આયુર્વેદની દ્રષ્ટીએ ફુદીનો આરોગ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીરને અગણિત લાભ થાય છે. ફુદીનો પેટની સમસ્યા માટે ઉત્તમ માનવામાં આવે છે તેને ખાવાથી પેટ યોગ્ય રહે છે. ફુદીનો ઔષધિય ગુણોનો ભંડાર છે, તેના સેવનથી અનેક ફાયદા થાય છે. સામન્ય રીતે ફુદીનો દરેકના ઘરમાં વપરાય છે, અને તેના ફાયદા વિષે પણ લગભગ બધા જાણે છે. ફુદીનામાં કાર્બોહાડ્રેટ, કોપર, આયરન, ફાયબર, મેગ્નેશીયમ, વિટામીન-C, પ્રોટીન, ફોલેટ જેવા તત્વો ભરપુર માત્રામાં હોય છે માટે જ શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. ફુદીનો ઘણી બધી એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં પણ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે ફૂદીના માંથી ચટણી અથવા જલજીરા બનાવવામાં ઉપયોગ કરાય છે.
ફુદીનાનો ઉપયોગ ખાસ કરીને ઉનાળામાં ગરમીથી બચવા માટે કરવામાં આવે છે, ફુદીનાને પાણીમાં પીસીને નમક અને સાકર મિક્સ કરીને પીવાથી ગરમીમાં રાહત મળે છે. ફુદીનો ઔષધિય ગુણોની સાથે સાથે તમારા ચહેરાની સુંદરતા નિખારવા માટે પણ ખુબ લાભદાયક છે, તેના સિવાય ફુદીનો એક ખુબ સારી એન્ટી બાયોટિક દવા પણ છે. ફૂદીનામાં ફાયબરનું પ્રમાણ હોવાથી શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે. પેટને લગતી સમસ્યામાં ફૂદીનાના પાંદડાને લીંબુનો રસ અને મધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી પેટની સમસ્યામાં ઝડપથી આરામ મળે છે, ચાલો જાણીએ ફુદીનાના પાનના સેવનથી થતા ફાયદા વિષે. (Health Benefits of Mint Leaves)
પેટની સંબધિત સમસ્યા : પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ફુદીનાનું સેવન લાભદાયક છે. પેટમાં ગેસ થવો, એસીડીટી, પેટ ફુલવુ, કબજિયાત, પેટ પીડા વગેરે સમસ્યાથી ફુદીનો છુટકારો અપાવે છે. આ સમસ્યા થવા પર તમે ફુદીનાના પાણીનું નિયમિત સેવન કરવાથી તમને આરામ મળશે. આ ઉપરાંત પાચન સંબંધીત સમસ્યા થવા પર પણ આ પાણી પીવું ગુણકારી હોય છે. તેને પીવાથી ઉલ્ટીની સમસ્યાથી પણ છુટકારો મળે છે. પાણીમાં થોડા ફુદીનાના પાન નાખી ઉકાળી લો, જમ્યાબાદ આ પાણીનું સેવન કરવાથી એસીડીટીની સમસ્યામાં રાહત થાય છે. ફુદીનાનું પાણી તૈયાર કરવા માટે થોડા ફુદીનાના પાનને સારી રીતે ક્રશ કરી લો. પછી તેને પાણીની અંદર નાંખી દો અને આ પાણીને થોડીવાર ઉકાળો. પછી પાણીને ઠંડુ પડવા દો. ફુદીનાનું પાણી તૈયાર છે, તેનો પ્રયોગ કરી શકો છો.
રોગપ્રતિકારક ક્ષમતા : ફુદીનાની ચા પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે, અને શરીરથી અનેક રોગો પણ દૂર થઈ જાય છે. ઈમ્યુનિટી સ્ટ્રોગ થવા પર રોગોથી રક્ષા થાય છે અને શરદી અને ઉધરસ પણ મટી જાય છે. ફુદીનાની ચા બનાવવા માટે એક કપ પાણીને ગરમ કરો, તેમાં ફુદીનના પાન ઉમેરો. પછી તેને સરખી રીતે ઉકાળો. ઉકળ્યા પછી પાણીને ઠંડુ પાડવા દો. ત્યારબાદ તેમાં મધ મિક્સ કરી લો. આમ ફુદીનાની ચા પીવાથી શરીરની ઈમ્યુનટી સ્ટ્રોંગ થાય છે.
દાંતની સમસ્યા : જે લોકોને દાંતમાં દર્દની ફરિયાદ રહે છે તે લોકોએ ફુદીનાનું સેવન કરવું જોઈએ. ફુદીનો ખાવાથી દાંતની પીડા મટી જાય છે. સાથે જ દાંતને મજબૂતી મળે છે. દાંતમાં દુખાવો થવા પર ફુદીનના પાનને દાંત નીચે રાખો અથવા તેના પાનને થોડા સમય માટે મોંમાં રાખો. આ ઉપાય કરવાથી દાંતના દુખાવામાં રાહત મળશે.
ગળાની ખરાશને દુર કરે : ગળામાં ખરાશ હોય તો હળવું ગરમ ફુદીનાનું પાણી પીઓ. આ પાણી પીવાથી ખરાશ દૂર થઈ જાય છે અને ગળાને આરામ મળે છે. તમે ઈચ્છો તો તમે આ પાણીના અંદર આદુનો રસ પણ મિક્સ કરી શકો છો.
હોર્મોનનું સ્તર સંતુલિત રહે : મહિલાઓને ઘણીવાર હોર્મોન અસંતુલિત થવાની તકલીફ થાય છે. હોર્મોન અસંતુલિત થવા પર વજન અચાનક વધવા લાગે છે અને ઘણીવાર તો પીરિયડ્સ પર પણ તેની અસર પડે છે. હોર્મોન અસંતુલિત થવા પર જો ફુદીનાનું સેવન કરવામાં આવે તો હોર્મોનનું સ્તર સંતુલિત રહે છે. તેમજ પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો થવા પર ફુદીનાનું સેવન કરવું લાભકારી સાબિત થાય છે.
મોંની દુર્ગંધ દૂર કરવા માટે : મોંની દુર્ગંધને દુર કરવા ફુદીનો ફાયદાકારક છે. મોંમાં દુર્ગંધ આવવાની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાના સુકા પાનનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરો. તમારા મોંમાં આવતી દુર્ગંધ દૂર થાય છે.
ચેહરા પરના ખીલને દૂર કરવા : યુવાનો ખીલની સમસ્યાથી ખુબ જ પરેશાન હોય છે, આ સમસ્યાથી પરેશાન થઈને તે અવનવી પ્રોડક્ટ અપનાવતા હોય છે. જો તમારા ચહેર પર ખીલ અને નાના મોટા ડાઘ-સર્કલ દુર કરવા ફૂદીનને પીસીને 2 થી 3 ટીપા લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરા પરથી ખીલ અને ડાઘ દૂર થઈ જશે.
ફુદીનાથી શરીમાં થતા નુકસાન
ફુદીનાનું સેવન યોગ્ય માત્રામાં કરવું ખુબ જ જરૂરી છે, જો વધારે પડતું સેવન કરવામાં આવે તો પેટ ખરાબ થવાની સમસ્યા પણ ઉદભવી શકે છે. માટે તેનું યોગ્ય માત્રામાં સેવા કરવું હિતાવહ છે.
ગર્ભવતી મહિલાઓને ફુદીનાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. માટે તેમને ફુદીનાનું સેવન ન કરવું જોઈએ.
આમ, ફુદીનો ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com