લીંબુનો ઉપયોગ તેના અનેક ઔષધીય ગુણોને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. જેમ લીંબુ અને લીંબુ પાણીના ફાયદા જોવા મળે છે, તેવી જ રીતે લીંબુની છાલના ફાયદા પણ જોવા મળે છે. લીંબુની છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, બીટા કેટોરીન, ફોલેટ, વિટામીન-C અને વિટામીન-A વધારે પ્રમાણમાં હોય છે. આ આર્ટીકલમાં અમે લીંબુની છાલના ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ લેખમાં આપેલી માહિતી ઘણા પ્રકારના સંશોધન પર આધારિત છે, જે પ્રાણીઓ અને મનુષ્યો પર કરવામાં આવી છે. લીંબુની છાલ સ્વાસ્થ્ય માટે તેમજ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ લીંબુની છાલના ફાયદાઓ વિશે. (Health Benefits of Lemon Peel).
રોગપ્રતિકારક શક્તિ વધારે : શરીરને સ્વસ્થ રાખવા અને રોગો સામે લડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. લીંબુની છાલનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખરેખર લીંબુની છાલમાં વિટામિન-C જોવા મળે છે. વિટામિન-C રોગપ્રતિકારક તંત્રની કામગીરીમાં સુધારો કરી શકે છે, અને શરીરની અનેક રોગો સામે લડવાની તાકાત આપે છે.
વજન ઘટાડવા : લીંબની છાલ વજન ઘટાડવામાં પણ સહાયક થાય છે. તેમાં પેપ્ટિન નામનું તત્વ મળી આવે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. લીંબુની છાલને ઉકાળીને પીવામાં આવે તો વજન ઘટે છે અને તેનાથી કમજોરી પણ નથી આવતી. લીંબુ પેક્ટીન ફાઈબર થી સમૃધ્ધ હોવાને કારણે ભૂખ ઓછી લગાડે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. પાચનની સમસ્યાઓ દૂર કરવા માટે લીંબુની છાલવાળી ચાનું સેવન કરી શકાય છે.
કેન્સર વિરોધી ગુણધર્મો : લીંબુની છાલમાં એન્ટી-કેન્સર ગુણ હોય છે જેથી તે કેન્સરથી બચવામાં મદદ કરી શકે છે. કેન્સર કોશિકાઓના ઉગ્ર વ્યવહાર વિશે બધા જ જાણે છે પરંતુ લીંબુની છાલ પોતાની ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલ ક્યૂ40 (Salvestrol Q40) ગુણના કારણે, કેન્સર કોશિકાઓને નિષ્ક્રિય કરવામાં કારગર થાય છે. કેટલાક સંશોધનકારોએ આ વિષય પર સંશોધન કર્યું હતું અને તે સંશોધન એનસીબીઆઇની વેબસાઇટ પર પ્રકાશિત થયું હતું. ઉંદરો પર કરવામાં આવેલા સંશોધન મુજબ, લીંબુની છાલમાં એન્ટી-કેન્સર ગુણ હોય છે, જે કેન્સરની રોકથામમાં અમુક અંશે મદદરૂપ થઈ શકે છે. લીંબુની છાલ કોઈપણ રીતે કેન્સરનો સંપૂર્ણ ઈલાજ નથી. જો કોઈ વ્યક્તિ આ રોગથી પીડિત છે, તો તેણે વહેલી તકે ડોકટરની સારવાર લેવી જોઈએ.
ત્વચા માટે : આરોગ્યની સાથે સાથે લીંબુની છાલ ત્વચાની સંભાળ માટે પણ ફાયદાકારક હોય શકે છે. ઘણી સંશોધન સંસ્થાઓએ આ અંગે સંશોધન કાર્ય કર્યું અને તેને જાણવા મળ્યું કે લીંબુની છાલમાં પોલીફેનોલ્સ જોવા મળે છે, જેમાં એન્ટી એન્જીગ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણધર્મો (ફ્રી રેડિકલ દૂર રાખે છે) ધરાવે છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી પણ હોય છે અને વિટામિન સી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવવા તેમજ ત્વચામાં કોલેજનની રચનાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત વિટામિન-સી ઘાને ઝડપથી મટાડવામાં પણ મદદ કરી શકે છે. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને ત્વચા પર લાગવાથી દાણા અને ખીલ યોગ્ય થઇ જાય છે અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે.
બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનની સારવાર માટે : લીંબુની છાલનો ઉપયોગ ઘણા પ્રકારના ચેપને દૂર કરવામાં મદદ કરી શકે છે. આમાં બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનને કારણે થતી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. એક સંશોધન મુજબ, લીંબુની છાલમાંથી કાઢેલો અર્કનો ઉપયોગ ડર્મટોફાઇટ્ સામે થઈ શકે છે. ડર્મટોફાઇટ્સએ ફંગલ ઇન્ફેક્શનનો એક પ્રકાર છે, જે ત્વચા, વાળ, નખ અને શરીરના અન્ય ભાગોમાં થાય છે. તેના પાછળ ડર્મટોફાઈટ નામનું ફંગસ જવાબદાર છે.
હાડકાં મજબૂત બનાવે : કેલ્શિયમથી ભરપૂર ખોરાકનું સેવન હાડકાં માટે ફાયદાકારક છે. ઈરાનની એક સંશોધન સંસ્થા અનુસાર, લીંબુની છાલમાં કેલ્શિયમનું પ્રમાણ જોવા મળે છે અને કેલ્શિયમ હાડકાંના નિર્માણમાં તેમજ તેમને મજબૂત કરવામાં અને તેના વિકાસમાં મદદ કરી શકે છે.
કોલેસ્ટ્રોલ અને હૃદયની સમસ્યાઓ ઘટાડે : કોલેસ્ટ્રોલની સમસ્યા ઘટાડવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે લીંબુની છાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક સંશોધન મુજબ, લીંબુની છાલમાં મળેલ પેક્ટીનમાં હાઈપોકોલેસ્ટેરોલેમિક અસર ધરાવે છે, જે કોલેસ્ટરોલને અમુક અંશે ઘટાડવામાં મદદ કરી શકે છે. લીંબુની છાલ કોલેસ્ટરોલ ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરી શકે છે.
પાચનમાં સુધારો કરે : પેટની સમસ્યાઓ દૂર કરવા માટે લીંબુની છાલનો ઉપયોગ પણ કરી શકાય છે. લીંબુની છાલથી પિત્તાશયની સમસ્યા દૂર કરવાની સાથે પાચનતંત્રમાં સુધારો કરી શકાય છે. એનસીબીઆઈની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, લીંબુની છાલના તેલમાં ડી-લિમોનીન નામનું ઘટક જોવા મળે છે. ડી-લિમોનેનનો ઉપયોગ પિત્તાશયની પથરીને રોકવામાં મદદ કરી શકે છે. જો કે, તે કેવી રીતે કાર્ય કરે છે તે હજુ પણ સંશોધનનો વિષય છે. તેમજ લીંબુની છાલમાં ફાઇબર પણ હોય છે અને ફાઇબર ઘણી પાચન સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક હોય શકે છે.
હદયને તંદુરસ્ત રાખે : લીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છે અને હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હદયના રોગ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.
લીંબુની છાલના અન્ય ઉપયોગ
મુઠ્ઠીભર લીંબુની છાલ, ખાંડ અને ઓલિવ તેલનો ઉપયોગ કરીને બોડી સ્ક્રબ બનાવી શકાય છે. લીંબુની છાલનો પાવડર, ચોખાનો લોટ અને દૂધની પેસ્ટનો ઉપયોગ ઘરે બનાવેલા ફેસ માસ્ક બનાવવા માટે કરી શકાય છે. લીંબુની છાલ, ખાંડ અથવા બેકિંગ સોડાનો ઉપયોગ સૂકી ત્વચાને નરમ કરવા માટે સ્ક્રબ તરીકે કરી શકાય છે.
આમ, લીંબુની છાલનો ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે, તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર શેર કરવા વિનતી.