ગળો સ્વાદે કડવી છે પણ તેના ગુણો મીઠા હોય છે. ગળો આયુર્વેદિક જડીબુટ્ટીઓ માની એક મહત્વની જડીબુટ્ટી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગળોને ઉત્તમ માનવામાં આવે છે. ગળો એક વેલ છે જે પરોપજીવી હોવાથી બીજા વૃક્ષોના સહારે મોટી થાય છે. ગળોનો વેલો મોટા ભાગે લીમડાની આસપાસ વીંટળાઈને ઉપર સુધી ફેલાય છે. આમ તો લીમડા પર વિકાસ પામેલી ગળોને શ્રેષ્ટ ઔષધી માનવામાં આવે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વિષાક્ત વૃક્ષો પર વિકસિત થયેલ ગળોનો ઔષધી તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ગળો જે વૃક્ષ પર વિકસિત થાય તેના ગુણો તેમાં આવી જાય છે.
ગળોને આયુર્વેદમાં અમૃતા વેલ પણ કહેવામાં આવે છે. ગળોમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-C હોય છે જે શરીરની ઈમ્યુનીટીને બુસ્ટ કરે છે. ગળોને આયુર્વેદમાં તાવની મહાન ઔષધી માનવામાં આવે છે. ગળોમાં ગ્લુકોસાઇડ, ફ્લેવોનોઇડસ, ટેનિન, ટરપેનોઈડસ, પોલીપેપ્ટાઈડસ, લેક્ટિક અને સ્ટેરોઈડસ જેવા રસાયણિક તત્વો હોય છે. ગળો માત્ર તાવ જ નહિ પણ માથાનો દુખાવો, શરદી, ડાયાબિટીસ, એસીડીટી, કેન્સર, લોહીની શુદ્ધિ વગેરે જેવી બીમારીઓમાં ફાયદા કારક છે. ગળોના નિયમિત સેવન કરવાથી પાચન સબંધિત તમામ સમસ્યામાં લાભ થાય છે. ચાલો જાણીએ ગળોના સેવન કરવાથી થતા ફાયદા વિષે. (Health Benefits of Giloy)
રોગપ્રતિકારક ક્ષમતા વધારવા : ગળોમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા અત્યંત લાભકારી માનવામાં આવે છે. ગળોના ઔષધિય ગુણોમાં ઈમ્યુનોમોડ્યુલેટરી ખુજ પ્રમાણમાં હોય છે તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. ગળોના સેવનથી શરીરની અનેક બીમારીઓમાં લાભ થાય છે. ગળોના પાવડરને પાણી સાથે ખાલી પેટ નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે.
ડાયાબિટીસ : ડાયાબીટીસની સમસ્યામાં ગળોના સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. નિયમિત ગળોના સેવનથી લોહીમાં શુગરનું પ્રમાણ ઘટે છે અને ડાયાબીટીસની સમસ્યા દુર થાય છે.
તાવ : ગળોને આયુર્વેદમાં તાવની મહાન ઔષધી માનવામાં આવે છે. ગળોમાં રહેલા એન્ટીપાયરેટીક ગુણના કારણે જૂનામાં જુના તાવને દુર કરવામાં ઉપયોગી છે. શરીરમાં તાવની સમસ્યામાં ગળોનું ચૂર્ણ નિયમિત દિવસમાં 2 વાર લેવાથી તાવને દુર કરી શકાય છે. ગળોના સેવનથી મેલેરિયા, ડેન્ગ્યું જેવા તાવમાં પણ રાહત થાય છે.
પાચન માટે : પેટની સમસ્યામાં જેવી કે અપચો, કબજિયાત,એસીડીટી, વગેરે જેવી સમસ્યામાં ગળો ખુબ જ ફાયદા કારક છે. ગળોના ઉકાળાના સેવનથી પેટની ઘણી બધી બીમારીઓ દુર કરી શકાય છે. નિયમિત અડધી ચમચી ગળોનું ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી અપચો, કબજિયાત અને એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
કેન્સર : કેન્સર જેવી બીમારીમ પણ ગળો ફાયદાકારક છે. ગળો અને ઘઉના જુવારાનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીમાં ફાયદો થાય છે. આંગળી જેટલી જાડી ગળો અને ઘઉંના જુવારા સરખા ભાગે લઇ પાણી સાથે વાટી લો, ત્યારબાદ તેને કપડા વડે ગાળી 1 કપ જેટલું આ મિશ્રણ ખાલી પેટ પીવાથી કેન્સર જેવા રોગને પણ મટાડી શકાય છે.
એસીડીટી : ગળો, ગોખરું અને આમળાં સરખે ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવો, આ ચૂર્ણને નિયમિત એક ચમચી સવાર સાંજ લેવાથી એસીડીટી તથા આંખ, છાતી, પગના તળિયા અને મૂત્ર ત્યાગ વખતે થતી દાહ-બળતરામાં રાહત થાય છે. ગળોના રસમાં ગોળ અને સાકર મિશ્ર કરીને સેવન કરવાથી પણ એસીડીટીની સમસ્યામાં રાહત થાય છે.
કબજિયાત : ગળોના સેવનથી કબજિયાતમાં રાહત મેળવી શકાય છે, ગળો, હરડે અને ધાણા સરખા ભાગે લઇ અડધા લીટર પાણીમાં ગરમ કરો, જ્યાં સુધી પાણી અડધા કરતા ઓછુ ન થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં થોડો ગોળ ઉમેરીને ઠંડુ થવા દો. આ ઉકાળાને નિયમિત સવાર સાંજ પીવાથી કબજિયાત અને પેટની બીમારીમાં રાહત મેળવી શકાય છે.
કફ : શરદી-ખાંસીની સમસ્યામાં ઘણીવાર કફ થઇ જાય છે, આ સમસ્યામાં નિયમિત ગળોના રસનું સેવન કરવાથી કફ મટે છે. ગળો અને મધનું સેવન કરવાથી પણ કફ દુર થાય છે.
લોહીની શુદ્ધિ માટે : ગળોના રસના સેવનથી લોહી સબંધિત બીમારીઓ દુર થાય છે. ગળો લોહીની શુદ્ધિ કરે છે જેનાથી ચામડીના રોગો દુર થાય છે.
એનીમિયા : એનીમિયા શરીરમાં લોહીની ઉણપના કારણે થતો રોગ છે, આ રોગ મહિલાઓમાં વધારે થાય છે. એનીમિયાથી પીડિત મહિલાઓ માટે ગળોના રસનું સેવન કરવાથી ફાયદો થાય છે. 2 ચમચી ગળોનો રસ અને મધનું સેવન પાણી સાથે કરવાથી એનીમિયાથી છુટકારો મેળવી શકાય છે. ગળોના રસનું નિયમિત સેવન કરવાથી લોહીની ઉણપ દુર થાય છે તથા લોહીની શુદ્ધિ થાય છે અને રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો થાય છે. માટે ગળો એનીમીયાની સમસ્યામાં ફાયદાકારક છે.
ધાધર : ગળો રોગપ્રતિકાર ક્ષમતા વધારવાની સાથે ફૂગ અને જીવાણુંના લીધે થતા ચામડીના રોગો પણ દુર કરે છે. ગળોના પાનાને હળદર સાથે વાટીને ધાધરવાળા ભાગ પર લાગવાથી ધાધર મટે છે. નિયમિત સવાર સાંજ 3 ચમચી ગળોનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને થોડો સમય પીવાથી ખંજવાળની સમસ્યા દુર થાય છે.
આમ, ગળો ખુબ જ ઉપયોગી ઔષધી છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ગળોનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com