જાસુદ એક સામાન્ય ફૂલ છોડ છે. ભારતમાં જાસુદના ફૂલનું ઘણું મહત્વ છે, જો તેના ગુણધર્મો જોવામાં આવે તો તે ખૂબ જ ખાસ હોય છે. તે ફક્ત ધાર્મિક દ્રષ્ટિથી જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પણ લોકોના જીવનનો એક ભાગ છે. જાસુદના ફૂલમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ, આયર્ન અને વિટામિન-C વધારે માત્રામાં હોય છે, માટે જ જાસુદના ઝાડ પરનું ફૂલ, પાન અને તેની કળીઓ ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી હોય છે. આ ફૂલો ઘણી જગ્યાએ જોવા મળે છે, તે ખૂબ જ સુંદર હોય છે, આ ફૂલનો ઉપયોગ લોકો ફક્ત પૂજા માટે કરે છે, પરંતુ તેને ખબર નથી હોતી કે આ ફૂલ ફક્ત પૂજામાં જ ઉપયોગી નથી થતું, પરંતુ તેના આરોગ્યને લગતા ઘણા અન્ય ફાયદાઓ પણ છે. ચાલો જાણીએ જાસુદના ફૂલના સેવનથી થતા ફાયદા વિષે.
મેમરી પાવર વધારવા : જાસુદના ફૂલનું શરબત હૃદય અને મગજને શક્તિ પ્રદાન કરે છે અને તે તમારી મેમરી પાવરમાં વધારો કરે છે, જે લોકો વધતી ઉંમર સાથે મેમરી ખોટની સમસ્યાથી પરેશાન છે અને જ્યારે નાની ઉંમરે યાદશક્તિ નબળી થવા લાગે છે, તો જાસુદ આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ કારગર છે. જાસુદનાં 10 પાંદડાં અને 10 ફૂલો લો પછી તેને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી લો અને તેને એક ડબ્બામાં રાખો, આ પાવડરને દિવસમાં બે વખત દૂધ સાથે લેવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે.
વાળ માટે : વાળ ખરવાની સમસ્યાથી લગભગ દરેક લોકો પરેશાન છે. જાસુદનું ફૂલ આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ અસરકારક છે, તે ન ફક્ત વાળ ખરતા બંધ કરે છે, પરંતુ તેનો ઉપયોગ કરીને વાળમાં એક અલગ ચમક આવે છે. જાસુદના 7-8 પાંદડા લો અને તેને પીસી લો, તેને માથામાં અને ખોપરી ઉપરની ચામડીમાં લગાવો. તેને 3 કલાક રાખ્યા પછી તેને હળવા પાણીથી ધોઈ લો, આ ખોપરી ઉપરની ચામડીને પોષવાની સાથે વાળની વૃદ્ધિમાં ખૂબ ફાયદાકારક છે. મેથીના દાણા, જાસુદ અને બાવળના પાનને પીસીને પેસ્ટ બનાવો, તેને 15 મિનિટ સુધી વાળ પર લગાવો, આનાથી તમારા વાળના મૂળ મજબૂત અને સ્વસ્થ બનશે.
મોંના ચાંદા મટાડવા : જો તમારા મોંમાં ચાંદા પડી ગયાં છે તો જાસુદ પાન ચાવવાથી રાહત મળશે. જાસુદના 3-4 પાન ચાવવાથી લાળ વધારે, પાચનની શક્તિ અને મોંના ચાંદા માટે ફાયદાકારક થાય છે. જાસુદના પાંદડા શરીરને ઉર્જા આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
શરદી-ઉધરસમાં : જાસુદમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જ્યારે ચા અથવા અન્ય રીતે તેનું સેવન કરવામાં આવે છે તો તે શરદી અને ઉધરસ માટે ખૂબ ફાયદાકારક છે, તે તમને શરદીથી ઝડપ રાહત આપશે.
