જાંબુ તુરુ, મધુર અને ખાટુ મોસમી ફળ છે. ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં જાંબુ જોવા મળે છે. જાંબુ ને રાવણા તરીકે પણ ઓળખવામાં આવે છે. જાંબુ સ્વાદની સાથે આરોગ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. આયુર્વેદમાં જાંબુની સાથે તેના ઠળિયા, પાન, છાલ વગેરેનો પણ સ્વાથ્ય માટે ઉપયોગી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાંબુ ખાવાથી સ્વાથ્યને ઘણા ફાયદા થાય છે, જાંબુમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન-C, વિટામીન-A, વિટામીન-B ભરપુર માત્રામાં હોય છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે. જે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે માટે જ જાંબુના ઠળિયા ડાયાબીટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. જાંબુ ખાવાથી ડાયાબીટીસ, એનીમિયા, મોઢાની ચાંદી, દાંત અને પેઢાની સમસ્યા જેવા અનેક રોગોને દુર કરવા માટે ઉપયોગી છે.
જાંબુનું સેવન કરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જાંબુનું ક્યારેય પણ ખાલી પેટ સેવન કરવું જોઈએ નહિ અને જાંબુ ખાધા બાદ ક્યારેય પણ દૂધનું સેવન ન કરવું જોઈએ. ચાલો જાણીને જાંબુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. (Health benefits of Java Plum)
ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યામાં જાંબુનું સેવન એક જડીબુટ્ટી સમાન માનવામાં આવે છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે. જે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે માટે જ જાંબુના ઠળિયા ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ છે. જાંબુના ઠળિયાને બરાબર સુકવ્યા બાદ તેને પીસી ચૂર્ણ બનાવીને સવાર સાજ સેવન કરવાથી ડાયાબીટીસની સમસ્યાથી છુટકારો મળે છે. 30 ગ્રામ જાંબુની કુમળી કુંપળો અને 5 ગ્રામ કાળા મરીને પાણી સાથે વાટીને સેવન કરવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે. જયારે વારવાર પેશાબ માટે જવું પડતું હોય તે દર્દીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નિયમિત સવારે ઠંડા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
રોગપ્રતિકાર ક્ષમતા વધારે : જાંબુના સેવનથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબુત થાય છે, જાંબુમાં ઘણા બધા પોષક તત્વો અને વિટામીન-C હોય છે જે ઈમ્યુનીટી મજબુત બનાવવા માટે ઉપયોગી છે.
પેટની સમસ્યા : જાંબુમાં ફાયબરનું પ્રમાણ હોવાથી પેટની સમસ્યામાં જાંબુનું સેવન ફાયદાકારક છે, જાંબુના રસમાં થોડું મીઠું ઉમેરીને સેવન કરવાથી પેટ એકદમ સાફ અને સ્વસ્થ રહે છે. જાંબુના સેવનથી ખોરાક ઝડપથી પચી જાય છે. બ્લડપ્રેશરની સમસ્યામાં પણ જાંબુના પાનનું સેવન ફાયદાકારક છે.
દાંત માટે : દાંત અને પેઢાની સમસ્યામાં જાંબુનું સેવન ફાયદાકારક છે. જાંબુના ઠળિયાને પીસીને ચૂર્ણ બનાવી દાંત પર ઘસવાથી દાંત અને પેઢાની સમસ્યા દુર થાય છે અને સ્વસ્થ રહે છે. જાંબુના કુમળા પાનને પાણીમાં ઉકાળો, ત્યારબાદ ગાળીને આ પાણીના કોગળા કરવાથી પેઢાના સોજા અને લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે. ગરમીની સીજનમાં શરીર પર ફોડલીઓ નીકળે તો જાંબુના ઠળિયાને ઘસીને લગાવવાથી ફોડલીઓ માટે છે.
પથરી : જાંબુના ઠળિયાના ચૂર્ણના સેવનથી પથરીની સમસ્યામાં રાહત થાય છે. જાંબુના ઠળિયાને સુકવીને પાવડર બનાવી તેને પાણી અથવા દહીં સાથે સેવન કરવાથી પથરીની સમસ્યામાં રાહત થાય છે. જાંબુ ખાવાથી કિડનીમાંથી પથરી ધીમે ધીમે નીકળી જાય છે.
નપુસંકતા : જાંબુના ઠળિયાનું ચૂર્ણ બનાવીને ગરમ દૂધ સાથે સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે. જાંબુના ઠળિયાનું 5 ગ્રામ ચૂર્ણ નિયમિત દૂધ સાથે લેવાથી વીર્ય પાતળું થવાનું બંધ થાય છે અને વીર્ય રોગ ઠીક થાય છે.
ઝાડા : ઝાડની સમસ્યામાં જાંબુનું સરબત પીવાથી ઝાડામાં રાહત થાય છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ બનાવીને ખાંડ સાથે ભેળવીને ખાવાથી ઝાડા બંધ થઇ જાય છે. જાંબુના વૃક્ષની છાલને મધ સાથે સેવન કરવાથી ઝાડા અને મરડાની સમસ્યામાં રાહત થાય છે.
હરસમસા : હરસમસાની સમસ્યામ જાંબુ લાભદાયી છે. જાંબુના ઠળિયા અને કેરીની ગોઠલીના અંદરના ભાગને બરાબર સુકવી તેનું ચૂર્ણ બનાવો, આ ચૂર્ણને હળવા ગરમ પણે કે છાસ સાથે લેવાથી હરસમસાની સમસ્યા ઠીક થાય છે. જાંબુના વૃક્ષની છાલનો 2 ચમચી રસ અને એક ચમચી મધ ભેળવીને દરરોજ સવારે અને સાંજે પીવાથી લોહીવાળા મસા મટે છે.
આમ જાંબુ અનેક રોગોમાં ઉપયોગી ફળ છે. જાંબુ તેના ઔષધીય ગુણોના કારણે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે તથા તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારની આડઅસર વગર ઘણા બધા રોગોમાં ઉપયોગી છે. જાંબુના દરેક અંગો જેવા કે જાંબુ, ઠળિયા, મૂળ, છાલ, પાન વગેરેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com