અળસીનું સેવન કરવાથી શરીરમાં અનેક રોગો દુર થાય છે. અળસીએ ઓમેગા-3 ફેટી એસીડનો મુખ્ય સ્ત્રોત છે જે અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. ઓમેગા-3 ફેટી એસીડ શરીરમાં બનતું ન હોવાથી ભોજન દ્વારા તેને ગ્રહણ કરી શકાય છે. શાકાહારી લોકો માટે અળસી ઓમેગા-3 ફેટી એસીડનો બેસ્ટ સ્ત્રોત છે અને માંસાહારી લોકો માટે માછલીમાંથી પણ મળી શકે છે. પોતાની જાતને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે ઓછામાં ઓછી એક ચમચી અળસીનું સેવન તમારા આહારમાં જરૂર કરવું જોઈએ.
અળસીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાયબર, આયર્ન, સોડીયમ, ઝીંક, ફોસ્ફરસ, પ્રોટીન અને વિટામીન-B1, વિટામીન-B2, વિટામીન-B6 ભરપુર માત્રામાં હોય છે માટે જ તેના સેવનથી શરીરી સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને શરીર માટે ખુબ જ આવશ્યક છે. અળસીના બીજમાં વિટામીન-B6 હોય છે જે બ્રેન પાવર વધારવામાં મદદ કરે છે. અળસી સ્વાદમાં થોડી મીઠાસ હોય છે તેમજ ઘણા બધા જરૂરી પોષક તત્વોથી ભરપુર છે. અળસીના બીજ નાના બ્રાઉન કલરના અને અત્યંત ચીકણા હોય છે. અળસીનું નિયમિત સેવનથી ડાયાબીટીસ, કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડપ્રેશર, એનીમિયા જેવી ઘણી બધી બીમારીઓમાં લાભદાયક છે. ચાલો જાણીએ અળસીના સેવનથી થતા ફાયદા વિષે.(Health Benefits of Flaxseed).
પાચન માટે : અળસીનું નિયમિત સેવનથી શરીરની પાચનક્રિયાને સુધારવા મદદ કરે છે. અળસીના બીજમાં ફાયબરની માત્રા વધારે હોય છે જેથી પાચનક્રિયા સારી રહે છે અને કબજીયાતની સમસ્યામાં રાહત થાય છે. અળસીના સેવન બાદ પાણી પીવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. માટે અળસીના સેવનથી પાચન મજબુત થાય છે અને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે. અળસીનું સેવન કરવાથી રોગપ્રતિકાર ક્ષમતા પણ મજબુત બને છે.
કેન્સર : એક રિચર્ચ અનુસાર અળસીનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીથી રક્ષણ મેળવી શકાય છે. અળસીના બીજમાં ફાયટોએસ્ટ્રોજન હોય છે જેથી તેને ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. અળસીના સેવનથી કોલોન કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોટેસ્ટ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.
સાંધાનો દુખાવો : અળસીના સેવનથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. અળસીમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે જેનાથી હાડકા મજબુત બને છે અને સાંધાના દર્દમાં રાહત થાય છે. અળસીને પીસીને પાવડર કરી તેને સરસિયાના તેલ સાથે ગરમ કરી દુખાવા પર લાગાવવાથી રાહત થાય છે. સાંધાના દુખાવામાંથી રાહત મેળવવાનો એક ઉત્તમ ઘરેલું ઉપાય છે.
એનીમિયા : અળસીના બીજમાં આયર્નનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે, જેથી તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જળવાઈ રહે છે અને લોહીની ઉણપને દુર કરવામાં મદદ કરે છે. માટે અળસીના સેવનથી એનીમીયાની સમસ્યા દુર થાય છે.
અસ્થમા : અળસીના બીજના સેવનથી અસ્થમા સામે રક્ષણ મળે છે. અળસીના પાવડરને પાણી સાથે મિક્સ કરી 10 કલાક રાખો અને ત્યારબાદ દિવસમાં બે વાર પીવાથી અસ્થમાની સમસ્યામાં રાહત થાય છે.
લીવર પ્રોબ્લેમ : અળસીના સેવનથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને શરીરને ડીટોક્સ કરે છે. અળસીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ બોડીને ડીટોક્સ કરે છે જેનાથી લીવર સંબધિત સમસ્યાઓ દુર થાય છે.
ડાયાબીટીસ : અળસીના નિયમિત સેવનથી ડાયાબીટીસની સમસ્યામાં રાહત થાય છે. અળસી ખાવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે અને તેનાથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં રહે છે.
હાર્ટ પ્રોબ્લેમ : અળસીના નિયમિત સેવનથી હૃદયને લગતી બીમારીઓને દુર કરી શકાય છે. અળસી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જેથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે.
આંખો માટે : અળસીએ વિટામિન્સનો સારો સ્રોત છે, જે આંખોની નબળાઇ દૂર કરીને, આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. જો આંખોની નબળાઇ વાળા નિયમિત અળસીનું સેવન કરે છે, તો તેનાથી આંખોનું તેજ વધશે.
બ્લડપ્રેશર : અળસીના બીજમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે જેથી બ્લડપ્રેશરની સમસ્યા દુર કરી શકાય છે.
પીરીયડમાં રાહત આપે : અળસીના બીજમાં ફાયટોએસ્ટ્રોજન્સ હોય છે જે પીરીયડસ સમયે થતા દુખાવો અને પ્રોબ્લેમ્સથી બચાવે છે.
સ્કીન માટે : અળસીના સેવનથી શરીર હાઈડ્રેટ રહે છે અને જેથી સ્કીન ગ્લોઈગ કરે છે. ત્વચાને હાઈડ્રેટ રાખવા અળસીનું સેવન કરી શકાય છે.
આ રીતે કરો અળસીનું સેવન : અળસી ગરમ તાસીરની હોવાથી તેનો સીધો ખોરાકમાં ઉપયોગ ન કરવો જોઈએ, અળસીને મીઠામાં શેકીને દિવસમાં એક-બે વાર મુખવાસ સ્વરૂપે લઇ શકાય છે. આ ઉપરાંત તેને શેકીને વાટી નાખ્યા બાદ પરોઠા કે રોટી અથવા લાડુમાં ઉપયોગ કરી શકાય. માટે અળસીનો સીધો ઉપયોગ ન કરવો જોઈએ.
અળસી ખાવાથી થતા નુકશાન
અળસીની તાસીર ગરમ હોવાથી કોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસની દવા લેતા હોય તેઓએ અળસીનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. પાઈલ્સ અને સગર્ભા સ્ત્રીઓએ અળસીનું સેવન કરવું નહિ. અળસી ખાધા પછી વધારે પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. અળસીનું સેવન યોગ્ય માત્રામાં કરવું શરીર માટે હિતાવહ છે, જો વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો નુકશાન પણ થઇ શકે છે. વધારે સેવનથી પેટમાં દુખાવો, અપચો જેવી પેટની સમસ્યા ઉદભવે છે.
આમ, અળસી ખુબ જ ઉપયોગી ઔષધ અને ઓમેગા-3 ફેટી એસીડનો મુખ્ય સ્ત્રો છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ રાહત અપાવે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય શેર કરવા વિનતી.