ખંજવાળ અને બળતરામાં : જાસુદના ફૂલ તમને સોજો તેમજ ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓથી રાહત આપે છે. જાસુદ ફૂલ અને પાંદડાને મિક્સરમાં સારી રીતે ગ્રાઇન્ડ કરો અને તેને સોજો અને બળતરાવાળા ભાગ પર લગાવો, થોડીવારમાં આ સમસ્યા દૂર થઈ જશે.
ચહેરા પર ગ્લોઈંગ લાવવા : એન્ટી-ઓક્સીડેન્ટ્સ, આયર્ન અને વિટામિન-Cથી સમૃદ્ધ જાસુદના પાંદડા ચહેરા પરની કરચલીઓ અને ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તેના પાનને પાણીમાં ઉકાળો અને પીસીને મધ સાથે મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. તમારો ચહેરો ન માત્ર ચમકશે પણ શુષ્કતા પણ દૂર થશે. તમને જણાવી દઈએ કે જાસુદના પાંદડા એન્ટી એઝીંગનું પણ કામ કરે છે. તે શરીરમાંથી મુક્ત રેડિકલને દૂર કરે છે અને ત્વચાને સુંદર બનાવે છે. જો તમને તમારા ચહેરા પર ખીલ છે, તો પછી લાલ જાસુદના પાનને પાણીમાં ઉકાળો અને પીસી લો અને તેમાં મધ મિક્ષ કરીને ખીલ પર લગાવો, તો તમને ખીલથી રાહત મળશે.
એનિમિયા દૂર કરે : આયર્નની ઉણપને કારણે સ્ત્રીઓને ઘણી વાર એનિમિયાની સમસ્યા થાય છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે જાસુદના ફૂલોથી પણ એનિમિયાની સારવાર શક્ય છે, તમે થોડી જાસુદની કળીઓને સૂકવી લો અને પછી તેને પીસી લો અને તેને ડબ્બા પેક કરી દો અને આ પાવડરને રોજ એક કપ દૂધ સાથે રોજ સવારે અને સાંજે લેવાથી માત્ર એક મહિનામાં જ એનિમિયાની સમસ્યા દૂર થાય છે અને તેનાથી સ્ટેમિના પણ વધે છે.
નપુસંકતા : જાસુદના ફૂલોનું સેવનથી નપુસંકતાની સમસ્યા દુર કરી શકાય છે. જાસુદના થોડા ફૂલોને છાયડે બરાબર સુકવી લો, ત્યારબાદ તેનું ચૂર્ણ બનાવીને સરખી માત્રામાં ખાંડ નાખીને લગભગ 40 દિવસ સુધી 6 ગ્રામની માત્રામાં સેવન કરવાથી પુરુષત્વ વધે છે. જેનાથી સેક્યુઅલ સ્ટેમિના વધે છે. જાસુદના ફૂલનો છુંદો કરીને તેમાં મધ અથવા ગોળ તેમજ ખાંડ નાખીને ખાવાથી નપુસંકતા દુર થાય છે. જાસુદના ફૂલનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી વીર્યસ્ત્રાવ અને હોર્મોન્સમાં વધારો થાય છે. આમ નપુસંકતાની સમસ્યામાં જાસુદનું ફૂલ ખુબ ફાયદાકારક થાય છે.
માસિક ધર્મ માટે : મેનોપોઝ અને માસિક ધર્મમાં જાસુદના પાન ખૂબ ફાયદાકારક છે. જે મહિલાઓને યોગ્ય સમયે માસિક નથી આવતું, તેણે જાસુદના પાનની ચા પીવી જોઈએ. મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓએ તેના પાંદડા સૂકવીને ગરમ પાણી સાથે પીવું જોઈએ. જો તમે અન્ય કોઈ દવા લેતા હોવ તો જાસુદના પાનનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.
આમ, જાસુદના ફૂલનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે જાસુદના ફૂલનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.