ટેરીયલ તત્વ મોઢાના બેકટેરિયાને ખતમ કરે છે અને મોં ની દુર્ગંધ દુર થાય છે. માટે વરીયાળીનું સેવન કરવાથી મોં ની દુર્ગંધની સમસ્યા દુર થાય છે.
આંખો માટે : વરિયાળીનું સેવન આંખો માટે ફાયદાકારક છે, વરીયાળી અને સાકરને સમાન માત્રામાં લઇ તેનો પાવડર બનાવો, આ પાવડરને સવાર સાંજ પાણી સાથે લેવાથી આંખો તંદુરસ્ત રહે છે.
માથાનો દુખાવો : વરીયાળી, ધાણા અને સાકર સમાન માત્રામાં લઇ તેને પીસીને મિક્સ કરો, ત્યારબાદ આ મિશ્રણને નિયમિત સવાર સાંજ ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
ઉધરસ : ઉધરસની સમસ્યામાં વરીયાળી ફાયદાકારક સાબિત થાય છે, એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળીને ઉકાળી લો અને ત્યારબાદ તેમાં મધ મિક્સ કરીને પીવાથી ઉધરસમાં તરત જ આરામ મળે છે.
એસીડીટી : અડધો ગ્લાસ ઠંડુ દૂધમાં એક ચમચી પીસેલી વરિયાળી અને એક ચપટી એલસી પાવડર તેમજ એક ચમચી ખાંડનું પાવડર નાંખીને પીવાથી પેટમાં ઠંડક મળે છે અને એસિડિટી દૂર થાય છે. છે. જો તમને વારંવાર એસિડિટી ને કારણે ખાટા ઓડકાર આવી રહ્યા છે તો તમારે વરિયાળીને પાણી સાથે ઉકાળીને તેને સાકર સાથે ખાઈ લેવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થઇ જશે.
સ્કીન માટે : વરિયાળીના સેવનથી લોહી સાફ રહે છે, માટે નિયમિત થોડી વરીયાળી ખાવાથી લોહી સાફ રહે છે અને સ્કીન ગ્લોઈગ કરે છે.
હાથ-પગમાં બળતરા : હાથ-પગમાં બળતરાની સમસ્યામાં વરીયાળી ફાયદાકારક સાબિત થાય છે, થોડી વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીરને વાટીને ગાળી લો, ત્યારબાદ તેમાં સાકર ભેળવીને જમ્યા પછી 4 થી 5 ગ્રામના પ્રમાણમાં સેવન કરવાથી થોડા જ દિવસોમાં આ બળતરામાં રાહત મળે છે.
આમ, નિયમિત વરિયાળીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.
Image Source : www.google.com